Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર:ખેતીવાડી વિભાગે આકસ્મિક પાક આયોજન અને માર્ગદર્શન જાહેર કર્યું

    20 hours ago

    ચાલુ વર્ષે મહેસાણા જિલ્લામાં ચોમાસું વિલંબિત થતાં અને વરસાદ ખેંચાવાને કારણે જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે. સામાન્ય રીતે જિલ્લામાં ખરીફ ઋતુ દરમિયાન સરેરાશ 2,87,000 હેક્ટરમાં વાવેતર થતું હોય છે, પરંતુ વરસાદના અભાવે હાલના તબક્કે માત્ર 43,000 હેક્ટર જેટલા સીમિત વિસ્તારમાં જ વાવેતર નોંધાયું છે. હાલ જે કંઈ પણ વાવેતર થયું છે તે તમામ કૂવા કે બોરવેલ જેવા પિયત સ્ત્રોતો પર આધારિત છે. ગત વર્ષે આ જ સમયગાળામાં 17% અને આ વર્ષે માત્ર 2.77% જેટલો જ નહિવત વરસાદ જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલે આંકડાકીય વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન જિલ્લામાં 17% જેટલો વરસાદ થઈ ચૂક્યો હતો, જેની સામે ચાલુ સાલે અત્યાર સુધી માત્ર 2.77% જેટલો જ નહિવત વરસાદ નોંધાયો છે. સમગ્ર જિલ્લામાં માત્ર સતલાસણા તાલુકામાં જ સારો વરસાદ થયો છે, જ્યારે બાકીના તમામ વિસ્તારો હજુ પણ મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. હાલના વાવેતરની સ્થિતિ જોઈએ તો જિલ્લામાં બીટી કપાસનું 27,000 હેક્ટર, જુવાર-ઘાસચારાનું 7.9000હેક્ટર અને મગફળીનું 3,800 હેક્ટરમાં વાવેતર થયું છે, આ ઉપરાંત કેટલાક સીમિત વિસ્તારોમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. ટપક અથવા ફુવારા પિયત પદ્ધતિનો મહત્તમ ઉપયોગ કરવા ખેતીવાડી વિભાગની સૂચના વરસાદ ખેંચાવાના કારણે ઊભા પાકને સુકાતો બચાવવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સતત પિયત આપવાની ભલામણ કરવામાં આવી છે. આ સાથે જ પાણીની તંગીને પહોંચી વળવા અને પાણીનો બગાડ અટકાવવા માટે આકસ્મિક પાક આયોજનના ભાગરૂપે ટપક અથવા ફુવારા પિયત પદ્ધતિનો મહત્તમ ઉપયોગ કરવા જણાવાયું છે. વિભાગ દ્વારા તૈયાર કરાયેલા કન્ટીજન્સી એટલે કે આકસ્મિક પ્લાન મુજબ જો ૫ જુલાઈ સુધીમાં વરસાદ થાય તો ખેડૂતોએ અડદ અથવા ઘાસચારા જેવા ટૂંકા ગાળાના પાકોનું વાવેતર કરવું જોઈએ. જો તેનાથી પણ વધુ લેટ વરસાદ થાય તો ખેડૂતોને દીવેલા જેવા ઓછા પાણીએ થતા પાકો તરફ વળવાની સલાહ આપવામાં આવી છે. વરસાદ લાંબો સમય ખેંચાતા ખેડૂતો પરેશાન ખેતીવાડી અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે, વરસાદ લાંબો સમય ખેંચાવાને કારણે ખેડૂતોને મોટર ચલાવવાનો અને પિયત આપવાનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી શકે છે, જે આર્થિક બોજ સમાન સાબિત થશે. આ ઉપરાંત, જો નવું વાવેતર વધુ મોડું થશે તો આગામી સમયમાં પાકના કુલ ઉત્પાદન પર પણ તેની માઠી અસર જોવા મળી શકે છે. હાલની કપરી પરિસ્થિતિને ધ્યાને રાખીને ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના તમામ ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં શિવાજી મહારાજની પ્રતિમાનું ખાતમુહૂર્ત:બંબાખાના વિસ્તારમાં ₹24.51 લાખના ખર્ચે સર્કલ બનશે
    Next Article
    Ex-Ram Mandir Official Champat Rai Grilled, Denies Role In Donation Theft

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment