Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ટોક્સિક'ની કમાણીમાં સતત ઘટાડો:ચોથા દિવસે ₹24.50 કરોડ કમાયા; પહેલા દિવસની સરખામણીમાં કલેક્શનમાં 75.8%નો ઘટાડો

    9 hours ago

    યશ અભિનીત ફિલ્મ ‘ટોક્સિક’ની બોક્સ ઓફિસ કમાણીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ફિલ્મે પહેલા દિવસે લગભગ ₹101.10 કરોડની ઓપનિંગ કરી હતી, પરંતુ તે પછી કલેક્શન ઝડપથી નીચે આવ્યું. બીજા દિવસે ફિલ્મે ₹37.65 કરોડ, ત્રીજા દિવસે ₹27.20 કરોડ અને ચોથા દિવસે લગભગ ₹24.50 કરોડનું ઇન્ડિયા નેટ કલેક્શન કર્યું. એટલે કે ચોથા દિવસે પણ ફિલ્મની કમાણી પહેલા દિવસની સરખામણીમાં ઘણી ઓછી રહી. જણાવી દઈએ કે ચોથા દિવસે ‘ટોક્સિક’ની કમાણી પહેલા દિવસની સરખામણીમાં લગભગ 75.8% ઘટી ગઈ. ચાર દિવસમાં ફિલ્મનું કુલ ઇન્ડિયા નેટ કલેક્શન લગભગ ₹190.45 કરોડ પહોંચી ગયું છે. હિન્દી અને સાઉથ બંને માર્કેટમાં કમાણી ઘટી જણાવી દઈએ કે ફિલ્મના કલેક્શનમાં ઘટાડો થવાનું એક મોટું કારણ ઘણા દર્શકોએ ફિલ્મની વાર્તાને નબળી ગણાવી છે. ફિલ્મની લંબાઈ પણ ચર્ચામાં છે. ‘ટોક્સિક’ લગભગ 3 કલાક 14 મિનિટ લાંબી છે. આટલી લાંબી ફિલ્મમાં વાર્તા દર્શકોને જકડી રાખે તે જરૂરી છે. પરંતુ ઘણા દર્શકોને ફિલ્મ કેટલાક ભાગોમાં ધીમી લાગી. મુખ્યત્વે યશ સાઉથના સુપરસ્ટાર છે. જોકે, તેમની ફિલ્મના સાઉથના રાજ્યો (જેમ કે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કેરળ)માં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે. હિન્દીમાં ફિલ્મે પહેલા દિવસે ₹55 કરોડ કમાયા હતા. બીજા દિવસે આ કમાણી ઘટીને ₹24.25 કરોડ થઈ ગઈ. ત્રીજા દિવસે હિન્દીમાં ₹19.75 કરોડ અને ચોથા દિવસે માત્ર ₹15.50 કરોડનું કલેક્શન થયું. કન્નડમાં પહેલા દિવસે ફિલ્મે ₹23.30 કરોડ કમાયા હતા. બીજા દિવસે તે ઘટીને ₹8.50 કરોડ અને ત્રીજા દિવસે ₹5 કરોડ થઈ ગયું. ચોથા દિવસે કન્નડમાં ₹6.60 કરોડની કમાણી થઈ. તેલુગુમાં પહેલા દિવસે ₹16 કરોડની સરખામણીમાં બીજા દિવસે માત્ર ₹3 કરોડ આવ્યા. ત્રીજા અને ચોથા દિવસે કલેક્શન ₹1.50 કરોડ રહ્યું. તમિલમાં પણ પહેલા દિવસના ₹5.50 કરોડની સરખામણીમાં ચોથા દિવસે કમાણી માત્ર ₹75 લાખ રહી. મલયાલમમાં પહેલા દિવસે ₹1.30 કરોડ પછી ચોથા દિવસે માત્ર ₹15 લાખ મળ્યા. જ્યારે 'ટોક્સિક'ની સતત ઘટતી કમાણી વચ્ચે ફિલ્મ વિવેચક કમાલ રાશિદ ખાન (KRK)એ ફિલ્મને લઈને લખ્યું, ફિલ્મના OTT રાઇટ્સ રિલીઝ પહેલાં વેચાયા ન હતા. હવે કોઈ પણ OTT પ્લેટફોર્મ તેના રાઇટ્સ માટે ₹25 કરોડથી વધુ આપવા તૈયાર નહીં હોય. એટલે કે ફિલ્મમાંથી કુલ રિકવરી લગભગ ₹150 કરોડ જ થઈ શકે છે. આવા સંજોગોમાં પ્રોડ્યુસર્સને ₹500 કરોડથી વધુનું નુકસાન થવાની આશંકા છે. જોકે, KRKના આ દાવાને દિવ્ય ભાસ્કર પુષ્ટિ કરતું નથી.
    Click here to Read More
    Previous Article
    ઘર બહાર પાર્ક કરેલી રિક્ષામાં અજાણ્યા શખ્સે આગ લગાવી, CCTV:લિંબાયતમાં મોડી રાતે કાપડ ભરેલું પોટલું નાખી સળગાવી દીધી, રોજીરોટી છીનવાતાં પરિવાર મુશ્કેલીમાં
    Next Article
    પાટણમાં વન્યપ્રાણીએ 15થી વધુ લોકોને બચકાં ભર્યા:બાળકીનો ગાલ ફાડી ખાધો તો વૃદ્ધાની માથાના વાળ સાથે ચામડી ખેંચી કાઢી, વૌવા ગામમાં ભયનો માહોલ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment