Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં યુથ કોંગ્રેસના મિત દેસાઈની સતત બીજા દિવસે ભૂખ હડતાળ:વશિયર-નાનકવાડા બ્રિજ મુદ્દે કોંગ્રેસની આક્રમક આંદોલનની ચીમકી, 15 ઓગસ્ટે ધ્વજવંદન બાદ બેઠક

    2 weeks ago

    વલસાડના વશિયર અને નાનકવાડા ગામને જોડતા નવનિર્મિત બ્રિજના મુદ્દે વલસાડ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ મિત દેસાઈ ભૂખ હડતાળ પર ઉતર્યા છે. પ્રજાના ટેક્સના પૈસાના કથિત દુરુપયોગ સામે આ આંદોલનનો આજે બીજો દિવસ છે. આંદોલનના બીજા દિવસે પણ વહીવટી તંત્ર કે શાસક પક્ષ તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. તંત્ર દ્વારા ભૂખ હડતાળ પર બેઠેલા કાર્યકરોની કોઈ તબીબી તપાસ કે મુલાકાત પણ લેવામાં આવી નથી. આજ રોજ વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલે ભૂખ હડતાળની છાવણીની મુલાકાત લીધી હતી. તેમણે મિત દેસાઈ અને અન્ય આંદોલનકારીઓને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. આ તકે કિશન પટેલે શાસક ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, શહેરમાં જ્યાં હજારો લોકોની અવરજવર થાય છે ત્યાં બ્રિજ બનતા નથી, પરંતુ ભાજપ સરકાર પોતાના વ્યક્તિગત અને રાજકીય લાભ માટે કામ કરે છે. તેમણે ભ્રષ્ટાચાર અને લાભાર્થીઓને સાચવવાનો આરોપ લગાવ્યો હતો. પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, ૧૫મી ઓગસ્ટે ધ્વજવંદન બાદ કોંગ્રેસ આ મુદ્દે મહત્વની બેઠક યોજીને આંદોલનને વધુ ઉગ્ર બનાવશે. જરૂર પડશે તો આ મુદ્દાને કોર્ટ સુધી પણ લઈ જવામાં આવશે. બીજી તરફ, ભૂખ હડતાળ પર બેઠેલા યુથ કોંગ્રેસ પ્રમુખ મિત દેસાઈએ જણાવ્યું હતું કે, ૨૪ કલાકથી વધુ સમય વીતી જવા છતાં અને તંત્રને અગાઉથી જાણ કરી હોવા છતાં અત્યાર સુધી કોઈ સરકારી ડોક્ટર તેમની કે તેમના સાથીઓની તબીબી તપાસ માટે આવ્યા નથી. મિત દેસાઈએ ચેતવણી આપતા કહ્યું હતું કે, જો તેમને કે તેમના સાથી સભ્યોમાંથી કોઈને પણ સ્વાસ્થ્ય સંબંધિત કંઈ પણ થશે તો તેની તમામ જવાબદારી વલસાડ જિલ્લા કલેક્ટર નિતિન સાંગવાનની રહેશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, જ્યાં સુધી પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ ભૂખ હડતાળ ચાલુ જ રહેશે. આંદોલનકારીઓની મુખ્ય માંગ વશિયર-નાનકવાડા બ્રિજ નિર્માણ અને પ્રજાના ટેક્સના પૈસાના કથિત દુરુપયોગને અટકાવવા અંગેની છે.
    Click here to Read More
    Previous Article
    તાપી કલેક્ટર દ્વારા નવનિયુક્ત તલાટીઓને પ્રશસ્તિપત્ર એનાયત કર્યા:આદિવાસી વિસ્તારની સમસ્યાઓ ત્વરિત ઉકેલવા 'ટીમ તાપી'ની ભાવના પર ભાર
    Next Article
    ભરૂચમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી:1947ના વિભાજનની વેદના અને બલિદાનને યાદ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment