Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચારુસેટના વૈજ્ઞાનિકને બાયોમેડિકલ રિસર્ચ માટે ₹65 લાખથી વધુની ગ્રાન્ટ:અલ્ઝાઇમર, ડાયાબિટીસ જેવા ગંભીર રોગોની સારવાર વિકસાવવા થશે ઉપયોગ

    2 दिन पहले

    ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન પી.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સિસ (PDPIAS)ના બાયોલોજિકલ સાયન્સીસ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રીતુ વાર્શ્નેયને બાયોમેડિકલ સંશોધન માટે ગુજરાત અને ભારત સરકાર તરફથી કુલ રૂ. 65 લાખથી વધુની બે પ્રતિષ્ઠિત રિસર્ચ ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે. આ ગ્રાન્ટ અલ્ઝાઇમર, પાર્કિન્સન, ડાયાબિટીસ અને વૃદ્ધાવસ્થા સંબંધિત ગંભીર રોગોના અભ્યાસ અને સંભવિત સારવાર વિકસાવવા માટે ઉપયોગી થશે. ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશન (GSBTM) દ્વારા રૂ. 59.70 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ ગ્રાન્ટ હેઠળ અલ્ઝાઇમર, પાર્કિન્સન, ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગો સાથે સંકળાયેલી ઓટોફેજી પ્રક્રિયા પર સંશોધન હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં IIT રૂરકીના પ્રોફેસર પાર્થ રોય સહ-સંશોધક તરીકે જોડાયા છે. આ ઉપરાંત, ભારત સરકારની અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (ANRF) દ્વારા રૂ. 5.97 લાખની ગ્રાન્ટ પણ આપવામાં આવી છે. આ ભંડોળનો ઉપયોગ અલ્ઝાઇમર રોગમાં મગજના પ્રોટીનમાં થતા હાનિકારક ફેરફારો અને તેની નવી સારવાર વિકસાવવા માટેના સંશોધન માટે થશે. આ પ્રોજેક્ટનું નેતૃત્વ IIT ગાંધીનગરના ડૉ. શરદ ગુપ્તા કરશે, જ્યારે ડૉ. રીતુ વાર્શ્નેય કો-પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે કાર્યરત છે. ડૉ. રીતુ વાર્શ્નેયે જણાવ્યું હતું કે,"આ સંશોધનનો મુખ્ય હેતુ અલ્ઝાઇમર, ડાયાબિટીસ અને વૃદ્ધાવસ્થા સાથે સંકળાયેલા ગંભીર રોગો માટે નવી સારવાર વિકસાવવામાં મદદરૂપ થાય તેવા આધુનિક રિસર્ચ ટૂલ્સ તૈયાર કરવાનો છે. આ સંશોધન ભારતની બાયોમેડિકલ ઇનોવેશન ક્ષમતાને મજબૂત બનાવવાની સાથે ભાવિ દર્દીઓ માટે વધુ અસરકારક આરોગ્યલક્ષી ઉકેલો વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે."
    Click here to Read More
    Previous Article
    મનપાની 15 સમિતિઓના ચેરમેનોએ વિધિવત ચાર્જ સંભાળ્યો:હવે પ્રજાના કામો વેગવંતા બનશે, મેયરે કહ્યું-એક હાથ કરતાં અનેક હાથથી કામગીરી ઝડપી બને છે
    Next Article
    હેલ્પ્સ ફાઉન્ડેશને જરૂરિયાતમંદ બહેનોને રાશન કીટનું વિતરણ કર્યું:જેઠ સુદ તેરસના પવિત્ર દિવસે થરાદમાં સેવાકાર્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment