Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્રના ALMM-II નિયમથી સોલાર સેક્ટરમાં કટોકટી:દ. ગુજરાતમાં રૂ.1500 કરોડના કોન્ટ્રાક્ટ રદ, દેશમાં 15 લાખથી વધુ લોકોની નોકરી ખતરામાં; PMને રજૂઆત કરશે

    2 days ago

    કેન્દ્ર સરકાર દ્વારા સોલાર ઉદ્યોગ માટે જાહેર કરાયેલા કડક નિયમોના કારણે સમગ્ર દેશ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સોલાર સેક્ટરમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સરકાર દ્વારા 1 જૂન, 2026થી ફરજિયાત કરાયેલા ALMM-II (એપ્રૂવ્ડ લિસ્ટ ઓફ મોડ્યૂલ મેન્યુફેક્ચર) યાદીના નિયમોના લીધે સ્થાનિક ઉદ્યોગકારો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. બજારમાં પૂરતા પ્રમાણમાં સ્થાનિક એટલે કે ડોમેસ્ટિક સોલાર સેલ ઉપલબ્ધ ન હોવાને કારણે માત્ર દક્ષિણ ગુજરાતમાં જ અંદાજે રૂ. 1500 કરોડના આગમ સોદા અને કોન્ટ્રાક્ટ રદ થઈ ચૂક્યા છે. આ આકરા નિયમોના કારણે ઉદ્યોગકારોને મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, જેને પગલે સોલાર પેનલમાં ડોમેસ્ટિક સેલ વાપરવાનો અમલ ઓછામાં ઓછો 1 વર્ષ કે 18 મહિના સુધી મોકૂફ રાખવા માટે ઉદ્યોગ જગત દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગકારોની તાકીદની બેઠક નવા નિયમોથી ઊભી થયેલી કટોકટીને પગલે શુક્રવારે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) ખાતે દક્ષિણ ગુજરાતના સોલાર પેનલ ઉત્પાદકો, EPC (એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્ટ્રક્શન) કોન્ટ્રાક્ટરો અને પ્રોજેક્ટ ડેવલપરોની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોએ એકસૂરે ચિંતા વ્યક્ત કરી હતી કે, પૂરતી તૈયારી વિના લાદવામાં આવેલા આ નિયમો સ્થાનિક ઉદ્યોગોને NPA (નોન-પર્ફોર્મિંગ એસેટ્સ) તરફ ધકેલી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં આ નિયમોની સીધી અસર હેઠળ અંદાજે 500 મેગાવોટ જેટલા મોટા સોલાર પ્રોજેક્ટ્સ હાલ અધ્ધરતાલ થઈ ગયા છે અને કામકાજ ઠપ્પ થવાની આરે આવી ગયું છે. ગુજરાત પર સૌથી ગંભીર અસરો કેમ? ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલાએ બેઠકમાં વિગતો આપતા જણાવ્યું કે, દેશના કુલ સોલાર પેનલ ઉત્પાદકો પૈકી 60 ટકા ઉત્પાદકો એકલા ગુજરાતમાં કાર્યરત છે. એટલું જ નહીં, ગુજરાતના આ 60 ટકામાંથી પણ 70 ટકા જેટલા સોલાર પેનલ ઉત્પાદકો માત્ર દક્ષિણ ગુજરાત અને સુરતમાં પોતાના ઉદ્યોગો સ્થાપીને બેઠા છે. સુરતમાં ગોલ્ડી સોલાર, રાઇઝોન સોલાર, વારી સોલાર, સોલેક્સ, એવીટાસ્ક અને કોસ્મોસ જેવી ભારતભરની નામાંકિત અને મોટી સોલાર કંપનીઓ આવેલી છે. આ ભૌગોલિક સ્થિતિને કારણે કેન્દ્ર સરકારના આ કડક કાયદાની સૌથી ગંભીર અને વિપરીત અસર સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના અર્થતંત્ર પર પડવાની પૂરેપૂરી સંભાવના છે. માગ અને પુરવઠા વચ્ચે આકાશ-પાતાળનો તફાવત સોલાર સેક્ટરમાં હાલમાં માગ અને પુરવઠા વચ્ચે બહુ મોટું અંતર જોવા મળી રહ્યું છે. દેશમાં વાર્ષિક સોલાર પેનલનું કુલ ઉત્પાદન 170 ગીગાવોટ અને કુલ ડિમાન્ડ 70 ગીગાવોટની આસપાસ છે. આ ડિમાન્ડ સામે ભારતમાં ઉત્પાદિત થનારા ડોમેસ્ટિક સોલાર સેલની કાગળ પરની ક્ષમતા 28.5 ગીગાવોટ છે, પરંતુ વાસ્તવિક કે રિયલ ઉત્પાદન ક્ષમતા જોવા જઈએ તો તે માત્ર 15થી સાડા 15 ગીગાવોટ જેટલી જ છે. જ્યારે ઉદ્યોગકોને હાલમાં તાતી જરૂરિયાત 60 ગીગાવોટની છે. આનો અર્થ એ થાય કે આપણે હજુ આપણી કુલ જરૂરિયાતના 50 ટકાની આજુબાજુ પણ પહોંચી શક્યા નથી. આટલી ઓછી કેપેસિટી વચ્ચે સ્થાનિક સ્તરેથી મસમોટી માગ કેવી રીતે પૂરી કરવી તે ઉદ્યોગકારો માટે યક્ષપ્રશ્ન બન્યો છે. ‘સરકારના નિર્ણયનો વિરોધ નથી, પણ સમય આપવો જરૂરી’ ઉદ્યોગકારોનું કહેવું છે કે, તેઓ સરકારના આત્મનિર્ભર ભારતના વિઝન કે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના નિર્ણયની વિરુદ્ધમાં નથી. સ્થાનિક ઉત્પાદકો મજબૂત બને તે નિર્ણય ખરેખર સરાહનીય છે. પરંતુ બજારમાં કાચો માલ એટલે કે સોલાર સેલ સફિશિયન્ટ માત્રામાં ઉપલબ્ધ જ ન હોય ત્યારે સીધેસીધો આવો કડક નિયમ લાગુ કરવો વ્યવહારુ નથી. આથી જ ચેમ્બર અને એસોસિએશન દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે કે, આ નિયમમાં 8 મહિનાથી લઈને 1 વર્ષ સુધીનું એક્સટેન્શન (મુદત વધારો) આપવામાં આવે. જો આટલો સમય મળી જાય તો સ્થાનિક મલ્ટીપલ કંપનીઓ પોતાનું પ્રોડક્શન વધારી શકશે અને બજારમાં ડિમાન્ડ-સપ્લાયનું સંતુલન જળવાઈ રહેશે. લાખો શ્રમિકોની રોજગારી છીનવાઈ જવાનો મોટો ભય અશોક જીરાવાલાના જણાવ્યા મુજબ, અપૂરતા પુરવઠા અને રદ થઈ રહેલા કોન્ટ્રાક્ટ્સના કારણે નાના અને મધ્યમ કક્ષાના (MSME) સોલાર એકમો બંધ થવાની અણી પર આવી જશે, જેની સીધી આડઅસર રોજગારી પર પડશે. આખા ભારતભરની સોલાર ઉત્પાદક કંપનીઓ આ સમસ્યાથી પીડાઈ રહી છે. જો સરકાર દ્વારા સમયસર કોઈ નરમ વલણ અપનાવવામાં નહીં આવે, તો ગુજરાતમાં અંદાજે 2 લાખ જેટલા સોલાર ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો અને દેશભરમાં સોલાર EPC ક્ષેત્રે કામ કરતા કુલ 15 લાખથી વધુ શ્રમિકો તેમજ આ ઉદ્યોગથી આજીવિકા મેળવતા સાડા 3 લાખ જેટલા લોકો પર બેરોજગારીની કુહાડી ફરે તેવી ભીતિ સેવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી રજૂઆત કરવાની તૈયારી એક તરફ ભારત સરકારે દેશમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી (ગ્રીન એનર્જી) ઉત્પાદન કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે, ત્યારે બીજી તરફ આવા વ્યવહારિક મુશ્કેલીઓ ઉભી કરતા નિયમોના લીધે ઉત્પાદન સાવ ઘટી જાય તેવી સ્થિતિ પેદા થઈ છે. આ અસંગતતાને દૂર કરવા અને સ્થાનિક ઉદ્યોગકો તેમજ લાખો પરિવારોના હિતના રક્ષણ માટે ચેમ્બર ઓફ કોમર્સ ખૂબ જ ગંભીર છે. સોલાર સેક્ટરની આ સંવેદનશીલ અને ગંભીર સમસ્યાઓ બાબતે ચેમ્બર દ્વારા ટૂંક સમયમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ઉર્જા મંત્રાલય સુધી વિગતવાર રજૂઆત મોકલવામાં આવશે, જેથી ઉદ્યોગને નવું બળ મળી શકે.
    Click here to Read More
    Previous Article
    જામનગર નજીક 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર ઝડપાયો:CCTV અને મોબાઈલ લોકેશનના આધારે દબોચી આરોપીને જેલહવાલે કર્યો, જીજી હોસ્પિટલમાંથી માસૂમને રજા અપાઈ
    Next Article
    મનપાની 15 સમિતિઓના ચેરમેનોએ વિધિવત ચાર્જ સંભાળ્યો:હવે પ્રજાના કામો વેગવંતા બનશે, મેયરે કહ્યું-એક હાથ કરતાં અનેક હાથથી કામગીરી ઝડપી બને છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment