Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર નજીક 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર ઝડપાયો:CCTV અને મોબાઈલ લોકેશનના આધારે દબોચી આરોપીને જેલહવાલે કર્યો, જીજી હોસ્પિટલમાંથી માસૂમને રજા અપાઈ

    2 days ago

    જામનગર નજીક આવેલા એક ઔદ્યોગિક વસાહત વિસ્તારમાં શ્રમિક પરિવારની 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ગંભીર ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીની ધરપકડ કરી તેને જેલહવાલે કર્યો છે. CCTV અને મોબાઈલ લોકેશનના આધારે આરોપીને પોલીસે દબોચ્યો હતો. જ્યારે માસૂમ બાળકીને મેડિકલ અને સારવાર બાદ જીજી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. એકાંત સ્થળે લઈ જઈ કૃત્ય આચર્યું પ્રાથમિક વિગતો અનુસાર, ઔદ્યોગિક વિસ્તારના એક ગામમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક પરિવારની 5 વર્ષની માસૂમ બાળકી જ્યારે ગામમાં હતી, ત્યારે ત્યાં જ રહેતા એક 35 વર્ષીય શખસે તેને એકાંત સ્થળે લઈ જઈ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પીડિતાના પરિવારે તાત્કાલિક પંચકોશી B-ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. ટેક્નિકલ ઇન્ટેલિજન્સની મદદથી આરોપી ઝડપાયો ભોગ બનનાર બાળકીની માતાની ફરિયાદના આધારે પંચકોશી B-ડિવિઝન પોલીસ તુરંત એક્શન મોડમાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળની આસપાસના CCTV કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા અને મોબાઈલ લોકેશન તેમજ ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને ટૂંક સમયમાં જ ઝડપી પાડ્યો હતો. બીજી તરફ, પીડિત બાળકીને તાત્કાલિક તબીબી પરીક્ષણ અને સારવાર માટે જામનગરની G.G. હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી. પોક્સો હેઠળ ગુનો દાખલ આ અંગે પંચકોશી B-ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વીરેન રાઠોડ અને તેમની ટીમે આરોપી વિરુદ્ધ બળાત્કાર તેમજ પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી અદાલતે તેને જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે. માસૂમ બાળકી સાથે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પંજાબી યુવકે અમેરિકન કપલ સાથે મારામારી કરી:પહેલા ધક્કા-મુક્કી, પછી રોડ વચ્ચે લાતો અને થપ્પડ માર્યા; VIDEO સામે આવ્યો
    Next Article
    કેન્દ્રના ALMM-II નિયમથી સોલાર સેક્ટરમાં કટોકટી:દ. ગુજરાતમાં રૂ.1500 કરોડના કોન્ટ્રાક્ટ રદ, દેશમાં 15 લાખથી વધુ લોકોની નોકરી ખતરામાં; PMને રજૂઆત કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment