Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘર બહાર પાર્ક કરેલી રિક્ષામાં અજાણ્યા શખ્સે આગ લગાવી, CCTV:લિંબાયતમાં મોડી રાતે કાપડ ભરેલું પોટલું નાખી સળગાવી દીધી, રોજીરોટી છીનવાતાં પરિવાર મુશ્કેલીમાં

    9 hours ago

    સુરતના લિંબાયતમાં અસામાજિક તત્ત્વોનો આતંક સામે આવ્યો છે. ગાંધી ચોક, કુબા મસ્જિદ નજીક પાર્ક કરેલી એક પેસેન્જર રિક્ષાને મોડી રાત્રે અજાણ્યા શખ્સે સળગાવી દીધી હતી. આગ એટલી વિકરાળ હતી કે રિક્ષા બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે ફૂટેજના આધારે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. માથા પર પોટલું મૂકી આવી રિક્ષામાં ફેંક્યું અને આગ લગાવી મોડી રાત્રે(30 ઓગસ્ટ) અંદાજે પોણા ચાર વાગ્યાની આસપાસ એક અજાણ્યો શખ્સ માથા પર કાપડનું મોટું પોટલું લઈને આવતો જોવા મળે છે. ત્યારબાદ તે રિક્ષાના પાછળના ભાગમાં પોટલું મૂકે છે. ત્યારબાદ પોટલામાં આગ ચાંપી પલભરમાં ત્યાંથી ફરાર થઈ જાય છે. જોતજોતામાં રિક્ષામાં ભીષણ આગ લાગી ગઈ હતી અને બળી ગઈ હતી. રોજીરોટી છીનવાઈ જતાં પરિવાર મુશ્કેલીમાં ભોગ બનનાર રિક્ષાચાલક ઝુબેર પટેલે જણાવ્યું હતું કે, તેઓ આ રિક્ષા ચલાવીને જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એકમાત્ર કમાણીનું સાધન બળી જતાં પરિવાર પર આર્થિક સંકટ આવી પડ્યું છે. તેમણે લિંબાયત પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી ન્યાયની માગ કરી છે અને આરોપી સામે કડક પગલાં ભરવા રજૂઆત કરી છે. અંગત અદાવત કે અન્ય કોઈ કારણ?, તપાસ શરૂ બનાવની જાણ થતાં જ લિંબાયત પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ કબજે કરીને અજાણ્યા શખ્સની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. આ આગચંપી પાછળ કોઈ જૂની અદાવત છે, કોઈ પારિવારિક વિવાદ છે કે પછી માત્ર દહેશત ફેલાવવાનો ઈરાદો હતો તે તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ટ્રેલર-બાઇક અકસ્માત, 34 વર્ષીય યુવકનું મોત:બામરોલી રોડ પર મોડી રાત્રે ઘટના, પોલીસે તપાસ શરૂ કરી
    Next Article
    'ટોક્સિક'ની કમાણીમાં સતત ઘટાડો:ચોથા દિવસે ₹24.50 કરોડ કમાયા; પહેલા દિવસની સરખામણીમાં કલેક્શનમાં 75.8%નો ઘટાડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment