Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ટ્રેલર-બાઇક અકસ્માત, 34 વર્ષીય યુવકનું મોત:બામરોલી રોડ પર મોડી રાત્રે ઘટના, પોલીસે તપાસ શરૂ કરી

    9 hours ago

    ગોધરાના બામરોલી રોડ વિસ્તારમાં મોડી રાત્રે ટ્રેલર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 34 વર્ષીય યુવકનું મૃત્યુ થયું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવકની ઓળખ ગોધરાના શહેરા ભાગોળ પાવર હાઉસ વિસ્તારમાં રહેતા બલરામ માનસિંગભાઈ ભોઈ (ઉંમર 34) તરીકે થઈ છે. બલરામ ભોઈ પોતાની બાઇક પર બામરોલી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ટ્રેલર સાથે તેમની બાઇક અથડાઈ હતી. આ અકસ્માતમાં તેમને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ટ્રેલર ચાલક વિરુદ્ધ વધુ તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાને કારણે મૃતકના પરિવારજનો અને શહેરા ભાગોળ વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટવાસીઓ માટે રાહતનાં સમાચાર:ન્યારી ડેમમાં નર્મદાનાં નીર ઠાલવવાનું શરૂ, ટૂંક સમયમાં આજીડેમમાં પણ સૌની યોજનાનાં પાણી શરૂ કરાશે, ઉનાળામાં પીવાના પાણીની મુશ્કેલી પડશે નહીં
    Next Article
    ઘર બહાર પાર્ક કરેલી રિક્ષામાં અજાણ્યા શખ્સે આગ લગાવી, CCTV:લિંબાયતમાં મોડી રાતે કાપડ ભરેલું પોટલું નાખી સળગાવી દીધી, રોજીરોટી છીનવાતાં પરિવાર મુશ્કેલીમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment