Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુન્દ્રામાં સામાન્ય અકસ્માતની બબાલે લીધો હિંસક વળાંક:યુવાને એક આંખની રોશની ગુમાવી : ત્રણ સામે ફરિયાદ

    1 week ago

    મુન્દ્રાના પ્રાગપર સર્વિસ રોડ નજીક વાહન અકસ્માત બાદ થયેલી સામાન્ય બોલાચાલી હિંસક હુમલામાં પરિણમતા એક યુવાને પોતાની જમણી આંખની દૃષ્ટિ કાયમ માટે ગુમાવવાનો વારો આવ્યો છે. આ મામલે મુન્દ્રા પોલીસે મુખ્ય આરોપી જયપાલસિંહ અને તેના બે અજાણ્યા સાગરીતો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આઈસીડી ટ્રાન્સપોર્ટમાં મિકેનિક તરીકે ફરજ બજાવતા મહંમદઅલી કંપનીની બોલેરો ગાડી લઈને પ્રાગપર તરફ જઈ રહ્યા હતા ત્યારે એક બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ થયેલી બોલાચાલી દરમિયાન બાઈક ચાલકે ગાળાગાળી કરી બોલેરોની ચાવી કાઢી લીધી અને કિરણ લોજિસ્ટિક્સ ખાતે આવીને ચાવી લઈ જવાની ધમકી આપી હતી. બાદમાં મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા મહંમદઅલીના સહકર્મીઓ પ્રદીપ અને સંદીપ ત્યાં પહોંચ્યા હતા. જોકે, બાઈક ચાલકે પોતાના અન્ય સાગરીતોને બોલાવી લીધા હતા. થોડી વારમાં બે શખ્સો ધોકા લઈને આવ્યા અને કોઈ ચર્ચા કર્યા વગર હુમલો શરૂ કરી દીધો હતો. હુમલાખોરોએ સંદીપ પર લાકડાના ધોકાથી હુમલો કરતાં તેની પીઠ અને જમણી આંખના ભાગે ઈજા પહોંચી હતી. આંખમાં સીધો ફટકો વાગતા સંદીપ ગંભીર રીતે ઘવાયો જેથી તેને તાત્કાલિક મુન્દ્રાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે ભુજ અને ત્યારબાદ અમદાવાદ રિફર કરાયો હતો. તબીબી તપાસમાં ખુલાસો થયો કે, ગંભીર ઈજાના કારણે સંદીપની જમણી આંખ ફૂટી ગઈ હતી અને તેણે કાયમ માટે તે આંખની દૃષ્ટિ ગુમાવી હતી. તપાસ દરમિયાન ફરિયાદીએ ફોટોગ્રાફ પરથી હુમલાખોર તરીકે કિરણ લોજિસ્ટિક્સમાં કામ કરતા જયપાલસિંહને ઓળખી કાઢ્યો હતો.મુન્દ્રા પોલીસે વિવિધ ગંભીર કલમો તળે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:ઓપરેશન મિલાપ : 34 પરિવારોના ચહેરા પર ફરી સ્મિત
    Next Article
    બદલી અને બઢતીના આદેશો જારી:ભુજ, રાપર અને અબડાસામાં નવા જમીન દફતર નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment