Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાવજમાં ₹2.45 કરોડના 6 સી.સી. રોડનું ખાતમુહૂર્ત:મુખ્યમંત્રી નોન-પ્લાન યોજના હેઠળ માર્ગ સુવિધા મજબૂત બનશે

    1 day ago

    ભરૂચ તાલુકાના ઝડપથી વિકસતા ચાવજ ગામમાં માર્ગ સુવિધાને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારની મુખ્યમંત્રી નોન-પ્લાન માર્ગ યોજના હેઠળ રૂપિયા 2 કરોડ 45 લાખના ખર્ચે 6 સી.સી. રોડના કામોનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યોથી ગામની વિવિધ સોસાયટીઓમાં રહેતા હજારો નાગરિકોને અવરજવરની વધુ સારી સુવિધા મળશે. ચાવજ ગ્રામ પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ સોસાયટીઓમાં લાંબા સમયથી રસ્તાની સમસ્યા હતી. હવે મંજૂર થયેલી ગ્રાન્ટ હેઠળ રાધે રેસીડેન્સી સહિત ચાવજ-પાલેજ મુખ્ય માર્ગથી શ્રીવિલા તરફ જતો માર્ગ સહિત કુલ 6 રસ્તાઓને સી.સી. રોડમાં પરિવર્તિત કરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ચાવજ ગામ ઝડપથી શહેરી સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. સરકાર દ્વારા તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે ગામમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું કામ લગભગ પૂર્ણતાના આરે છે, જ્યારે પીવાના પાણીની યોજના અંતિમ તબક્કામાં પહોંચી છે અને આગામી 15 દિવસથી એક મહિનામાં પાણી પુરવઠો શરૂ કરવાની તૈયારી છે. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે ચોમાસા બાદ ગામની આંતરિક શેરીઓમાં પેવર બ્લોક અને પ્રોટેક્શન વોલના નાના વિકાસ કામો પણ હાથ ધરવામાં આવશે. ઉપરાંત, ચાવજ ગામ માટે નવી માધ્યમિક શાળાની મંજૂરી પણ મળી ગઈ છે અને ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને કામગીરી શરૂ કરવામાં આવશે. ચાવજના સરપંચ પ્રવદિશ પટેલની સતત રજૂઆતોના પરિણામે આ વિકાસકાર્યોને મંજૂરી મળી હોવાનું જાણવા મળ્યું હતું. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઝાડેશ્વર જિલ્લા પંચાયત સભ્ય વિપુલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિશ્રામ ભરવાડ, ગામના ડેપ્યુટી સરપંચ સહદેવ વસાવા, માજી જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી, માજી તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, માજી જિલ્લા પંચાયત સભ્ય શૈલા પટેલ સહિતના પૂર્વ હોદ્દેદારો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, તલાટી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. રૂપિયા 2.45 કરોડના આ માર્ગ વિકાસના કામો પૂર્ણ થયા બાદ ચાવજ ગામ અને સોસાયટી વિસ્તારમાં રહેતા હજારો લોકોને ખાસ કરીને ચોમાસા દરમિયાન અવરજવરની સમસ્યામાંથી કાયમી રાહત મળશે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતની પ્રથમ ઓલ-ગર્લ્સ ટીમે માઉન્ટ ફ્રેન્ડશિપ પીક સર કર્યો:આણંદની અવની ભટ્ટ સહિત 12 યુવતીઓએ 17,350 ફૂટની ઊંચાઈ પર ઇતિહાસ રચ્યો
    Next Article
    સાબરકાંઠામાં નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ:મેડિકલ કોલેજમાં મુખ્યમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment