Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ:મેડિકલ કોલેજમાં મુખ્યમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ

    1 day ago

    સાબરકાંઠા જિલ્લામાં આજથી સાત દિવસીય 'નમો સ્વચ્છતા અભિયાન'નો પ્રારંભ થયો છે. હિંમતનગરની મેડિકલ કોલેજ ખાતે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં આ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન 1 જુલાઈથી 7 જુલાઈ સુધી ચાલશે. આ અંતર્ગત જિલ્લાના આરોગ્ય વિભાગની PHC, CHC, સિવિલ હોસ્પિટલ સહિતની વિવિધ કચેરીઓ અને જાહેર સ્થળોએ સ્વચ્છતા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. બુધવારે હિંમતનગરની મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા લેક્ચર હોલ 1 અને 2 માં 'સ્વચ્છ હોસ્પિટલ અને સ્વચ્છ સમાજ' થીમ હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધ સાદું, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરિયા, સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. આશિષ કટારકર, RMO ડૉ. વિપુલ જાની, મેડિકલ કોલેજના ડીન, હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ અરુણાબેન કડિયા, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઈ પરમાર સહિત જિલ્લા અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગરથી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા 'નમો સ્વચ્છતા અભિયાન'ના જીવંત પ્રસારણમાં બંને લેક્ચર હોલમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને મેડિકલ વિભાગના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજે સવારે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં સફાઈ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ચાવજમાં ₹2.45 કરોડના 6 સી.સી. રોડનું ખાતમુહૂર્ત:મુખ્યમંત્રી નોન-પ્લાન યોજના હેઠળ માર્ગ સુવિધા મજબૂત બનશે
    Next Article
    IndiGo Launches 'Lite' Fare For Passengers With Cabin Baggage Only

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment