Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતની પ્રથમ ઓલ-ગર્લ્સ ટીમે માઉન્ટ ફ્રેન્ડશિપ પીક સર કર્યો:આણંદની અવની ભટ્ટ સહિત 12 યુવતીઓએ 17,350 ફૂટની ઊંચાઈ પર ઇતિહાસ રચ્યો

    एक दिन पहले

    હિમાચલ પ્રદેશની પીર પંજાલ પર્વતમાળામાં આવેલા 17,350 ફૂટ ઊંચા માઉન્ટ ફ્રેન્ડશિપ પીક પર ગુજરાતની પ્રથમ 'ઓલ-ગર્લ્સ' ટીમે સફળતાપૂર્વક ચઢાણ કરીને ઇતિહાસ રચ્યો છે. આ ગૌરવપૂર્ણ અભિયાનમાં આણંદની અવની ભટ્ટનો પણ સમાવેશ થાય છે, જેમણે આ સિદ્ધિથી ચરોતર પંથકનું નામ રોશન કર્યું છે. આ ટીમે બરફથી ઢંકાયેલા જોખમી માર્ગો, પલ-પલમાં બદલાતા હવામાન, ઓક્સિજનની અછત અને દુર્ગમ ચઢાણ જેવા પડકારો વચ્ચે સફળતા મેળવી. આ ઐતિહાસિક સફળતા ગુજરાતની યુવતીઓની આત્મવિશ્વાસ અને નેતૃત્વ શક્તિનું પ્રતિક બની છે. અભિયાન માટે પસંદ થયેલી તમામ યુવતીઓએ છેલ્લા બે મહિના સુધી સઘન તાલીમ મેળવી હતી, જેમાં રનિંગ, સ્ટેમિના ટ્રેનિંગ, લોડ કેરીંગ, ટ્રેકિંગ પ્રેક્ટિસ, યોગ-પ્રાણાયામ તેમજ માઉન્ટેનિયરિંગ સંબંધિત ટેક્નિકલ પાસાઓનો સમાવેશ થતો હતો. ગત 30 મેના રોજ શરૂ થયેલા આ સાહસિક અભિયાનનું નેતૃત્વ એવરેસ્ટ વિજેતા નિશા કુમારી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ આણંદની અવની ભટ્ટ ઉપરાંત આરતી લાખોટરા, પ્રાચી અગ્રવાલ, પ્રાચી જયસિંગ, બંસી પટેલ, ધ્વનિ બલાણી, વિશ્વા કનેરિયા, વિશ્વા કાકડિયા, દિવ્યા રાઠવા, રમ્યા ચિલુવરી અને સ્નેહા ચાક સહિત કુલ 12 યુવતીઓએ આ ટ્રેકિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. આ સમગ્ર ટ્રેકિંગ અભિયાનનું આયોજન અને પ્રાયોજકત્વ ઇન્વિન્સિબલ (Invincible) NGO દ્વારા કરવામાં આવ્યું હતું. આ અભિયાન માત્ર પર્વતારોહણ પૂરતું સીમિત નહોતું, પરંતુ સામાજિક જાગૃતિનો સંદેશ પણ લઈને આવ્યું હતું. હિમાચલની ગિરિમાળાઓ વચ્ચે ટીમે “No Drugs Campaign” નો સંદેશ આપતા દેશના તમામ યુવાનોને નશા અને અન્ય વ્યસનોથી દૂર રહેવા અપીલ કરી હતી. યુવતીઓએ હાકલ કરી હતી કે દેશનો યુવા વર્ગ સાહસ, રમતગમત અને રાષ્ટ્રનિર્માણ જેવી સકારાત્મક પ્રવૃત્તિઓ તરફ વળે. આ પ્રેરણાદાયી પગલું યુવા સશક્તિકરણ, નેતૃત્વ અને સામાજિક જવાબદારીના મૂલ્યો વિકસાવવામાં મદદરૂપ થશે.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા:સુરતમાં સ્કૂલ વાન રોડમાં ખૂંપી જતા બાળકો માંડ બચ્યા, ક્રેન ખાડીમાં ફસાતા અફરાતફરી; રાજ્યમાં જૂનમાં સરેરાશ સવા ઈંચ વરસાદ
    Next Article
    ચાવજમાં ₹2.45 કરોડના 6 સી.સી. રોડનું ખાતમુહૂર્ત:મુખ્યમંત્રી નોન-પ્લાન યોજના હેઠળ માર્ગ સુવિધા મજબૂત બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment