Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાલચોંઢીમાં ₹2.43 કરોડની અદ્યતન શાળાનું લોકાર્પણ:109 વર્ષ જૂની શાળાને નવું સ્વરૂપ, 265 વિદ્યાર્થીઓને સુવિધા મળશે

    20 hours ago

    નાનાપોંઢા તાલુકાના બાલચોંઢી ગામે 80મા સ્વાતંત્ર્ય પર્વના અવસરે રૂ.2.43 કરોડના ખર્ચે નિર્માણ પામેલી અદ્યતન સરકારી પ્રાથમિક શાળાનું લોકાર્પણ આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન જે. પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી પટેલે જણાવ્યું હતું કે, બાલચોંઢીની આ શાળા 109 વર્ષ જૂની છે. તેમણે શિક્ષણની જ્યોત પ્રગટાવનાર વડીલોને નમન કરતાં યાદ કર્યું કે, વર્ષ 1956માં એક પારસી દાતાએ શાળા માટે રૂ.501નું દાન આપ્યું હતું. તે સમયે સરકારી ગ્રાન્ટની વ્યવસ્થા ન હોવાથી લોકો ફાળો એકત્ર કરીને શાળાઓ ચલાવતા હતા. મંત્રીના જણાવ્યા મુજબ, શાળાના નવા મકાન માટે સરકાર દ્વારા રૂ.1.63 કરોડ અને કંપાઉન્ડ વોલ સહિતની અન્ય સુવિધાઓ માટે રૂ.80 લાખ મળી કુલ રૂ.2.43 કરોડ ફાળવવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી સુવિધાઓ સરકારી શાળાઓમાં ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોને કારણે ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે અને ખાનગી શાળામાંથી બાળકો ફરી સરકારી શાળામાં પરત આવી રહ્યા છે. મંત્રી નરેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને મન લગાવીને અભ્યાસ કરી ઉજ્જવળ કારકિર્દી બનાવવાની અપીલ કરી હતી. તેમણે વાલીઓને પણ મહિનામાં એક વખત શાળાની મુલાકાત લઈ શિક્ષકો પાસેથી પોતાના બાળકના અભ્યાસની માહિતી મેળવવા જણાવ્યું હતું. શાળા મેનેજમેન્ટ કમિટીના સભ્યોને પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જરૂરિયાતો જાણીને તેના ઉકેલ માટે પ્રયત્નો કરવા સૂચન કર્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે, તેથી હવે ક્વોન્ટિટી આપણી પાસે છે, પરંતુ ક્વોલિટી ઉપર ભાર મૂકવાનો છે. શાળાના આચાર્ય મિતેષ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં બાલવાટિકાથી ધોરણ-8 સુધી કુલ 265 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓ માટે 9 વર્ગખંડ, કમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, રમતગમતનું મેદાન, મધ્યાહન ભોજન શેડ અને બાગ-બગીચા સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. શાળામાં 10 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન મણીલાલ ગાવિત, મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન દક્ષાબેન ચૌધરી, નાનાપોંઢા તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જયેશ ગરાસિયા, સરપંચ રાજેશ પટેલ, સંગઠન મહામંત્રી વિપુલ ભોયા સહિત વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    આઈસરની કેબિનની ડેકીમાંથી 75 હજારની ચોરી:ગંજ બજાર શાકમાર્કેટના પાર્કિંગમાં ચાલક આઈસરમાં જ સૂતા હતા'ને તસ્કર ચોરી કરી ફરાર
    Next Article
    મોરબીમાં દારૂના ગુના: 3 આરોપી પાસા હેઠળ જેલભેગા:વડોદરા અને જૂનાગઢ જેલમાં ધકેલાયા; હળવદમાં 17 વર્ષે ચોર પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment