Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં દારૂના ગુના: 3 આરોપી પાસા હેઠળ જેલભેગા:વડોદરા અને જૂનાગઢ જેલમાં ધકેલાયા; હળવદમાં 17 વર્ષે ચોર પકડાયો

    19 hours ago

    મોરબી જિલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને પાસા હેઠળ રાજ્યની જુદી જુદી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, હળવદ તાલુકા પોલીસે 17 વર્ષ જૂના વાયર ચોરીના ગુનામાં એક આરોપીને પંચમહાલ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. મોરબી અને ટંકારાના 3 દારૂડિયા સામે પાસા મંજૂર મોરબી એ ડિવિઝન પોલીસે નાની વાવડીના હાર્દિક જીતેન્દ્રભાઈ કૈલા (ઉં. 24) અને કાલિકા પ્લોટના ભુપેન્દ્ર ઉર્ફે ભુપત વાઘેલા (ઉં. 23) ને પાસા હેઠળ અટકાયત કરી અનુક્રમે વડોદરા અને જૂનાગઢ જેલ હવાલે કર્યા છે. ઉપરાંત ટંકારા પોલીસે પણ દારૂના ગુનામાં રાજકોટના અખ્તર ઉર્ફે ભાણો કચરા (ઉં. 27) ને પાસા હેઠળ વડોદરા જેલ મોકલ્યો છે. હળવદમાં 17 વર્ષ જૂના વાયર ચોરીનો આરોપી પકડાયો હળવદ તાલુકાના કેદારીયા અને રણજીતગઢ સીમમાં 30 જુલાઈ 2009 ના રોજ થાંભલા પરથી ₹1.45 લાખથી વધુ કિંમતનો 5,850 મીટર એલ્યુમિનિયમના વાયર ચોરાયો હતો. આ ગુનામાં છેલ્લા 17 વર્ષથી નાસતો ફરતો આરોપી ચીમન ઉર્ફે ટીનાભાઇ બારીયા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના વાવકુલી ખાતેથી પકડાઈ ગયો છે. પંચમહાલથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ હળવદ પોલીસે ચોક્કસ બાતમીના આધારે પંચમહાલ ખાતેથી આરોપીની અટકાયત કરી હળવદ લાવી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બાલચોંઢીમાં ₹2.43 કરોડની અદ્યતન શાળાનું લોકાર્પણ:109 વર્ષ જૂની શાળાને નવું સ્વરૂપ, 265 વિદ્યાર્થીઓને સુવિધા મળશે
    Next Article
    A Week Of Extreme Heatwave In Europe Shot Up Deaths By 16,000

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment