Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઈસરની કેબિનની ડેકીમાંથી 75 હજારની ચોરી:ગંજ બજાર શાકમાર્કેટના પાર્કિંગમાં ચાલક આઈસરમાં જ સૂતા હતા'ને તસ્કર ચોરી કરી ફરાર

    19 hours ago

    મહેસાણાના શાક માર્કેટના પાર્કિંગમાંથી આઈસરમાં કેબિનના દરવાજાનું લોક તોડી અજાણ્યો શખ્સ 40 હજારની રોકડ અને 35 હજારના મોબાઈલ ફોન મળી 75 હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતાં મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જો કે ચોંકાવનારી વિગત એવી છે કે, ચાલક આઈસરમાં જ ઊંઘી રહ્યો હતો છતા ચોરી થઈ હતી. ડ્રાઈવર આઈસરની કેબિનમાં જ સૂતા હતા બેચરાજી તાલુકાના ચંદ્રોડા ગામે દરગાહ વાસમાં રહેતા અને આઇશર ગાડી નંબર G-13-AW-5798 ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા મયુદ્દીનભાઈ ઈબ્રાહીમભાઈ નાગોરી 4 ઓગસ્ટે રાજપીપળાથી કેળા ભરી મહેસાણા ગંજ બજાર શાકમાર્કેટમાં આવેલી ઘનશ્યામદાસ નામની પેઢીમાં માલ ખાલી કરવા આવ્યા હતા. 6 ઓગસ્ટના રોજ સવારે સાડા ત્રણ વાગ્યાના સુમારે માલ ખાલી કર્યા બાદ થાકી ગયેલા ડ્રાઇવરે પોતાની આઈશર ગાડી શાકમાર્કેટના પાર્કિંગમાં પાર્ક કરી હતી. તેમણે પોતાના 40 હજાર રૂપિયા રોકડા તથા 35 હજારની કિંમતનો મોબાઇલ ફોન કેબિનની ડેકીમાં મૂકી, અંદરથી દરવાજા લોક કરીને આશરે ચાર વાગ્યે સુઈ ગયા હતા. 75 હજારની મત્તા કેબિનની ડેકીમાંથી ગૂમ હતી દરમિયાન સવારે નવેક વાગે જાગીને જોતાં ડ્રાઇવર બાજુના દરવાજાનું લોક તૂટેલી હાલતમાં ખુલ્લું જણાતાં તપાસ કરતા ડેકીમાંથી રોકડ અને મોબાઇલ ગુમ હતા. આજુબાજુ તપાસ કરવા છતાં કોઈ પત્તો ન મળતા અને ગાડીની વર્ધી હોવાથી બહારગામ જઈને પરત આવ્યા બાદ ચાલકે આશરે 75 હજાર રૂપિયાના માલમત્તાની ચોરી અંગે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં ભોલેશ્વર-વૈજનાથ મહાદેવને તિરંગાનો શણગાર:સ્વતંત્રતા દિવસ નિમિત્તે મંદિરો અને રેલવે સ્ટેશન પર વિશેષ સજાવટ
    Next Article
    બાલચોંઢીમાં ₹2.43 કરોડની અદ્યતન શાળાનું લોકાર્પણ:109 વર્ષ જૂની શાળાને નવું સ્વરૂપ, 265 વિદ્યાર્થીઓને સુવિધા મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment