Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હરણી પોલીસે પીકઅપ ડાલામાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો:સુરતથી અમદાવાદ જતી બોલેરોમાંથી ₹2.42 લાખના બિયર ટીન સહિત કુલ ₹4.42 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

    1 day ago

    વડોદરા શહેરમાં પ્રોહિબિશન અને જુગાર જેવી પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા અવાર નવાર ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. દરમ્યાન હરણી પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન લાખોનો વિદેશી દારૂ બિનવારસી પીકઅપ ડાલામાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ જતી બોલેરોમાં દારૂ ભરેલો હતો હરણી પોલીસ મથકના પી આઈ એસ.વી. વસાવા અને પો.સ.ઇ.યુ.એ.મલેકની આગેવાનીમાં હરણી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે અ.હે.કો. અલ્પેશભાઈ છનાભાઈ અને અ.હે.કો. મનદીપસિંહ રાજેન્દ્રસિંહને એક ચોક્કસ બાતમી મળી હતી. બાતમીદારના આધારે માહિતી મળી હતી કે સુરતથી અમદાવાદ તરફ જતી એક બોલેરો પિકઅપ ટેમ્પો ગોલ્ડન બ્રિજ ઉતરતા રોડની બાજુમાં બિનવારસી હાલતમાં પડી છે, જેમાં ગેરકાયદે રીતે ભારતીય બનાવટનો વિદેશી દાર ભરેલો છે. 2.42 લાખના દારૂ સહિત 4.42 લાખનો મુદ્દામાલ જપ્ત બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા બંધ બોડીની બોલેરો પિકઅપમાંથી ભારતીય બનાવટના વિદેશી બીયરના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી 1104 નંગ બીયરના ટીન જપ્ત કર્યા હતા. જેની કિંમત ₹2,42,880 થાય છે. આ સાથે જ ₹2,00,000ની કિંમતનો બોલેરો પિકઅપ ટેમ્પો પણ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે કુલ ₹4,42,880નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે પિકઅપ ટેમ્પોનો ચાલક હાલ ફરાર હોવાથી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર પોક્સો કોર્ટનો મહત્વનો ચુકાદો:4 વર્ષની માસૂમ બાળકી સાથે હેવાનિયત આચરનાર અજય પરમારને 'જીવનના છેલ્લા શ્વાસ સુધી' જેલવાસ
    Next Article
    શહેરના 45થી વધુ વિસ્તારોમાં પાણી કાપ:શેત્રુંજી ડેમમાં ટેકનિકલ ખામી સર્જાતા આવતીકાલે અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment