Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શનિવારનું રાશિફળ:મેષ રાશિના ભાગ્યના દ્વાર ખુલશે, વૃષભ સહિત 4 રાશિને મહેનતનું મીઠું ફળ મળશે

    7 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 26 સપ્ટેમ્બર 2026, શનિવારના રોજ ભાદરવા સુદ પૂનમ/ વદ એકમ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ મીન છે. રાહુકાળ સવારે 09:32 થી 11:01 સુધી રહેશે.. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- કાર્યોમાં આવી રહેલા અવરોધોને દૂર કરીને તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહેશો. કોઈ વરિષ્ઠ અધિકારી અથવા કોઈ મોટા વ્યક્તિત્વ સાથેની મુલાકાત તમારા ભાગ્યના દ્વાર ખોલી દેશે. આત્મવિશ્વાસ પણ મજબૂત થશે. કોઈની સાથે કરેલા વચનને તમે સારી રીતે નિભાવશો. નેગેટિવ- કેટલાક લોકો હરીફાઈની ભવાનાથી તમારા વિશે અફવાઓ ફેલાવી શકે છે. જોકે આ પ્રવૃત્તિઓની તમારા માન-સન્માન પર કોઈ અસર નહીં પડે. મોસાળ કે સસરા પક્ષ સાથે સંબંધો મધુર બનાવી રાખો. ઘરના વડીલોના સન્માનમાં કોઈ પણ પ્રકારની કમી ન આવવા દો. વ્યવસાય- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સરકારી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા વ્યવસાય લાભની સ્થિતિમાં રહેશે. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોની કોઈ ફાયદાકારક ડીલ ફાઇનલ થઈ શકે છે. ઓફિસના કાર્યભારની વધુતાને કારણે ઓવરટાઇમ કરવો પડશે. લવ- ઘરનું વાતાવરણ મધુર અને ખુશહાલ બની રહેશે. જીવનસાથી સાથે ભાવનાત્મક નિકટતા લાવવામાં તમારો પ્રયાસ જરૂરી છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન દાખવો. વર્તમાન વાતાવરણને કારણે તમારું યોગ્ય રક્ષણ કરો. લકી કલર- સફેદ લકી નંબર- 2 પોઝિટિવ- આજે વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા જળવાઈ રહેશે. આ સમયે કરેલી મહેનતનું નજીકના ભવિષ્યમાં યોગ્ય પરિણામ પણ મળશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક કાર્યોમાં સફળતા મળવાની પૂરી શક્યતા છે. કોઈ મનોરંજક કાર્યક્રમ પણ બનશે. નેગેટિવ- તમારી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવા માટે તમારા સ્વભાવમાં પણ લવચીકતા લાવવી જરૂરી છે. આ સમયે કોઈ પણ નિર્ણય લેતી વખતે શાંત મગજ અને ધીરજથી કામ લો. કોઈ અપ્રિય અથવા અશુભ સમાચાર મળવાથી મન દુઃખી રહેશે. વ્યવસાય- કારોબારમાં વિસ્તાર કરવા માટે નવી નવી રીતો અપનાવવી જરૂરી છે. પરંતુ કામકાજમાં ગોપનીયતાનું ધ્યાન ચોક્કસ રાખો. સ્પર્ધાના આ યુગમાં વ્યવસાય પ્રત્યે પૂરેપૂરા સજાગ રહેવું પણ જરૂરી છે. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. લવ- પારિવારિક વાતાવરણ સુમેળભર્યું રહેશે. મન અને માહોલ બંને પ્રફુલ્લિત રહેશે. પ્રેમ સંબંધોમાં પણ ભાવનાત્મક લગાવ વધશે. સ્વાસ્થ્ય- અતિશય કાર્યભારને કારણે નસોમાં ખેંચાણ અને દુખાવાની સમસ્યા વધશે. કામની સાથે આરામ કરવો પણ જરૂરી છે. લકી કલર- કેસરી લકી નંબર- 3 પોઝિટિવ- છેલ્લા ઘણા સમયથી તમે જે યોજનાઓને અમલમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, આજે તેના અનુકૂળ પરિણામો મળી શકે છે. માત્ર સખત મહેનત કરવાની જરૂર છે. યુવા વર્ગ પોતાના અભ્યાસ અને કરિયર પ્રત્યે ગંભીરતાથી પ્રયત્નશીલ રહેશે. નેગેટિવ- માત્ર એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં ગભરાવાને બદલે ઉકેલ શોધો. ભાઈઓ અને અન્ય સંબંધિઓ સાથે તાલમેલ થોડો નબળો રહેશે. બીજાને સલાહ આપવાને બદલે તમારા વર્તનનું અવલોકન કરો. આનાથી તમે કોઈ પણ નિર્ણય લેવામાં સહજતા અનુભવશો. વ્યવસાય- કારોબારમાં તમારી કાર્યપદ્ધતિ અને આંતરિક વ્યવસ્થામાં જે ફેરફારો કર્યા છે, તેના યોગ્ય પરિણામો મળવાના છે. નોકરીયાતોને પોતાના બોસ અને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળવાથી પ્રોજેક્ટમાં સફળતા મળશે. લવ- ઘર-પરિવારમાં સુખ અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. પરંતુ લગ્નેત્તર સંબંધોથી દૂર રહો, નહીંતર તેની અસર તમારા ઘરની સુખ-શાંતિ પર પડી શકે છે. સ્વાસ્થ્ય- તમારું મનોબળ મજબૂત રાખો. ક્યારેક તમારી વિચલિત માનસિક સ્થિતિની નકારાત્મક અસર તમારી કાર્યક્ષમતા પર પણ પડી શકે છે. લકી કલર- બદામી લકી નંબર- 1 પોઝિટિવ- જો તમે તમારી કોઈ સમસ્યાને લઈને પરેશાન હતા, તો આજે તેનો ઉકેલ મળવાનો છે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય સંપન્ન થવાની યોજના બનશે અને ખુશીઓનું વાતાવરણ રહેશે. વડીલોના આશીર્વાદ અને સ્નેહ પરિવાર પર જળવાઈ રહેશે. નેગેટિવ- કેટલીક બોલાચાલી કે વિવાદ જેવી સ્થિતિ પણ બની રહી છે પરંતુ ગભરાવાને બદલે શાંતિપૂર્ણ રીતે તેનો ઉકેલ શોધો. તમારી ઉપલબ્ધિઓનો વધુ દેખાવો ન કરો, આનાથી વિરોધીઓમાં ઈર્ષ્યાની ભાવના આવી શકે છે. આર્થિક રોકાણ સંબંધિત કાર્યો વધુ ધ્યાનપૂર્વક કરવાની જરૂર છે. વ્યવસાય- કારોબારમાં ચાલી રહેલી અસ્થિરતામાંથી આજે થોડી રાહત મળશે. અત્યારે ફાઇનાન્સ સંબંધિત કાર્યો પર વધુ ધ્યાન આપો. નવા વ્યવસાયિક સંપર્કો પણ સ્થપાશે જે લાભદાયી રહેશે. બની શકે કે કોઈ કારણોસર તમારે તમારા સિદ્ધાંતો સાથે સમજૂતી પણ કરવી પડે. લવ- તમારા વૈવાહિક સંબંધોમાં કોઈ અન્ય વ્યક્તિનો હસ્તક્ષેપ ન થવા દો, કોઈ પણ બાબત પરસ્પર તાલમેલથી જ ઉકેલો. પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય- યોગ, મેડિટેશન વગેરેને તમારી દિનચર્યામાં ચોક્કસ સામેલ કરો. માનસિક તણાવને કારણે થાક અને ઉર્જાનો અભાવ રહેશે. લકી કલર- પીળો લકી નંબર- 2 પોઝિટિવ- વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા રહેશે અને સામાજિક દાયરો પણ વધશે. થોડો સમય બાળકોની પરેશાનીઓને સમજવામાં અને ઉકેલવામાં પણ વિતાવો. આનાથી બાળકોમાં આત્મવિશ્વાસ જાગશે. પારિવારિક વ્યવસ્થામાં તમારું યોગદાન રહેશે. નેગેટિવ- ખર્ચ જળવાઈ રહેશે. તેથી તમારા બજેટ મુજબ જ શોપિંગ કરો. સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક તકલીફ રહેશે, પરંતુ તમારો આત્મવિશ્વાસ તમને ઉર્જાવાન બનાવી રાખશે. આજે કોઈ પણ યાત્રા સંબંધિત પ્રોગ્રામ ન બનાવો. વ્યવસાય- વ્યવસાયમાં મહેનત વધુ અને પરિણામ ઓછું જેવી સ્થિતિ રહેશે. અત્યારે કાર્યક્ષેત્રમાં કોઈ નવી યોજના પર કામ કરવા માટે સમય સાનુકૂળ નથી. તેથી વર્તમાન પ્રવૃત્તિઓ પર જ તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. ઈચ્છિત પરિણામ મેળવવા માટે અત્યારે રાહ જોવી જરૂરી છે. લવ- પરિવારમાં તમામ સભ્યો વચ્ચે વધુ સારો તાલમેલ અને સુમેળ રહેશે. મિત્રો સાથે ગેટ-ટુગેધર સંબંધિત પ્રોગ્રામ બનશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે. ગળામાં ઇન્ફેક્શન અથવા બળતરા જેવી સ્થિતિ રહી શકે છે. આયુર્વેદિક વસ્તુઓનું વધુમાં વધુ સેવન કરો. લકી કલર- લીલો લકી નંબર- 5 પોઝિટિવ- ખાસ લોકોને મળવાની તક મળે તો આળસ કરવાને બદલે તરત જ ઝડપી લો. આ સંપર્કો તમારા માટે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. ઘરની જાળવણી અને સુખ-સુવિધા સંબંધિત વસ્તુઓની ખરીદીમાં બહેતર દિવસ પસાર થશે. વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ સંબંધિત કોઈ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ પણ મળશે. નેગેટિવ- જો પારિવારિક કે વ્યક્તિગત સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી હોય, તો તેને ઉકેલવામાં ક્રોધને બદલે સમજદારીથી કામ લો. બાળકો પર વધુ અંકુશ ન લગાવો અને સહયોગાત્મક વર્તન રાખો. ધ્યાન રાખો કે ઘરના વડીલોનું માન-સન્માન જળવાઈ રહે. વ્યવસાય- વ્યવસાય સંબંધિત પ્રવૃત્તિઓમાં પાર્ટીઓ સાથે પારદર્શિતા રાખવી જરૂરી છે. અનુભવી અને વરિષ્ઠ લોકોનો સહયોગ પણ તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિદાયક રહેશે. ક્યાંય પણ સહી કરતા પહેલા કાગળોની તપાસ ચોક્કસ કરી લો. લવ- વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધ જાહેર થવાથી તમારી બદનામી થવાની આશંકા છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે. ઉધરસ, શરદી અને તાવ જેવી પરેશાનીને નજરઅંદાજ ન કરો. લકી કલર- ગુલાબી લકી નંબર- 7 પોઝિટિવ- આજે સંપર્કોના માધ્યમથી નવી માહિતી મળશે, જે લાભદાયી પણ રહેશે. ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે, તેથી તે માટે પ્રયત્નશીલ રહો. તમે તમારા આત્મવિશ્વાસ અને સમજણ દ્વારા કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં ઉકેલ શોધી લેશો. નેગેટિવ- ક્યાંય પણ વાદ-વિવાદની સ્થિતિથી દૂર જ રહો. વાતચીત કરતી વખતે સ્થિતિનું અવલોકન કરવું પણ જરૂરી છે. ધ્યાન રાખો કે બીજાની વાતોમાં આવીને તમે કોઈ ખોટો નિર્ણય પણ લઈ શકો છો, જેની અસર તમારા પરિવારની વ્યવસ્થા પર પણ પડશે. વ્યવસાય- કારોબારમાં વિસ્તાર સંબંધિત યોજનાઓને અમલમાં મૂકવાનો અનુકૂળ સમય છે. આંતરિક વ્યવસ્થામાં કેટલાક ફેરફારો પણ થશે જે વધુ સારા રહેશે. પબ્લિક ડીલિંગ સાથે જોડાયેલા વ્યવસાયમાં સફળતા મળશે. નોકરીયાત લોકો પર વધારાના કાર્યભારનો તણાવ જળવાઈ રહેશે. લવ- પતિ-પત્ની વચ્ચે પરસ્પર તાલમેલ મધુર બની રહેશે. પ્રેમ સંબંધોમાં પણ ભાવનાત્મક નિકટતા વધશે અને સંબંધો ગાઢ બનશે. સ્વાસ્થ્ય- સ્ત્રી વર્ગે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવાની જરૂર છે. બેદરકારી બિલકુલ ન દાખવો. લકી કલર- વાદળી લકી નંબર- 7 પોઝિટિવ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારી મહેનત અને વિશ્વાસથી તમામ પ્રકારની પરેશાનીઓમાંથી રાહત મેળવી લેશો. વિદ્યાર્થી વર્ગ પોતાનું કામ સમયસર અને સારી રીતે પતાવશે, તથા એકવાર જે મનમાં નક્કી કરી લેશે તે પૂરું કરીને જ જંપશે. નેગેટિવ- કાલ્પનિક વાતો પર ધ્યાન ન આપીને વાસ્તવિકતા પર વિશ્વાસ રાખો. વ્યર્થ ખર્ચ જળવાઈ રહેવાને કારણે થોડી ચિંતા રહેશે. તમારા બજેટનું ધ્યાન રાખો. કોઈ અન્ય વ્યક્તિને કારણે તમારા ઘરની શાંતિ ભંગ થઈ શકે છે, તેથી પરસ્પર તાલમેલ જાળવવામાં ધ્યાન આપો. વ્યવસાય- કારોબારી મામલાઓમાં કંઈક ને કંઈક પડકારો આવશે, તેથી કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું અત્યારે મુલતવી જ રાખો. કારણ કે અન્ય કાર્યોમાં વ્યસ્તતાને કારણે તમે તમારા કામ પર ધ્યાન આપી શકશો નહીં. જોકે સ્ટાફ અને કર્મચારીઓનો યોગ્ય સહયોગ જળવાઈ રહેશે. લવ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે. કોઈ મનોરંજક સ્થળે જવાનો પ્રોગ્રામ બની શકે છે. સ્વાસ્થ્ય- તમે તમારી દિનચર્યા અને ખાવા-પીવાનું વ્યવસ્થિત રાખો. આવું કરવાથી તમે સ્વસ્થ અને ઉર્જાવાન રહેશો તથા સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે. લકી કલર- નારંગી લકી નંબર- 2 પોઝિટિવ- આજે ગ્રહ સ્થિતિઓ તમારા ભાગ્યને વધુ બળ આપી રહી છે. સમયનો પૂરેપૂરો સદુપયોગ કરો. કેટલાક ખાસ કાર્ય સંબંધિત યોજનાઓ અમલમાં મૂકવાનો આ અનુકૂળ સમય છે. સંતાનની પણ કોઈ ઉપલબ્ધિથી શાંતિ અને ખુશી અનુભવાશે. નેગેટિવ- ક્યારેક તમારી ક્ષમતા કરતાં વધુ કામ કરવું તમારા સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. વધુ સારું રહેશે કે યોગ્ય આરામ પણ અવશ્ય લો. જૂની નકારાત્મક વાતોને કારણે વર્તમાન પણ ખરાબ ન કરો. તમારા ખર્ચ પર કંટ્રોલ રાખો. વ્યવસાય- કાર્યક્ષેત્ર પર કર્મચારીઓ અને સ્ટાફનો પૂર્ણ સહયોગ રહેશે, તથા કામમાં પ્રગતિ પણ થશે. રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓની માહિતી મેળવવામાં યોગ્ય સમય વિતાવો. આ સમયે કોઈ નવા કામમાં પૈસા રોકવા લાભદાયી રહેશે. નોકરીમાં વધારાનો કાર્યભાર રહેશે. લવ- પરિવારના સભ્યોનો સહયોગ અને એકબીજા પ્રત્યે સમર્પણની ભાવના ઘરમાં ખુશહાલ વાતાવરણ જાળવી રાખશે. સાથે જ પ્રેમ સંબંધોમાં પણ નિકટતા આવશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ વર્તમાન મોસમી ફેરફારોથી તમારું રક્ષણ અવશ્ય કરો. લકી કલર- પીળો લકી નંબર- 9 પોઝિટિવ- અટકેલા કાર્યોને વ્યવસ્થિત કરવાનો બહેતર સમય છે, ચોક્કસપણે તમને સફળતા મળશે. સાથે જ કોઈ સામાજિક સંસ્થામાં તમારું યોગદાન રહેશે. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેવાથી તમે તમારી વ્યક્તિગત પ્રવૃત્તિઓ પર બહેતર રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. નેગેટિવ- કોઈ અશુભ સમાચાર મળવાથી પરિવારમાં થોડી ઉદાસી પણ રહેશે. તમારું કોઈ પણ બાબત વિશે વધુ વિચારવું તમારા તણાવને વધુ વધારી શકે છે. કોઈની વાતોમાં આવીને બિનજરૂરી ખર્ચ પણ વધી શકે છે, તેથી સચેત રહો અને બજેટનું ધ્યાન રાખો. વ્યવસાય- વ્યવસાયમાં વધુ પડતું રોકાણ કરવું કે કોઈ જોખમ લેવું તમારા માટે નુકસાનકારક રહેશે. સ્ટાફ અને કર્મચારીઓની સલાહ પર પણ જરૂર ધ્યાન આપો. કોઈ ઉચ્ચ અધિકારીના સહયોગથી તમે તમારી ઈચ્છા મુજબ સફળતા મેળવી શકો છો. લવ- વૈવાહિક જીવનને મધુર બનાવી રાખવું એ તમારી જવાબદારી છે. વ્યર્થ પ્રેમ સંબંધો અને મોજ-મસ્તીમાં તમારો સમય બગાડો નહીં. સ્વાસ્થ્ય- જોખમી પ્રવૃત્તિઓમાં રસ ન લો. ઈજા થવા જેવી સ્થિતિઓ બની રહી છે. તમારા બ્લડ પ્રેશરની પણ તપાસ કરાવતા રહો. લકી કલર- સફેદ લકી નંબર- 3 પોઝિટિવ- આજે વ્યવસ્થિત દિનચર્યા જળવાઈ રહેશે. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. પરિવારના સભ્યો સાથે કોઈ મનોરંજક અથવા ધાર્મિક પ્રોગ્રામ પણ બનશે. પ્રોપર્ટી સંબંધિત કોઈ અટકેલો મુદ્દો ઉકેલવા માટે અનુકૂળ સમય છે. નેગેટિવ- બપોર પછી કેટલીક પ્રતિકૂળતા રહેશે. પરંતુ ગભરાવાને બદલે શાંતિપૂર્ણ રીતે યોગ્ય સમયની રાહ જોવી પડશે. ધીરજ જાળવી રાખો. બાળકોની સમસ્યાઓને પણ સમજો અને તેનો ઉકેલ શોધો. આ સમયે કોઈ પણ યાત્રા કરવી સમય અને પૈસાનો બગાડ જ છે. વ્યવસાય- વ્યવસાયના વિસ્તાર સંબંધિત યોજનાઓ બનશે, અને ઘણા અંશે સફળતા પણ મળશે. પરંતુ તમારી પ્રવૃત્તિઓને કોઈની સાથે શેર ન કરો. જો કોઈ નવા કામની શરૂઆત કરી રહ્યા છો તો પહેલા તેના તમામ પાસાઓ પર યોગ્ય વિચાર-વિમર્શ અવશ્ય કરો અને વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન પણ લો. લવ- પરિવારના સભ્યોના પરસ્પર તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થા મધુર જળવાઈ રહેશે. મિત્રો સાથે કોઈ ફેમિલી ગેટ-ટુગેધર પણ શક્ય છે. સ્વાસ્થ્ય- ગેસ અને કબજિયાતને કારણે પેટ બગડી શકે છે. હળવો ખોરાક લેવો જ યોગ્ય છે. લકી કલર- કેસરી લકી નંબર- 8 પોઝિટિવ- આ સમય સખત મહેનત કરવાનો છે. તમે પૂરી ધગશથી ગૂંચવાયેલા મામલાઓને ઉકેલવાનો પ્રયાસ કરશો અને તમારા કામને પૂરી ગંભીરતાથી અંજામ આપવામાં સક્ષમ પણ રહેશો. તમારા નમ્ર સ્વભાવથી તમારી લોકપ્રિયતા અને શાખમાં વધારો થશે. નેગેટિવ- પડોશીઓ સાથેના કોઈ પણ વાદ-વિવાદને ધીરજથી ઉકેલવાનો પ્રયાસ કરો. કેટલાક બિનજરૂરી ખર્ચ જળવાઈ રહેશે. આ સમયે તમારી જરૂરિયાતોને મર્યાદિત રાખવી પડશે. થોડો સમય બાળકોની સમસ્યાઓ સાંભળવામાં અને તેનો ઉકેલ લાવવામાં પણ ચોક્કસ વિતાવો, આનાથી તેમનું મનોબળ જળવાઈ રહેશે. વ્યવસાય- વ્યવસાયમાં કોઈ નવા કામની શરૂઆત કરવાનો અનુકૂળ સમય છે. પરંતુ આ સમયે કોઈ પણ પ્રકારની ઉધાર સંબંધિત લેવડ-દેવડ ન કરો. નોકરી સંબંધિત કાર્યોને ગંભીરતાથી લો, કારણ કે કોઈ પ્રકારની ઇન્ક્વાયરી થવાની આશંકા છે. લવ- પારિવારિક સભ્યો સાથે યોગ્ય તાલમેલ બનાવી રાખો. યુવા વર્ગ પ્રેમ સંબંધોમાં પડીને પોતાના કરિયર સાથે સમજૂતી ન કરે. સ્વાસ્થ્ય- ઇન્ફેક્શન, ઉધરસ-શરદી અને ગળામાં દુખાવા જેવી સમસ્યા રહેશે. બેદરકારી ન દાખવો અને તરત જ સારવાર લો. સાથે જ દેશી/ઘરગથ્થુ વસ્તુઓનું સેવન કરો. લકી કલર- જાંબલી લકી નંબર- 6
    Click here to Read More
    Previous Article
    Viral Circling Cow:UP के Shravasti से हैरान कर देने वाला मामला,बीमारी पर भारी अंधविश्वास?Social List
    Next Article
    26 સપ્ટેમ્બરનું ટેરો રાશિફળ:મેષ રાશિના લોકોએ આર્થિક બાબતોએ સાચવવું, મકર જાતકોને કોઈ જૂના રોકાણથી લાભ મળી શકે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment