Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેલા-ભરતનગર રોડ ₹23.33 કરોડના ખર્ચે આધુનિક બન્યો:સિરામિક ઉદ્યોગ, વેપાર અને હજારો વાહનચાલકોને લાભ

    18 घंटे पहले

    મોરબી તાલુકાના બેલા-ભરતનગર રોડનું મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ. 23.33 કરોડના ખર્ચે મજબૂતીકરણ અને સુધારણા કાર્ય પૂર્ણ થયું છે. 0/00 થી 7/100 કિલોમીટર સુધીના આ માર્ગના આધુનિકીકરણથી ગ્રામ્ય વિસ્તારોની કનેક્ટિવિટી મજબૂત બની છે. આનાથી સ્થાનિક અર્થતંત્ર અને સિરામિક ઉદ્યોગને નવી ગતિ મળી છે. નવા માર્ગ પર સાઈનબોર્ડ, ડિવાઈડર અને રિફ્લેક્ટર જેવી સુરક્ષા સુવિધાઓ ઊભી કરાઈ છે. આનાથી વાહનચાલકો માટે મુસાફરી વધુ સુરક્ષિત અને સુગમ બની છે. દરરોજ પસાર થતા હજારો વાહનચાલકોના સમય અને ઇંધણની બચત થશે, તેમજ ટ્રાફિક સમસ્યામાં પણ રાહત મળશે. મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ માટે આ રોડ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયો છે. કાચા માલના પરિવહનથી લઈને તૈયાર માલને બંદરો અને બજારો સુધી પહોંચાડવાની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બની છે. પરિણામે, ઉદ્યોગના પરિવહન ખર્ચ અને સમય બંનેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ માર્ગ પર આવેલા ખોખરા હનુમાન મંદિર સુધી પહોંચવું પણ હવે વધુ અનુકૂળ બન્યું છે, જેનાથી યાત્રાળુઓ અને સ્થાનિક નાગરિકોને સુવિધા મળી છે. સરકારના આ વિકાસલક્ષી પ્રોજેક્ટથી ગ્રામ્ય વિસ્તારના વિકાસની સાથે ઔદ્યોગિક પ્રગતિને પણ મજબૂત આધાર મળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સાવકા પિતાને 7 વર્ષની કેદ:સગીર દીકરી પર જાતીય હુમલો કર્યો, પાડોશીએ સગીરાને હિંમત આપી હેરાનગતિનો બનાવેલો વીડિયો મહત્વનો પુરાવો સાબિત થયો
    Next Article
    મોરબીમાં 21 જૂને વિશ્વ યોગ દિવસ ઉજવાશે:રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં મુખ્ય કાર્યક્રમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment