Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાળીયા ઠાકરને વાઘા પરિધાનનું આગવું મહાત્મ્ય:7 વાર પ્રમાણે બદલાય છે ભગવાનના વસ્ત્રોના રંગ

    2 days ago

    ભારતના સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશની પૂજા અર્ચના સાથે જોડાયેલી પરંપરાઓ આજે પણ અવિરતપણે જળવાઈ રહી છે. ભગવાનના દૈનિક શણગારમાં પણ ખાસ પરંપરાનું પાલન કરવામાં આવે છે. અઠવાડિયાના સાતેય દિવસ ભગવાનને અલગ-અલગ રંગના વાઘા અર્પણ કરવામાં આવે છે, જ્યારે વિશેષ તિથિ અને ધાર્મિક પ્રસંગોએ શણગારમાં પણ વિશેષતા જોવા મળે છે. પરંપરા મુજબ સોમવારે ભગવાનને ગુલાબી રંગના વાઘા, મંગળવારે પીળા, બુધવારે લીલા, ગુરુવારે કેસરી, શુક્રવારે સફેદ, શનિવારે વાદળી અને રવિવારે લાલ રંગના વાઘા ધારણ કરાવવામાં આવે છે. આ રંગોની સાથે ભગવાનના શણગાર અને વસ્ત્રોની ડિઝાઇનમાં પણ સમય સંજોગ પ્રમાણે ફેરફાર કરવામાં આવે છે. દ્વારકાધીશના દૈનિક શણગારની ખાસિયત એ છે કે માત્ર વાઘાના રંગમાં જ નહીં, પરંતુ મુગટ અને અન્ય આભૂષણોમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. ભગવાનના શણગાર સાથે સુસંગત રહે તે રીતે મુગટની રચના અને વસ્ત્રોની પેટર્ન તૈયાર કરવામાં આવે છે. ફૂલ, આભૂષણો તથા અન્ય શણગાર સામગ્રીથી ભગવાનને અલંકૃત કરવામાં આવે છે. દિવાળી સહિતના પર્વોમાં અલગ શણગાર દિવાળીના પાવન અવસરે પણ દ્વારકાધીશના શણગારમાં વિશેષતા જોવા મળે છે. તહેવારને અનુરૂપ ખાસ વસ્ત્રો, આભૂષણો અને શણગાર સામગ્રીથી ભગવાનને શણગારવામાં આવે છે. ભક્તો માટે ભગવાનના બદલાતા નિત્ય શણગાર અને વિશેષ પર્વોના દર્શન પણ આસ્થાનો વિશેષ અનુભવ બની રહે છે.આ રીતે દ્વારકાધીશના દૈનિક શણગારમાં વર્ષો જૂની પરંપરા, ધાર્મિક માન્યતા, પંચાંગની તિથિ અને તહેવારોનો સુંદર સમન્વય જોવા મળે છે. વાર મુજબ વાઘાનો નિર્ધારિત રંગ... સોમવાર - ગુલાબી મંગળવાર - પીળો બુધવાર - લીલો ગુરુવાર - કેસરી શુક્રવાર - સફેદ શનિવાર - વાદળી રવિવાર - લાલ તિથિ પ્રમાણે શણગારમાં ખાસ વિશેષતા, ધાર્મિક પ્રસંગોએ વિશેષ શ્રૃંગાર ભગવાન દ્વારકાધીશજીના શણગારમાં માત્ર વારનો જ નહીં, પરંતુ હિંદુ પંચાંગની તિથિનો પણ વિશેષ પ્રભાવ જોવા મળે છે. ધાર્મિક પ્રસંગો અને વિશેષ તહેવારો દરમિયાન સામાન્ય દિવસોની સરખામણીએ અલગ પ્રકારના વસ્ત્રો અને આભૂષણોથી ભગવાનનો શણગાર કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્માષ્ટમી, રામનવમી, નરસિંહ જયંતિ, વામન જયંતિ સહિત વિવિધ અવતારોની જન્મજયંતિના દિવસોએ અઠવાડિયાના નિર્ધારિત રંગથી અલગ રંગના વાઘા અર્પણ કરવાની પરંપરા પણ જોવા મળે છે. આ પ્રસંગોએ મંદિરના શણગારમાં વિશેષ ધાર્મિક ભાવ જોવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    સાંસદ પૂનમબેન માડમની મોટી ખાવડીમાં સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત:ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી, ઉકેલની ચર્ચા કરી
    Next Article
    ઇમરાનની નવ મહિના પછી બહેન નૂરીન સાથે મુલાકાત:સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અડિયાલા જેલ પહોંચ્યા; પૂર્વ PMને હોસ્પિટલમાં ખસેડવામાં આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment