Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનન પર બે સ્થળે દરોડા:સાયલા અને ધ્રાંગધ્રામાંથી ₹2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

    22 hours ago

    સુરેન્દ્રનગર પોલીસે ગેરકાયદે ખનન સામે કડક કાર્યવાહી કરી છે. સાયલા અને ધ્રાંગધ્રા તાલુકામાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ ₹2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં હીટાચી મશીન, ડમ્પર, બોરવેલ ટ્રેક્ટર, કમ્પ્રેસર અને જેસીબી સહિતના વાહનો કબજે કરાયા છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જના જિલ્લાઓમાં ગેરકાયદેસર ખાણખનીજ પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ ગેરકાયદેસર ખનીજ ખનન અને વહનને રોકવા તેમજ સંડોવાયેલા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા ખાસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે, સાયલા તાલુકાના મદારગઢ ગામ પાસે ચાલતા ગેરકાયદે કાળા પથ્થરના ખનન પર દરોડો પાડવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે ખાણખનીજની ટીમને બોલાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડામાં ખનન માટે ઉપયોગમાં લેવાતા ત્રણ હીટાચી મશીન, બે ડમ્પર, એક બોરવેલ ટ્રેક્ટર અને એક કમ્પ્રેસર સહિત કુલ ₹2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે સબ-સ્ટેશન પાછળ ચાલતા ગેરકાયદે પથ્થરના ખનન પર પણ દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી ખાણખનીજની ટીમને બોલાવી કાયદેસરની કાર્યવાહી કરતા એક જેસીબી મશીન સહિત ₹30 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રાના ભરાડા ગામના લાલાભાઈ રણછોડભાઈ ભરવાડ આ ગેરકાયદે ખનન પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કામગીરી એલ.સી.બી. સુરેન્દ્રનગરના પી.આઈ. બી.એચ. શીંગરખીયા, પેરોલ ફર્લો સ્કોડના પી.એસ.આઈ. એન.એ. રાયમા અને સ્ટાફ તેમજ સુરેન્દ્રનગર ખાણખનીજ ટીમ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ખેતરમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો:મોબાઇલની લાઈટના અંજવાળે જુગાર રમતી 8 મહિલા સહિત 15 જુગારીઓ રંગે હાથે ઝડપાયા
    Next Article
    Weather LIVE Updates: Southwest Monsoon Expected To Progress Into Northern India, Says Weather Office

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment