Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીના 4 દિવસની ઝાકમઝોળ પર ટેક્સના 72 લાખ ખર્ચાશે:સુઝલોનને 25.89 કરોડનો નવો કોન્ટ્રાક્ટ અપાશે,ખજોદમાં 15 લાખ મેટ્રિક ટન ઘનકચરા પ્રોસેસિંગનું ટેન્ડર મંજૂર થશે

    3 days ago

    સુરત મહાનગરપાલિકાની શુક્રવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના નાણાકીય આયોજન અને વહીવટને સ્પર્શતા ત્રણ મહત્વના નિર્ણયો લેવાશે. જેમાં પાલિકાને કચ્છના વિન્ડ પાવર પ્લાન્ટમાંથી તમામ ખર્ચ બાદ કરતાં 31.51 કરોડનો ચોખ્ખો નફો થતાં તેનો આગામી 10 વર્ષનો નવો ઓપરેશન કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાની દરખાસ્ત છે. બીજી તરફ ખજોદ ખાતે 15 લાખ મેટ્રિક ટન ઘનકચરાના નિકાલ માટે પાલિકાના અંદાજ કરતાં 31.86 ટકા નીચા ભાવનું 158.89 કરોડનું લોએસ્ટ ટેન્ડર મંજૂરી અર્થે આવ્યું છે. જ્યારે દેશ-રાજ્યમાં વીજ અછતની ચર્ચા વચ્ચે પાલિકા દિવાળીની 4 દિવસની રોશની પાછળ પ્રજાના ટેક્સના 72.40 લાખ ખર્ચવાની તૈયારીમાં છે. સુઝલોનને 25.89 કરોડનો નવો કોન્ટ્રાક્ટ અપાશે પાણી પુરવઠા અને સુએઝ ડિસ્પોઝલના તોતિંગ વીજ બિલ ઘટાડવા પાલિકાએ વર્ષ 2010થી પવન ઊર્જા અપનાવવાનું શરૂ કર્યું હતું, જે હવે તિજોરી માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. જૂન-2016માં કચ્છના નખત્રાણા ખાતે શરૂ થયેલા 12.6 મેગાવોટના વિન્ડ પાવર પ્લાન્ટે મૂડીરોકાણ, વ્યાજ અને મેન્ટેનન્સનો તમામ ખર્ચ સરભર કર્યા પછી પણ મે-2026 સુધીમાં પાલિકાને 31.51 કરોડનો ચોખ્ખો નફો અપાવ્યો છે. પ્રથમ 10 વર્ષનો કોન્ટ્રાક્ટ 31 ઓગસ્ટ-2026ના રોજ પૂર્ણ થતો હોવાથી, આગામી 10 વર્ષના ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે સુઝલોન કંપનીને 25.89 કરોડનો નવો કોન્ટ્રાક્ટ સોંપવાની દરખાસ્ત સમિતિ સમક્ષ મુકાઈ છે. વીજ કટોકટી વચ્ચે દિવાળીની 4 દિવસીય રોશની પાછળ 72.40 લાખનો ખર્ચ એક તરફ વીજળી બચાવવાની સત્તાવાર અપીલ થઈ રહી છે, ત્યારે સુરત મનપા 8થી 11 નવેમ્બર દરમિયાન માત્ર 4 દિવસની દિવાળી ઉજવણી પાછળ રોજના સરેરાશ 18 લાખથી વધુ લેખે 72.40 લાખનો ધુમાડો કરવા જઈ રહી છે. ગત વર્ષના 49 લાખના ખર્ચ સામે આ વર્ષે સીધો 47 ટકાનો તોતિંગ વધારો ઝીંકાયો છે. 7 ઇજારદારો મારફત મુખ્ય કચેરી, ઝોન ઓફિસો, બ્રિજ, સર્કલ અને કિલ્લા પર રોશની કરાશે. જેમાં સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં 22 લાખ, અઠવા ઝોનમાં 10 લાખ, લિંબાયત અને કતારગામમાં 8-8 લાખ તેમજ વરાછા, સરથાણા, રાંદેર, ઉધના અને કનકપુર ઝોનમાં બાકીની રકમ ફાળવાઈ છે. ખજોદમાં 15 લાખ મેટ્રિક ટન ઘનકચરા પ્રોસેસિંગ માટેનું લોએસ્ટ ટેન્ડર શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો અનુસાર ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર ઘનકચરાના અવિરત પ્રોસેસિંગ માટે ત્રીજા પ્રયાસે પ્રસિદ્ધ કરાયેલા ઈ-ટેન્ડરમાં મોટી નાણાકીય રાહત મળી છે. બે વર્ષમાં કુલ 15 લાખ મેટ્રિક ટન (વાર્ષિક 7.50 લાખ મેટ્રિક ટન) કચરાના પ્રોસેસિંગ માટે પાલિકાએ 232.57 કરોડનો અંદાજ રાખ્યો હતો. 6 એજન્સીઓમાંથી ટેકનિકલ મૂલ્યાંકન બાદ 2 ક્વોલિફાઈ થઈ હતી, જેમાં મે. ડી.એચ. પટેલે પાલિકાના મંજૂર અંદાજ કરતાં 31.86 ટકા નીચો ભાવ ભરીને 158.89 કરોડમાં L-1 બિડર તરીકે સ્થાન મેળવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી ટાણે જૂનાગઢ યાર્ડમાં વહેલી કેસર કેરીનું આગમન:સ્વાદના શોખીનો માટે ખુશખબર, પ્રતિ કિલો ₹230 સુધીનો ઊંચો ભાવ બોલાયો
    Next Article
    પોરબંદર મહાનગરપાલિકાની વિકાસ યોજનાને અંતિમ મંજૂરી મળી:9 ગામો અને 107 ચો.કિમી. વિસ્તારનો થશે આયોજનબદ્ધ વિકાસ;18 થી 45 મીટર પહોળા રસ્તાઓનું આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment