Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર મહાનગરપાલિકાની વિકાસ યોજનાને અંતિમ મંજૂરી મળી:9 ગામો અને 107 ચો.કિમી. વિસ્તારનો થશે આયોજનબદ્ધ વિકાસ;18 થી 45 મીટર પહોળા રસ્તાઓનું આયોજન કરાયું

    3 days ago

    પોરબંદર મહાનગરપાલિકાની નવી વિકાસ યોજનાને સરકારે મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ પોરબંદર શહેર અને આસપાસના 9 ગામોના 107 ચોરસ કિલોમીટર વિસ્તારનો આયોજનબદ્ધ વિકાસ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણીની અધ્યક્ષતામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ યોજના મંજૂર કરાવવા બદલ મેયર સાગરભાઈ મોદીએ મનસુખભાઈ માંડવિયા અને અર્જુનભાઈ મોઢવાડિયાનો આભાર માન્યો હતો. 9 ગામોનો વિકાસ યોજનામાં સમાવેશ આ નવી વિકાસ યોજનામાં પોરબંદર ઉપરાંત ઝાવર, છાયા, બોખીરા, ખાપટ, દિગ્વિજયગઢ, ધરમપુર, રતનપર અને વનાણા ગામોનો સમાવેશ કરાયો છે. આશરે 107 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી આ યોજના શહેરના ભવિષ્યના વિસ્તરણ અને વસ્તી વધારાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. પત્રકાર પરિષદમાં ડેપ્યુટી મેયર મનિષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા અને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન અજયભાઈ બાપોદરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ ઝોનિંગ દ્વારા સુવ્યવસ્થિત આયોજન વિકાસ યોજનામાં રહેણાક, વાણિજ્યિક, ઔદ્યોગિક, મનોરંજન, વિશેષ, જાહેર હેતુ અને કૃષિ ઝોનનું અલગ-અલગ આયોજન કરવામાં આવ્યું છે. આ ઝોનિંગ દ્વારા જમીનના ઉપયોગને સુવ્યવસ્થિત દિશા આપવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે. રહેઠાણ, વેપાર-ધંધા, ઉદ્યોગો અને જાહેર સુવિધાઓના વિકાસ માટે એક સક્ષમ આયોજનબદ્ધ માળખું ઊભું થશે. તેનાથી સ્થાનિક નાગરિકોને ભવિષ્યમાં તમામ પાયાની સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે. 18 થી 45 મીટર પહોળા રસ્તાઓ બનશે શહેરમાં ભવિષ્યમાં વધનારા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને વિકાસ યોજનામાં 18, 24, 30 અને 45 મીટર પહોળા રસ્તાઓનું ખાસ આયોજન કરાયું છે. આ નવા વિશાળ માર્ગો શહેરના વિવિધ વિસ્તારો વચ્ચેનું જોડાણ સુદૃઢ બનાવશે. પરિવહન વ્યવસ્થાની ભાવિ જરૂરિયાતોને અનુરૂપ માળખું તૈયાર કરવા માટે આ રસ્તાઓ માર્ગદર્શક બનશે. તેનાથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને વાહનચાલકોનો સમય પણ બચશે. સંકલિત શહેરી વિકાસને નવી દિશા મળશે આ યોજનાથી પોરબંદર શહેરની સાથે આસપાસના ગ્રામીણ વિસ્તારોને પણ એક જ સંકલિત શહેરી આયોજન હેઠળ લાવવાનો પ્રયાસ કરાયો છે. રહેણાક, વાણિજ્ય અને જાહેર સુવિધાઓના સુગ્રથિત વિકાસથી શહેરના લાંબા ગાળાના વિકાસને નવી દિશા મળશે. પદાધિકારીઓએ આશા વ્યક્ત કરી હતી કે આ યોજના પોરબંદરના ભવિષ્યના શહેરી વિકાસ માટે એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક સીમાચિહ્ન સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    દિવાળીના 4 દિવસની ઝાકમઝોળ પર ટેક્સના 72 લાખ ખર્ચાશે:સુઝલોનને 25.89 કરોડનો નવો કોન્ટ્રાક્ટ અપાશે,ખજોદમાં 15 લાખ મેટ્રિક ટન ઘનકચરા પ્રોસેસિંગનું ટેન્ડર મંજૂર થશે
    Next Article
    બોસ સ્કેમમાં લાખોની ઠગાઈ:કંપની સેક્રેટરીને કંપનીના ડીપીવાળા નંબર પરથી મેસેજ કરી 80 લાખ ટ્રાન્સફર કરાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment