Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો:ભાલકા બંદર રોડ પર ઝઘડામાં યુવકનું મોત થયું હતું; પોલીસે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું

    3 days ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં યુવકની હત્યાના ગંભીર ગુનામાં વેરાવળ સીટી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી મુકેશ વાઘોલીયાને ઝડપી પાડ્યો છે. ભાલકા ચોકી વિસ્તારના બંદર રોડ પર પદમાણી આઇસ ફેક્ટરી સામે બે યુવકો વચ્ચે થયેલા ઝઘડામાં સુરેશ ઉર્ફે સુરીયાને જીવલેણ ઇજાઓ પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની બાતમી મળતાં જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી શંકાસ્પદ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. ઘટનાસ્થળે લોહીના નિશાન મળી આવ્યા વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીને અંગત બાતમીદાર પાસેથી ભાલકા બંદર રોડ પર ઝઘડો થયાની માહિતી મળી હતી. પોલીસે સર્વેલન્સ ટીમ સાથે ઘટનાસ્થળે તપાસ કરતાં છૂટાછવાયા લોહીના નિશાન મળી આવ્યા હતા. ત્યારબાદ ભાલકા ગામની ઓમનાથ સોસાયટીમાં રહેતા મુકેશ વાઘોલીયાને અટકાયતમાં લઈ પૂછપરછ હાથ ધરવામાં આવતાં તેણે સુરેશને જીવલેણ ઇજાઓ પહોંચાડ્યાની હકીકત કબૂલી લીધી હતી. મૃતદેહ વિસાવદર લઈ જવાતાં પોલીસ દોડી મૃતકના પરિવારજનો અંતિમવિધિ માટે મૃતદેહને વિસાવદર લઈ ગયા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે પરિવારજનોનો સંપર્ક કરી મૃતદેહની સ્થિતિ યથાવત્ રાખવા સમજાવ્યા હતા. ત્યારબાદ પો.સ.ઈ. કે.એમ. ચાવડા અને એ.એસ.આઈ. ચંદુભાઈ ચુડાસમા સહિતની ટીમ વિસાવદર પહોંચી હતી અને મૃતદેહનું સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવાની કાયદેસરની તજવીજ હાથ ધરી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી મૃતકના કાકા કિશોરભાઈ બામરોલીયાની ફરિયાદના આધારે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103(1) મુજબ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી મુકેશ વાઘોલીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સમગ્ર બનાવ અંગે વધુ સઘન તપાસ શરૂ કરી છે. વેરાવળ સીટી પોલીસની સતર્કતાના કારણે ગંભીર ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    બાંટવામાંથી ઝડપાયો ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો:મંજૂરી વગર જોખમી રીતે સંગ્રહ કરાયેલા 12.25 લાખના ફટાકડા સાથે એક શખ્સ ઝડપાયો
    Next Article
    દિવાળી ટાણે જૂનાગઢ યાર્ડમાં વહેલી કેસર કેરીનું આગમન:સ્વાદના શોખીનો માટે ખુશખબર, પ્રતિ કિલો ₹230 સુધીનો ઊંચો ભાવ બોલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment