Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંટવામાંથી ઝડપાયો ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો:મંજૂરી વગર જોખમી રીતે સંગ્રહ કરાયેલા 12.25 લાખના ફટાકડા સાથે એક શખ્સ ઝડપાયો

    3 days ago

    ​જૂનાગઢ જિલ્લામાં આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન બાંટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે બાંટવા ટાઉનમાં લોહાણા સમાજની બાજુમાં ઘેલી નદીના કાંઠે જૂના પોલીસ સ્ટેશનની સામે આવેલા 3 ગોડાઉનમાં ઓચિંતી રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ ગોડાઉનોમાં અલગ-અલગ બ્રાન્ડના ફટાકડાના પુંઠાના કાર્ટુન તથા છૂટા ફટાકડાનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો હતો. ગોડાઉનમાં એક્સપાયર થયેલા ફાયર સેફ્ટીના બાટલા જોવા મળ્યા ​તપાસ દરમિયાન પકડાયેલા ઇસમ સૂર્યકાંત હરીલાલ તન્ના (ઉંમર વર્ષ 67, રહે. બાંટવા, લોહાણા સમાજ પાસે, તા. માણાવદર) પાસે આ ફટાકડા રાખવા અંગે કોઈપણ પ્રકારનો પાસ, પરવાનો કે લાયસન્સ ન હોવાનું સામે આવ્યું હતું. આ ગોડાઉનોમાં માનવ જિંદગી જોખમાય તેવી ગંભીર બેદરકારી જોવા મળી હતી, જ્યાં આગ કે અકસ્માત જેવી આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રેતી ભરેલી ડોલ, ફાયર સેફ્ટીના સાધનો કે વોટર સ્પ્રિંકલરની કોઈ જ વ્યવસ્થા નહોતી. ફક્ત એટલું જ નહીં સુરક્ષા માટે CCTV પણ લગાવવામાં આવ્યા ન હતા અને માત્ર પ્રથમ ગોડાઉનમાં 2 નાના એક્સપાયર થયેલા ફાયર સેફ્ટીના બાટલા જોવા મળ્યા હતા. પૂછપરછમાં આ ત્રણેય ગોડાઉન પરેશ મગનલાલ રાયચુરા નામના શખ્સ પાસેથી ફટાકડાનો સંગ્રહ કરવા માટે ભાડે રાખવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. ફટાકડાનું અનધિકૃત વેચાણ કરનાર સામે કાયદેસરના પગલાં લેવાશે ​પોલીસે સુર્યકાંત હરીલાલ તન્નાને સાથે રાખીને હાથ ધરેલી સઘન તપાસમાં કુલ રૂપિયા 12,25,868ની કિંમતનો વિપુલ પ્રમાણમાં ફટાકડાનો જથ્થો કબ્જે કર્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ પકડાયેલા શખસ વિરુદ્ધ બાંટવા પોલીસ સ્ટેશન ખાતે BNS-2023ની કલમ-125, 287, 288 તથા સ્ફોટક પદાર્થ અધિનિયમ-1884 ની કલમ-9 બી(1-બી) મુજબ ધોરણસરની કાયદેસરની ગુનાહિત કાર્યવાહી કરવામાં આવી છે. આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, કોઈપણ પ્રકારના લાયસન્સ કે પરવાનગી વગર તથા માનવ જિંદગી જોખમાય તે રીતે ફટાકડાનું અનધિકૃત વેચાણ કે સંગ્રહ કરનાર ઈસમો સામે કડકમાં કડક કાયદેસરના પગલાં લેવામાં આવશે
    Click here to Read More
    Previous Article
    स्पेन में हाई-स्पीड ट्रेनों की भीषण टक्कर, 64 लोगों की मौत; कई गंभीर रूप से घायल
    Next Article
    વેરાવળમાં યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો:ભાલકા બંદર રોડ પર ઝઘડામાં યુવકનું મોત થયું હતું; પોલીસે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment