Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડા અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ કામમાં ભ્રષ્ટાચારનો આરોપ:₹23 કરોડના પ્રોજેક્ટમાં હલકી ગુણવત્તાનો ઉપયોગ, વિપક્ષે CM ને પત્ર લખ્યો; તપાસ નહી તો ગઢડા બંધ એલાનની ચિમકી

    16 hours ago

    ગઢડામાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનના કામમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના મટીરીયલના ઉપયોગના આરોપ સાથે નગરપાલિકાના વિપક્ષ નેતા મીત ડાંગરે ફરી મુખ્યમંત્રીને પત્ર લખી ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. આ પ્રોજેક્ટ અંદાજે ₹23 કરોડના ખર્ચે GUDC ગાંધીનગર અંતર્ગત ઘેલોનદી પર હાથ ધરવામાં આવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે જો દસ દિવસમાં આ મામલે તપાસ શરૂ નહીં થાય, તો 23 માર્ચે ગઢડા શહેર બંધ રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. અગાઉ પણ આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં ફરી પત્ર લખવામાં આવ્યો છે. આ ડ્રેનેજ લાઇનનું કામ જયંતિ સુપર કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવ્યું છે. વિપક્ષ નેતાનો આરોપ છે કે આ યોજનામાં ગંભીર અનિયમિતતાઓ છે અને હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ગટર લાઇનનું યોગ્ય લેવલ ન લેવાતા દૂષિત પાણી બહાર નીકળે છે. ગટરનું પાણી STP (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) સુધી પહોંચવાને બદલે સીધું પવિત્ર ઘેલા નદીમાં ભળી રહ્યું છે. આના કારણે ઘેલા નદીનું પ્રદૂષણ વધી રહ્યું છે, જે યાત્રાળુઓ અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા સમાન છે. વધુમાં, નવી લાઇન નાખવાની મંજૂરી હોવા છતાં જૂની લાઇન જ યથાવત રાખી હોવાનો પણ આરોપ છે. મીત ડાંગરે આ સમગ્ર મામલે વિજીલન્સ અથવા ક્વોલિટી કન્ટ્રોલ દ્વારા ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગઢડા શહેર બંધ રાખીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    હાદાનગરમાં ઝેરી દવા પી આર્મી જવાનનો આપઘાત:ટૂંકી સારવાર દરમિયાન મોત, રજા લઈને ઉત્તરાખંડથી પરિવારને મળવા માટે આવ્યો હતો
    Next Article
    સરેલ સોલાર પ્લાન્ટમાંથી લાખોના વાયર ચોરાયા:એક વર્ષમાં સમયાંતરે ચોરી, અજાણ્યા સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment