Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરેલ સોલાર પ્લાન્ટમાંથી લાખોના વાયર ચોરાયા:એક વર્ષમાં સમયાંતરે ચોરી, અજાણ્યા સામે ફરિયાદ

    2 days ago

    પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સરેલ ગામમાં આવેલા હિંડુજા સોલાર પ્લાન્ટમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન લાખો રૂપિયાના વાયર, બેટરી અને અન્ય ઇલેક્ટ્રિક સાધનોની ચોરી થઈ છે. આ અંગે હારીજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હારીજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પ્લાન્ટના સ્ટોર ઇન્ચાર્જ માંગીલાલ ચોખારામ શર્માએ આ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે સરેલ સ્થિત કંપનીના પ્લાન્ટમાં સોલાર પેનલ, કેબલ અને અન્ય ઇલેક્ટ્રિક સાધનો ખુલ્લામાં રાખવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં પ્લાન્ટના વિવિધ બ્લોક અને સ્ટોરમાંથી સામગ્રીની ચોરી થઈ છે. સ્ટોકની ગણતરી અને ચકાસણી દરમિયાન માલસામાન ઓછો જણાતા ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. અધિકારીઓની તપાસમાં સ્ટોકમાં મોટી ઘટ હોવાનું સામે આવ્યું હતું. ચોરી થયેલી વસ્તુઓની યાદીમાં બ્લોક નંબર 10, 13 અને 15 માંથી 36 નંગ 10-વે હાર્નેસ, 10 નંગ રાફ્ટર અને 15 નંગ કનેક્ટિંગ પ્લેટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્ટોરમાંથી 54542 મીટર 1C x 6 sqmm સોલાર DC કેબલ, બ્લોક નંબર 14 માંથી કુલ 1096 મીટર ACX 300 રેડ અને બ્લેક વાયર, 2 નંગ UPS બેટરી, 30 નંગ LED લાઇટ અને અન્ય કેબલ વાયરની પણ ચોરી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હારીજ પોલીસે અજાણ્યા ચોર શખ્સો વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 303(2) અને 329(3) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર નિરવકુમાર અમૃતલાલ શાહ કરી રહ્યા છે. પોલીસ દ્વારા પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓ અને અન્ય સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગઢડા અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ કામમાં ભ્રષ્ટાચારનો આરોપ:₹23 કરોડના પ્રોજેક્ટમાં હલકી ગુણવત્તાનો ઉપયોગ, વિપક્ષે CM ને પત્ર લખ્યો; તપાસ નહી તો ગઢડા બંધ એલાનની ચિમકી
    Next Article
    ગુજરાતના 4 શહેરોમાં બનશે ‘નમો સ્વદેશી અર્બન મોલ’:સ્થાનિક કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોને મળશે કાયમી બજાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment