Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મથલ ડેમની કેનાલમાં પાણી સુકાતા 4 કાચબા ફસાયા:જાગૃત યુવાનોએ બચાવી વાડીના ટાંકામાં આપ્યો આશ્રય, ખેડૂતોને જીવદયાની અપીલ કરી

    1 day ago

    પાણીના અભાવે મોતની ભીતિ વચ્ચે ચારેય કાચબાને વાડીના ટાંકામાં આપ્યો સુરક્ષિત આશ્રય, રૂપસંગજી સોઢાએ પણ જીવદયાની કામગીરીમાં આપ્યો સાથ; ખેડૂત મિત્રો અને ગ્રામજનોને અબોલ જીવોની રક્ષા કરવા અપીલ હાલ ઓછા વરસાદના કારણે જળાશયોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે, ત્યારે તેની અસર માત્ર ખેતી કે પશુધન પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ જળચર જીવોના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું થઈ રહ્યું છે. આવા સંજોગોમાં મથલ ડેમની કેનાલમાં પાણીના અભાવે ફસાયેલા ચાર કાચબાને બચાવીને આનંદદાન હિંમતદાન ગઢવીએ જીવદયાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, આનંદદાન ગઢવી પોતાની વાડીએ જઈ રહ્યા હતા, તે દરમિયાન મથલ ડેમની કેનાલમાં આવેલા પાણીના ઊંડા કોઠા તરફ તેમની નજર પડી હતી. ત્યાં પાણી સુકાઈ જતું હોવાથી ચાર કાચબા ફસાયેલા જોવા મળ્યા હતા. જળાશયમાં પાણીનો અભાવ રહેતાં આ અબોલ જીવોનું જીવન જોખમમાં મુકાયું હોવાનું જણાતાં તેમણે સમયસર મદદ કરવાનું નક્કી કર્યું હતું. આનંદદાન ગઢવીએ કાચબાઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી કરી હતી અને ત્યારબાદ પોતાની વાડીમાં આવેલા પાણીના ટાંકામાં તેમને આશ્રય આપ્યો હતો. આ કામગીરીમાં રૂપસંગજી વર્ધાજી સોઢાએ પણ સહયોગ આપ્યો હતો. બંનેની આ પહેલે અબોલ જીવો પ્રત્યેની સંવેદના અને પ્રકૃતિના દરેક જીવને બચાવવાની ભાવનાને ઉજાગર કરી છે. ખેડૂતોની જાગૃતિથી બચી શકે છે અનેક અબોલ જીવોના જીવ આનંદદાન ગઢવીએ ખેડૂત મિત્રો અને ગ્રામજનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે ઓછા વરસાદના કારણે ડેમ, તળાવો, કેનાલો અને અન્ય જળાશયોમાં પાણી ઘટતાં કાચબા સહિતના જળચર જીવો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આવા જીવો ખેતર, વાડી કે આસપાસના વિસ્તારમાં પાણીના અભાવે ફસાયેલા જોવા મળે તો તેમની અવગણના કરવાને બદલે યોગ્ય મદદ માટે આગળ આવવું જોઈએ. તેમણે વધુમાં અપીલ કરી હતી કે વન્યજીવોને બચાવવા માટે વન વિભાગ અથવા વન્યજીવ બચાવકર્મીઓનો સંપર્ક કરવો જોઈએ, જેથી નિષ્ણાતોની મદદથી તેમને સુરક્ષિત રીતે યોગ્ય રહેઠાણમાં પહોંચાડી શકાય. મથલ ડેમની કેનાલમાં ચાર કાચબાને બચાવવાની આ ઘટના સમાજને સંદેશ આપે છે કે જીવદયા માત્ર માનવતા નહીં, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારી પણ છે. અબોલ જીવોની મુશ્કેલીને સમજીને સમયસર કરવામાં આવેલો નાનકડો પ્રયાસ પણ કોઈ જીવને નવું જીવન આપી શકે છે.
    Click here to Read More
    Previous Article
    મુસાફરોને પ્લેટફોર્મ વચ્ચે અવરજવરમાં ભીડમાંથી મુક્તિ મળશે:રાજકોટ ડિવિઝનનાં સુરેન્દ્રનગર સ્ટેશનમાં 12 મીટર પહોળા ઓવરબ્રીજનાં ગર્ડર લોન્ચિંગની કામગીરી પૂર્ણ ; આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટમાં
    Next Article
    સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં જનહિતલક્ષી નિર્ણયો:સ્મીમેર-મસ્કતીમાં માત્ર 10માં દવા, મીઠીખાડીથી નીલગીરી રોડ પહોળો કરવા લાઈનદોરી સહિત આશરે 15 કરોડના 25 કામો મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment