Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસાફરોને પ્લેટફોર્મ વચ્ચે અવરજવરમાં ભીડમાંથી મુક્તિ મળશે:રાજકોટ ડિવિઝનનાં સુરેન્દ્રનગર સ્ટેશનમાં 12 મીટર પહોળા ઓવરબ્રીજનાં ગર્ડર લોન્ચિંગની કામગીરી પૂર્ણ ; આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટમાં

    1 day ago

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ઉપર અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નિર્માણાધીન 12 મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજના ગર્ડર લોન્ચિંગ માટેની કામગીરી 2થી 8 ઓક્ટોબર દરમિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ પડકારજનક કાર્ય નિર્ધારિત સમય કરતાં પણ વહેલું સંપન્ન કરવામાં આવ્યું છે. સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ કામગીરી માટે 350 મેટ્રિક ટનની બે ક્રેન, 3 હાઈડ્રા મશીનો, 5 વેલ્ડર, 6 ગેસ કટર, 60 કુશળ શ્રમિકો અને 4 સુપરવાઇઝરો તૈનાત કરવામાં આવ્યા હતા. ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે ટ્રેનોના સંચાલનમાં ઓછામાં ઓછો વિક્ષેપ પડે તે રીતે સલામતીના તમામ માપદંડો સાથે આ કામ પૂર્ણ કરાયું છે. મુસાફરોની સુરક્ષા અને સુવિધા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ 12 મીટર પહોળો નવો બ્રિજ ટ્રેનોના આગમન - પ્રસ્થાન સમયે, તહેવારો દરમિયાન તથા મુસાફરોની ભારે અવરજવર વખતે પ્લેટફોર્મ વચ્ચેની હિલચાલને અત્યંત સુગમ બનાવશે. તેની વિશાળ ક્ષમતાને કારણે સીડીઓ અને પ્લેટફોર્મ પરની ભીડ ઘટી જશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે. સીએમ ભુપેન્દ્ર પટેલ કાલે રાજકોટમાં, 136 ગ્રામહાટનું લોકાર્પણ કરી સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લેશે ગુજરાતનાં સીએમ ભુપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ગ્રામ હાટના લોકાર્પણ તથા સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત જેવા બે કાર્યક્રમોમાં હાજરી આપશે. વહિવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. શહેરના રેસકોર્ષ ખાતે ગ્રામ વિકાસ વિભાગ હેઠળ સખી મંડળો દ્વારા સંચાલિત રાજ્યના 136 ગ્રામ હાટનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ લોકાર્પણ કરશે, અને મહિલાલક્ષી વિવિધ યોજનાઓનો પ્રારંભ કરાવશે. આ રેસકોર્ષના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી જામનગર રોડ પડધરી નજીક સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાતે જનાર છે. મુખ્યમંત્રીના કાર્યક્રમને ધ્યાને રાખીને વહિવટીતંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી છે. કાર્યક્રમ સ્થળે બેઠક વ્યવસ્થા, ટ્રાફિક, પાર્કિંગ, સુરક્ષા, પીવાનું પાણી, સ્વચ્છતા સહિતની વ્યવસ્થા-સુવિધાની કલેક્ટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. અને કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા તથા કલેક્ટર ડો. ઓમપ્રકાશ વગેરે દ્વારા રુબરુ સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. એસ.ટી. બસ સ્ટેશન પરથી હવે SMS થી ટિકીટ મળશે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વર્ષ 2009થી ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની સુવિધા શરુ કરવામાં આવી છે, જેને મુસાફરો તરફથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન અંદાજે 273 લાખ સીટોનું બુકીંગ થયું છે, જેના થકી નિગમને રૂ. 722.96 કરોડની આવક થઈ છે. આ પૈકી 79.37 ટકા સીટો ઓનલાઈન માધ્યમથી અને 20.63 ટકા સીટો કાઉન્ટર પરથી બુક થઈ છે. મુસાફરોની સુવિધામાં વધારો કરવા તેમજ પર્યાવરણલક્ષી અભિગમને પ્રોત્સાહન આપવાના હેતુથી નિગમે હવે કાઉન્ટર પરથી બુક થતી ટિકીટ માટે પણ SMS સેવા શરૂ કરી છે. આ સુવિધા અંતર્ગત મુસાફર કાઉન્ટર ટિકીટનો SMS મોબાઈલ, લેપટોપ કે અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણમાં દર્શાવશે તો કંડકટર દ્વારા તેને માન્ય ટિકીટ તરીકે સ્વીકારવામાં આવશે. જોકે, મુસાફરી દરમિયાન મુસાફરે SMS સાથે પોતાનું અસલ ફોટો ઓળખપત્ર સાથે રાખવાનું ફરજિયાત રહેશે. રાજકોટની શાળાઓ આસપાસ ગેરકાયદેસર તમાકુ અને સિગારેટના વેચાણ સામે કલેક્ટરને રજૂઆત રાજકોટ શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોની 100 મીટરની ત્રિજ્યામાં ગેરકાયદેસર થતા તમાકુ, બીડી અને સિગારેટના વેચાણ પર સખત પ્રતિબંધ મૂકવા તથા કડક કાયદાકીય ઝુંબેશ હાથ ધરવા અંગે રાજકોટ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. અલ્પેશ કેશુભાઈ વેકરીયા દ્વારા કરવામાં આવેલી આ અરજીમાં જણાવ્યા મુજબ, COTPA (સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન અધિનિયમ) 2003ની કલમ-6 હેઠળ શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ નશાકારક પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં, શાળાઓ નજીક પાનના ગલ્લાઓ અને લારીઓ પર ખુલ્લેઆમ તમાકુનું વેચાણ થઈ રહ્યું છે. આ કારણે સગીર વયના બાળકો અને યુવાધન નાની ઉંમરે ગંભીર વ્યસનનો ભોગ બની રહ્યા છે. ત્યારે આ મામલે પોલીસ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી, નિયમભંગ કરનારા દુકાનદારો સામે દંડ, માલ જપ્તી અને દુકાનો સીલ કરવા જેવી કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. મહેસુલી કર્મચારીઓની હડતાળનો ત્રીજો દિવસ, 24 બોટલ રક્તદાન કરાયું રાજકોટ સહિત રાજયભરના મહેસુલી કર્મચારીઓની અચોકકસ મુદતની હડતાલ આજે ત્રીજા દિવસમાં પ્રવેશી છે. કર્મચારીઓની હડતાલના પગલે વહીવટી કામગીરી ઠપ્પ બની છે. રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે મહેસુલી કર્મચારીઓએ ગઈકાલે કલેકટર કચેરીના ગ્રાઉન્ડની સાફસફાઈ કરી ગાંધીગીરી હતી. તો આજે લાઈફ વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી રકતદાન કેમ્પ યોજી રકતદાન કર્યું હતું. રકતદાન કેમ્પમાં કર્મચારીઓએ 24 બોટલ રકતદાન કર્યું હતું. પડતર પ્રશ્નો હલ કરવાની માંગણી સાથે મહેસુલી કર્મચારીઓ દ્વારા માસ સીએલ અને અચોકકસ મુદતની ચલાવાયેલ આ લડત પછી પણ સરકારની ઉંઘ હજુ ઉડી નથી. મહેસુલી કર્મચારીઓની હડતાલના પગલે રાજકોટ કલેકટર સહિત જીલ્લાની તમામ મહેસુલી કચેરીઓ આજે પણ સુમસામ રહી હતી. સતત ત્રીજા દિવસે મહેસુલી કચેરીઓનો વહીવટ ઠપ્પ રહેતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે હાલમાં વિવિધ પડતર પ્રશ્નો અંગે મહેસુલી કર્મચારી મહામંડળના હોદેદારોએ આજે ગાંધીનગર દોડી જઈ રાજય સરકારના પ્રતિનિધિઓ સાથે મંત્રણાનો દોર શરૂ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રિમાં અસામાજિક તત્વોની ખેર નહીં:ભાવનગરના 22 ડાર્ક પોઈન્ટ્સ પર ઘોડેસવાર પોલીસ કરશે પેટ્રોલીંગ, સુરક્ષાનો મેગા પ્લાન તૈયાર
    Next Article
    મથલ ડેમની કેનાલમાં પાણી સુકાતા 4 કાચબા ફસાયા:જાગૃત યુવાનોએ બચાવી વાડીના ટાંકામાં આપ્યો આશ્રય, ખેડૂતોને જીવદયાની અપીલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment