Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં જનહિતલક્ષી નિર્ણયો:સ્મીમેર-મસ્કતીમાં માત્ર 10માં દવા, મીઠીખાડીથી નીલગીરી રોડ પહોળો કરવા લાઈનદોરી સહિત આશરે 15 કરોડના 25 કામો મંજૂર

    1 day ago

    સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં સામાન્ય નાગરિકો, દર્દીઓ અને વાહનચાલકોની સુવિધા સાથે જોડાયેલા કુલ 25 મહત્વના કામો પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ બેઠકમાં આરોગ્ય સેવાઓ, માર્ગ વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વહીવટી કામગીરી સહિત કુલ આશરે 15 કરોડ (14.85 કરોડ) થી વધુના પ્રોજેક્ટ્સ અને જમીન ફાળવણીના કામોને લીલી ઝંડી આપવામાં આવી છે. સ્મીમેર, મસ્કતી સહિત તમામ હેલ્થ સેન્ટરોમાં હવે એક દિવસની દવા માત્ર 10 રુપિયામાં પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ, મસ્કતી હોસ્પિટલ તેમજ વિવિધ હેલ્થ સેન્ટરોમાં સારવાર અર્થે આવતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે સૌથી મોટા આશ્વાસનરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી પાલિકાની હોસ્પિટલોમાં નજીવા દરે સારવાર મળતી હતી, પરંતુ ગરીબ દર્દીઓ પાસે બહારથી દવાઓ ખરીદવાના પૂરતા પૈસા ન હોવાથી તેઓ અધૂરી સારવાર લેવા મજબૂર બનતા હતા. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પાલિકા દ્વારા ટૂંક સમયમાં સ્મીમેર હોસ્પિટલમાં જેનરિક દવાનો અદ્યતન સ્ટોર શરૂ કરવામાં આવશે. દર્દીઓને હવે તમામ જરૂરી દવાઓ આ જેનરિક સ્ટોરમાંથી જ પૂરી પાડવામાં આવશે અને માત્ર રુપિયા 10ના નજીવા ચાર્જમાં એક દિવસની દવાનો જથ્થો ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત છેલ્લા 8 મહિનાથી દવાઓ, ગ્લોવ્ઝ, ઇન્જેક્શન અને સર્જિકલ એસેસરીઝ સહિતનું ટેન્ડર અટવાયેલું હતું, જેને એક્ઝિક્યુટિવ કમિટી બાદ સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી અર્થે મૂકી માર્ગ મોકળો કરવામાં આવ્યો છે. આશરે 1500 જેટલી વિવિધ મેડિકલ વસ્તુઓની ખરીદીને મંજૂરી મળતાં દર્દીઓને હવે ઓપરેશન કે ઇમરજન્સી વખતે બહારની ખાનગી મેડિકલમાંથી મોંઘા સાધનો, ગ્લોવ્ઝ, વેનફ્લો કે ઇન્જેક્શન લાવવાની મુશ્કેલીમાંથી સંપૂર્ણ મુક્તિ મળશે. મીઠીખાડી બ્રિજથી નીલગીરી સર્કલ સુધીનો રોડ 30 મીટર પહોળો થશે સાઉથ ઈસ્ટ ઝોન (લિંબાયત) વિસ્તારમાં ટ્રાફિકની વણસેલી સમસ્યાને હળવી કરવા માટે ટી.પી. સ્કીમ નં. 39 (ઉધના-લિંબાયત) અંતર્ગત મીઠીખાડી બ્રિજથી મદનપુરા શાકમાર્કેટ સુધી તેમજ ટી.પી. સ્કીમ નં. 40 (લિંબાયત-ડિંડોલી) હેઠળ મદનપુરા શાકમાર્કેટથી નીલગીરી સર્કલ સુધીના હયાત 24.00 મીટરના રસ્તાને 30.00 મીટર (આશરે 100 ફૂટ) પહોળો કરવાની રસ્તારેખા (લાઈનદોરી) નિયત કરવા માટેની મહત્વની દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. જી.પી.એમ.સી. એક્ટની કલમ-210(1)(બી) મુજબ મ્યુનિસિપલ કમિશનરને આગળની ડિમોલિશન અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સત્તા સોંપાઈ છે. આંજના-ભાઠેના ટેક્સટાઈલ અને ઔદ્યોગિક ક્ષેત્રને લિંબાયતના નીલગીરી સાથે જોડતા આ અતિ મહત્વપૂર્ણ માર્ગ પર હજારો વાહનો અને શ્રમિકોની દૈનિક અવરજવર રહે છે. રસ્તો સળંગ પહોળો થવાથી આશરે 5 લાખ લોકોને વર્ષો જૂની ટ્રાફિક સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. જોકે, સૂચિત લાઈનદોરીના અમલથી મીઠીખાડીથી મદનપુરા વચ્ચે આશરે 167 કાચા પતરાના શેડ, 235 પાકા મકાનો અને 1 ધાર્મિક સ્થળ (દેરી) સહિત બંને તબક્કામાં મળીને કુલ 481 જેટલી નાની-મોટી મિલકતો કપાતમાં આવશે. બેઠકમાં મંજૂર થયેલા અન્ય મોટા અને મુખ્ય કામો સ્થાયી સમિતિમાં મંજૂર થયેલા કુલ આશરે Rs. 15 કરોડના કામોમાં સ્મીમેર હોસ્પિટલના અદ્યતન 128 સ્લાઈસ સીટી સ્કેન મશીન અને 1.5 T MRI મશીનના 10 વર્ષના CMC (મેઈન્ટેનન્સ) પેટે 8.55 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી છે. આ સાથે ઓર્થોપેડિક વિભાગના વપરાશ માટે જરૂરી વિવિધ 173 પ્રકારના ઇમ્પ્લાન્ટ અને પ્રોસ્થેસિસની 1.22 કરોડના ખર્ચે ખરીદી મંજૂર કરાઈ છે. ઝોન કચેરીઓમાં ટેક્સ વસુલાત અને ફિલ્ડ ડ્યુટી હેતુ 328 કોમ્પ્યુટર ઓપરેટરો આઉટસોર્સિંગથી રાખવા 2 માસ માટે 1.21 કરોડ, જહાંગીરપુરા, પીસાદ અને કતારગામ વિસ્તારની સોસાયટીઓમાં સીમેન્ટ કોંક્રીટ રસ્તા બનાવવા માટે આશરે Rs. 1.90 કરોડ, 14 સ્થળોએ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટના 10 વર્ષના મેન્ટેનન્સ માટે Rs. 64.80 લાખ તથા સેન્ટ્રલ ઝોનમાં તાપીભવનના સમારકામ માટે Rs. 49.76 લાખના ટેન્ડરોને લીલી ઝંડી અપાઈ છે. ઉપરાંત, વહીવટી અને માળખાકીય સુવિધા હેઠળ કનકપુર-કનસાડ ખાતે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે 25,000 ચો.મી. તેમજ સેગવા સ્યાદલા ખાતે પમ્પિંગ સ્ટેશન માટે 1,000 ચો.મી. સરકારી જમીન રાજ્ય સરકાર પાસેથી મેળવવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ વરીયાવ ખાતે DGVCL પેટા કચેરી માટે અને વેસુ ખાતે 66 KV સબસ્ટેશન બનાવવા GETCOને જમીન ફાળવવા સહિત પેથોલોજિસ્ટ-રેડિયોલોજિસ્ટ જેવા મેડિકલ સ્ટાફ અને માજી સૈનિકોની ભરતીના નિયમો સુધારવા અંગેની ભલામણો પણ સાધારણ સભા તરફ મોકલવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મથલ ડેમની કેનાલમાં પાણી સુકાતા 4 કાચબા ફસાયા:જાગૃત યુવાનોએ બચાવી વાડીના ટાંકામાં આપ્યો આશ્રય, ખેડૂતોને જીવદયાની અપીલ કરી
    Next Article
    Opposition Leaders Meet President To Press For Gyanesh Kumar's Resignation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment