Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાદાનગરમાં ઝેરી દવા પી આર્મી જવાનનો આપઘાત:ટૂંકી સારવાર દરમિયાન મોત, રજા લઈને ઉત્તરાખંડથી પરિવારને મળવા માટે આવ્યો હતો

    14 hours ago

    ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતો અને હાલ ઉત્તરાખંડ ખાતે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતો આર્મી જવાને આત્મહત્યા કરી લીધી છે. તાજેતરમાં રજા લઈને પરિવારને મળવા આવ્યો હતો. આજે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ગંભીર હાલતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી સ્નેહમિલન સોસાયટીમાં રહેતા આસિફ જમાલ પરમાર ગત તા.23 ફેબ્રુઆરીના રોજ ફરજ સ્થળેથી રજા લઈને પરિવારને મળવા માટે ભાવનગર આવ્યો હતો. આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર તેણે તેના ઘરે ઝેરી દવા પી લેતા ગંભીર હાલતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આસિફનું મોત થયું હતું. આત્મહત્યાનું રહસ્ય અકબંધ આ બનાવની જાણ બોરતળાવ પોલીસને થતા પોલીસ સ્ટાફનો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. મૃતકે ક્યાં કારણોસર આજુગતું પગલું ભર્યું તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાણવા મળી નથી, વધુમાં પોલીસે પરિવારના નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મનપાનો પર્યાવરણ જાળવણીનો નવતર પ્રયોગ:બોટલ્સ ફોર ચેન્જ અભિયાન હેઠળ વેસ્ટ પ્લાસ્ટિકના રિસાયકલિંગ માટે માર્ગો પર વિશાળ બોટલ શેપ ડસ્ટબિન્સ મૂકાયા
    Next Article
    ગઢડા અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ કામમાં ભ્રષ્ટાચારનો આરોપ:₹23 કરોડના પ્રોજેક્ટમાં હલકી ગુણવત્તાનો ઉપયોગ, વિપક્ષે CM ને પત્ર લખ્યો; તપાસ નહી તો ગઢડા બંધ એલાનની ચિમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment