Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાનો પર્યાવરણ જાળવણીનો નવતર પ્રયોગ:બોટલ્સ ફોર ચેન્જ અભિયાન હેઠળ વેસ્ટ પ્લાસ્ટિકના રિસાયકલિંગ માટે માર્ગો પર વિશાળ બોટલ શેપ ડસ્ટબિન્સ મૂકાયા

    13 hours ago

    ગ્રીન સિટી તરીકે ઓળખાતા ગાંધીનગરને હવે પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. ગાંધીનગર મહાનગરપાલિકા અને ખાનગી કંપનીના સંયુક્ત ઉપક્રમે શહેરમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન માટે આકર્ષક પાણીની બોટલના આકારનીબોટલ શેપ ડસ્ટબિન્સ મૂકવામાં આવી છે. આ પહેલ માત્ર સ્વચ્છતા પૂરતી મર્યાદિત નહીં પરંતુ નાગરિકોમાં પ્લાસ્ટિક રિસાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા માટેનો એક પ્રયાસ કરાયો છે. પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન માટે આકર્ષક પાણીની બોટલના આકારની ડસ્ટબિન્સ મૂકવામાં આવી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન માટે આકર્ષક પાણીની બોટલના આકારની બોટલ શેપ ડસ્ટબિન્સ મૂકવામાં આવી છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા શહેરના એવા સ્થળોની પસંદગી કરવામાં આવી છે જ્યાં લોકોની અવરજવર સૌથી વધુ રહેતી હોય છે. હાલમાં પ્રથમ તબક્કા હેઠળ ખ 0 સર્કલ મેક્ડોનાલ્ડ્સ પાસેનો વિસ્તાર,સરગાસણ ઝેડ બ્લુ શો-રૂમ પાસે,સેક્ટર-16 માધવી ડેરી પાસે અને સેક્ટર-9 સરિતા ઉદ્યાન પાસે બોટલ શેપ ડસ્ટબિન્સ મૂકવામાં આવી છે.સામાન્ય રીતે કચરાપેટીઓ જોતા લોકોમાં સૂગ ચડતી હોય છે પરંતુ આ બિન્સને આકર્ષક રીતે પાણીની બોટલ જેવો આકાર આપવામાં આવ્યો છે. પ્લાસ્ટિક સીધું જ રિસાયકલિંગ માટે મોકલવામાં આવશે આ પાછળનો મનોવૈજ્ઞાનિક હેતુ એ છે કે, લોકો દૂરથી જ સમજી શકે કે આ માત્ર પ્લાસ્ટિકની બોટલો માટે છે. બોટલ્સ ફોર ચેન્જ પ્રોગ્રામ હેઠળ આ બીન્સ દ્વારા એકત્રિત કરવામાં આવેલ પ્લાસ્ટિક સીધું જ રિસાયકલિંગ માટે મોકલવામાં આવશે. જેથી, તે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર ફરીથી ઉપયોગમાં લઈ શકાય. રસ્તા પર કે ગટરમાં પ્લાસ્ટિક ફેંકવાને બદલે આ નિર્ધારિત બિન્સનો ઉપયોગ કરે પર્યાવરણ નિષ્ણાતોના મતે પ્લાસ્ટિક જ્યારે ભીના કચરા સાથે ભળે છે ત્યારે તેને રિસાયકલ કરવું લગભગ અશક્ય બને છે. GMCના સૂત્રોના જણાવ્યા મુજબ જો નાગરિકો પ્લાસ્ટિક વેસ્ટને ઉદભવ સ્થાન પર જ એટલે કે આ બિન્સમાં જ અલગથી નાખે તો તેને અલગ તારવવાની મહેનત ઘટે છે અને પ્રદૂષણ અટકે છે. આ પ્રોજેક્ટ દ્વારા પાટનગરના વેસ્ટ મેનેજમેન્ટ મોડેલને વધુ આધુનિક બનાવવાનો લક્ષ્યાંક છે. શહેરના નાગરિકોને છે કે, તેઓ આ અભિયાનમાં સક્રિયપણે જોડાય. રસ્તા પર કે ગટરમાં પ્લાસ્ટિક ફેંકવાને બદલે આ નિર્ધારિત બિન્સનો ઉપયોગ કરે. જેથી ગ્રીન સિટી ગાંધીનગરને હવે પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવાની દિશામાં આ એક મોટું કદમ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    ગાંજો વેચવા ગિફ્ટ સિટીમાં લક્ઝુરિયસ ફ્લેટ ભાડે લીધો:રાજકોટનો યુવાન રોજનું 3,000 ભાડું ચુકવતો; 26 લાખનો ગાંજો, બે આઇફોન, ઇલેક્ટ્રિક વજન કાંટો જપ્ત
    Next Article
    હાદાનગરમાં ઝેરી દવા પી આર્મી જવાનનો આપઘાત:ટૂંકી સારવાર દરમિયાન મોત, રજા લઈને ઉત્તરાખંડથી પરિવારને મળવા માટે આવ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment