Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંજો વેચવા ગિફ્ટ સિટીમાં લક્ઝુરિયસ ફ્લેટ ભાડે લીધો:રાજકોટનો યુવાન રોજનું 3,000 ભાડું ચુકવતો; 26 લાખનો ગાંજો, બે આઇફોન, ઇલેક્ટ્રિક વજન કાંટો જપ્ત

    17 hours ago

    ગાંધીનગર ગિફ્ટ સિટીમાં શરતોને આધિન દારૂ પીવાની રાજ્ય સરકારે છૂટછાટ આપ્યા પછી ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. એવામાં ગઈકાલે(11 માર્ચ) ગિફ્ટ સિટીના શોભા ડ્રીમ હાઈટ્સ ટાવરના 23મા માળે ત્રાટકીને ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આશરે 26.11 લાખ રૂપિયાથી વધુ કિંમતનો નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે 25 વર્ષીય અંકિત રાજેશભાઈ કક્કડ(મૂળ રહે. દ્વારકા હાઇટ્સ, માધાપર ચોકડી પાસે, રાજકોટ, મૂળ વતની મોરબી) ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી રોજના 3,000 રૂપિયાના ભાડાથી રહેતો હતો આ દરોડા દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અંકિત કક્કડ ગત 10 માર્ચથી આ ફ્લેટમાં 'Airbnb' એપ્લિકેશન મારફતે રોજના 3,000 રૂપિયાના ભાડાથી રહેતો હતો. એટલે કે માસિક 90 હજારથી વધુનું ભાડું ચૂકવતો હતો. આ રહેઠાણનું પેમેન્ટ પણ તેણે ઓનલાઇન ગુગલ પે દ્વારા કર્યું હતું. સર્ચ દરમિયાન ગાંજો મળ્યો પૂર્વ બાતમીના આધારે એસ.ઓ.જી. પી.આઈ. એચ.આઈ. ભાટી અને તેમની ટીમે ગઈકાલે(11 માર્ચ) રાતે આ ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. રેઇડ દરમિયાન બેડરૂમમાં રાખેલી નાઇકીના સિમ્બોલવાળી બેગમાંથી 0.746 કિલોગ્રામ લીલાશ પડતો વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો.જેના પગલે ઘટનાસ્થળે એફએસએલના સાયન્ટિફિક ઓફિસરને બોલાવી પદાર્થનું પરીક્ષણ કરાવતા તે ગાંજો હોવાનું ફલિત થયું હતું. વડોદરામાંથી ગાંજો ખરીદ્યો હતો પોલીસે 26.11 લાખનો ગાંજો, 4000 રૂપિયા રોકડા, બે મોંઘા આઇફોન, ઇલેક્ટ્રિક વજન કાંટો અને આધાર કાર્ડ સહિત કુલ 26,65,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીની પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગાંજાનો જથ્થો તેણે બે દિવસ પહેલા વડોદરાના તાંદલજા વિસ્તારમાં મેકડોનાલ્ડ્સ બર્ગર પાસેથી અનિકેત રબારી નામના શખ્સ પાસેથી મેળવ્યો હતો. હાલમાં ડભોડા પોલીસ સ્ટેશનમાં અંકિત કક્કડ અને અનિકેત રબારી વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી વડોદરાની ખાનગી યુનિ.માંથી ગ્રેજ્યુએટ થયો છે: PI આ અંગે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના PI એચ. આઈ. ભાટીએ જણાવ્યું કે, આરોપી ગાંજાનો વેપલો કરવા અહીં રોકાયો હતો. આ જથ્થો છૂટક વેચાણ કરવાનો આરોપીનો પ્લાન હતો. હજી બે દિવસ પહેલા જ તે અહીં રહેવા માટે આવ્યો હતો. આ દરમિયાન ચોક્ક્સ બાતમીના આધારે દરોડો પાડીને તેને ઝડપી લેવામાં આવ્યો છે. જેની આજે રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ગિફ્ટ સિટીમાં ગમે ત્યાં દારૂ પીવાની છૂટ ગાંધીનગરના ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (GIFT CITY)માં દારૂના સેવનના નિયમોમાં રાજ્ય સરકાર દ્વારા મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. ગુજરાત બહારના પ્રવાસી અને વિદેશી નાગરિકો માટે ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે કામચલાઉ પરમિટ ફરજિયાત હતી, જે હવે નાબૂદ કરવામાં આવી છે. હવે આવા પ્રવાસીઓ ફક્ત પોતાનું ઓળખપત્ર બતાવી દારૂ મેળવી શકશે. મહેમાનોની યજમાની કરવા માટે ટેમ્પરરી પરમિટ લેવાની રહેશે અને જે-તે કર્મચારીએ તેની સાથે હાજર રહેવાનું રહેશે. આ લોકોને ગાર્ડન એરિયા, પુલ સાઇડ અને ટેરેસ પર પીવાની છૂટ આપી છે. 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે. એે પહેલાં રાજ્ય સરકાર ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી છૂટછાટનો વ્યાપ વધારી શકે છે અને અમદાવાદમાં પણ છૂટ આપી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    દુબઈથી આવેલા મામાએ તો વટ પાડી દીધો:ભાણાના લગ્નમાં 1 કરોડનું મામેરું ભર્યું, 51 લાખ રોકડા અને 21 લાખના દાગીના સાથે મોંઘી ગિફ્ટ આપી
    Next Article
    મનપાનો પર્યાવરણ જાળવણીનો નવતર પ્રયોગ:બોટલ્સ ફોર ચેન્જ અભિયાન હેઠળ વેસ્ટ પ્લાસ્ટિકના રિસાયકલિંગ માટે માર્ગો પર વિશાળ બોટલ શેપ ડસ્ટબિન્સ મૂકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment