Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા સ્ટેન્ડિંગ કમિટીમાં કરોડોના કામ મંજૂર પણ પ્રજા અસુવિધાથી હેરાન:જૂનાગઢ મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે દર વખતની જેમ ₹227.76 કરોડના વિકાસકામોનું બળિંગું ફૂંક્યું, છતાં શહેરીજનો પાયાની સુવિધાથી વંચિત

    1 day ago

    ​રાજ્ય સરકાર એક તરફ જૂનાગઢ મહાનગરપાલિકાને મોઢે માગી ગ્રાન્ટ આપે છે, પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકા જાણે કે કોઈપણ પ્રકારનું ચોક્કસ નીતિ-નિયમો વાળું યોગ્ય આયોજન ન કરી શકી હોય તેના કારણે આજે પણ જૂનાગઢ શહેરના લોકો પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા છે અને અસુવિધાઓથી ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેન પલ્લવીબેન ઠાકરે ફરી એકવાર કરોડો રૂપિયાના કામોને મંજૂરી આપીને વિકાસનું બળિંગું ફૂંક્યું છે. પરંતુ બીજી તરફ જૂનાગઢ શહેરની જનતા હજુ પણ બિસ્માર રોડ-રસ્તા, ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે વલખાં મારી રહી છે. ​જૂનાગઢ શહેરની અનેક શેરી-ગલીઓ અને સોસાયટીના રહીશો રોડ, રસ્તા અને ગટરના પ્રશ્નો મામલે અનેક વખત સ્થાનિક તંત્રને આવેદનપત્ર પાઠવી ચૂક્યા છે. આ ઉપરાંત સ્થાનિક લોકો દ્વારા પદાધિકારીઓ અને અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પરિણામ હંમેશા શૂન્ય જ આવ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે ફરી એકવાર આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરોડો રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવી છે. અત્યારે સૌથી નવાઈની વાત તો એ છે કે ‘વિઝન 2036’ નું આયોજન સરકારે જૂનાગઢ મહાનગરપાલિકા પાસેથી માંગ્યું હતું અને મહાનગરપાલિકા દ્વારા તે આયોજન મોકલી પણ દેવામાં આવ્યું હતું. પરંતુ સ્થાનિક લોકો નિયમિત ટેક્સ ભરવા છતાં પણ સુવિધાઓથી વંચિત છે, તે બાબતનો જાણે કે અહીંના પદાધિકારીઓ કે અધિકારીઓને કોઈ ખ્યાલ જ નથી. ​ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, તેમાં ₹227.76 કરોડના કામોને મંજૂરી આપી છે. જેમાં ખાસ કરીને વર્ષ 2026-27ના સ્વર્ણિમ આયોજન અંતર્ગત આઉટગ્રોથની યોજનાઓના કામો મંજૂર કર્યા છે, સડક યોજનાના કામો મંજૂર કર્યા છે. આમ કુલ મળીને દરેક વોર્ડ વાઇઝ ઇન્ટરનલ રસ્તાઓ કે અન્ય કામો માટે કોર્પોરેટરો પાસેથી કામો મગાવીને સ્વર્ણિમ આયોજનમાં મૂક્યા હતા, જે કામો મંજૂર કરવામાં આવ્યા છે.​તેમણે વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે આ ઉપરાંત આપણે ત્યાં ખૂબ સારો સ્વિમિંગ પુલ છે અને ખલીલપુર ચોકડી પર યોગ સ્ટુડિયો પણ બનેલો છે, તેના ઓપરેશન અને મેન્ટેનન્સ માટેના ટેન્ડરની શરતો મંજૂર કરી છે. આ ઉપરાંત મજેવડી ગેટ પાસે જે ટાઉન હોલ અને રીડિંગ લાઇબ્રેરી છે, તેનું ટેન્ડર થયું હતું અને એ ટેન્ડરના ભાવ પણ મંજૂર કર્યા છે, એટલે કે આગામી દિવસોમાં ત્યાં ટાઉન હોલ અને રીડિંગ લાઇબ્રેરી પણ આકાર પામશે. ​આ ઉપરાંત ચેરમેને ‘વિઝન 2036’ અંગે વાત કરતા જણાવ્યું હતું કે એક ખૂબ સારી વાત એ છે કે 'વિઝન 2036' નું આયોજન સરકારે આપણી પાસેથી માંગ્યું હતું. જૂનાગઢની સ્ટેન્ડિંગ કમિટીમાં ગુજરાતમાં કદાચ આપણે પ્રથમ હશું કે જે આપણે આ આયોજન રજૂ કરીને મંજૂર કર્યું છે. જૂનાગઢ શહેરનો જે વિસ્તાર છે, આગામી દિવસોમાં કેટલો વિસ્તાર વધશે અને વસ્તી પ્રમાણે તેના વ્યાપને અનુલક્ષીને જે માળખાકીય વિકાસની સુવિધાઓ કેવી હોવી જોઈએ તેનું સરકારે આયોજન માંગ્યું હતું, જે આપણે મંજૂર કર્યું છે. આમ કુલ મળીને ₹227.76 કરોડના વિકાસના કામો આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂર કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    બેફામ સ્પીડે દોડતા ડમ્પરની પલટી, બે લોકો માંડ બચ્યા; CCTV:15 ટન રેતીનો કાર પર ઢગલો, વંથલી-જૂનાગઢ હાઈવેનો બનાવ
    Next Article
    લીંબડીમાં PM પોષણ યોજના હેઠળ ફોર્ટિફાઇડ આહારની તાલીમ:ભ્રામક અફવાઓથી દૂર રહી દરેક બાળકને પૌષ્ટિક ભોજન આપવા કલેક્ટરનો અનુરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment