Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેફામ સ્પીડે દોડતા ડમ્પરની પલટી, બે લોકો માંડ બચ્યા; CCTV:15 ટન રેતીનો કાર પર ઢગલો, વંથલી-જૂનાગઢ હાઈવેનો બનાવ

    1 day ago

    વંથલી-જૂનાગઢ હાઈવે પર બેફામ સ્પીડે દોડતું રેતી ભરેલું ડમ્પર બેકાબૂ બનતા હચમચાવી નાખતો અકસ્માત સર્જાયો. રસ્તો ક્રોસ કરી રહેલા બાઈકચાલકને બચાવવા જતા અચાનક બ્રેક મારતા ડમ્પર પલટી મારી ગયું. ડમ્પરમાં ભરેલી અંદાજિત 15 ટન રેતીનો રસ્તા પર સાઈડમાં ઉભેલી કાર પર ઢગલો થયો. કાર પાસે બે લોકો પણ ઉભા હતા પરંતુ, સમયસૂચકતા વાપરી દૂર ભાગી જતા બંનેનો બચાવ થયો. અકસ્માતની 3 તસવીર બાઈકચાલકને બચાવવા જતા ડમ્પર બેકાબૂ બન્યું વંથલી-જૂનાગઢ હાઈવે પર શાપુર ચોકડી પાસેથી અંદાજીત 15 ટન રેતી ભરીને ડમ્પરચાલક પસાર થઈ રહ્યો હતો. આ સમયે જ એક બાઈકચાલકે રોડ ક્રોસ કરતા ડમ્પરચાલકે અચાનક બ્રેક મારી. પરંતુ, સ્પીડ હોવાના કારણે ડમ્પર બેકાબૂ બન્યું અને પલટી મારી ગયું. બે લોકોએ તો જાણે નજર સામે મોત જોયું ડમ્પર જ્યારે બેકાબૂ બન્યું ત્યારે જ રસ્તાની બે લોકો કાર પાર્ક કરી ઉભા હતા. જો કે, બંને કારની બહાર હોય ડમ્પર નજીક આવતા જ દૂર ભાગ્યા. ડમ્પરમાં ભરેલી અંદાજિત 15 ટન રેતીનો કાર પર અને એક વ્યકિત પર ઢગલો થયો.સદનસીબે બંનેનો બચાવ થયો. અકસ્માતના કારણે સ્થાનિકોમાં રોષ શાપુર ચોકડી પાસે સર્જાયેલા હચમચાવી નાખતા અકસ્માતના સીસીટીવી વાઈરલ થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને બેફામ સ્પીડે દોડતા ડમ્પર પર લગામ લગાવવાની માગ કરી રહ્યા છે. અકસ્માત બાદ ટ્રાફિકજામ થતા પોલીસે પહોંચી રસ્તો ક્લિયર કરાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ નવસારીમાં AI આધારિત 'નમો કમલમ'નું લોકાર્પણ કર્યું:500 ડમરુના નાદ અને 1100 બહેનોએ કળશથી સ્વાગત કર્યું, 389 ગામોમાં 4000 સ્ક્રીન પર લાઈવ પ્રસારણ
    Next Article
    મનપા સ્ટેન્ડિંગ કમિટીમાં કરોડોના કામ મંજૂર પણ પ્રજા અસુવિધાથી હેરાન:જૂનાગઢ મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે દર વખતની જેમ ₹227.76 કરોડના વિકાસકામોનું બળિંગું ફૂંક્યું, છતાં શહેરીજનો પાયાની સુવિધાથી વંચિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment