Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં વીજ પુરવઠો ખોરવાયો:મંત્રીઓ અને અધિકારીઓને અંધારામાં કાર્યક્રમ ચાલુ રાખવો પડ્યો

    3 days ago

    પાલનપુર ખાતે આયોજિત 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' દરમિયાન અચાનક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. રાજ્ય સરકારના બે મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં થોડા સમય માટે અવ્યવસ્થા સર્જાઈ હતી. કાર્યક્રમની શરૂઆત દરમિયાન જ વીજળી ગુલ થતાં ઉપસ્થિત મહેમાનો અને નાગરિકોને મુશ્કેલી પડી હતી. બનાસકાંઠા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત આ સંમેલનમાં હાજર લોકોએ પોતાના મોબાઇલની ફ્લેશલાઇટ ચાલુ કરીને કાર્યક્રમને યથાવત રાખવામાં સહયોગ આપ્યો હતો. અચાનક સર્જાયેલી આ સ્થિતિ વચ્ચે આયોજનકર્તાઓએ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી કાર્યક્રમ આગળ વધાર્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રી કમલેશ પટેલ, મંત્રી પ્રવીણભાઈ માળી સહિત ભાજપના ધારાસભ્યો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વીજળી ગુલ થવા અંગે મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 24 કલાક વીજળી ઉપલબ્ધ છે અને વડાપ્રધાન 'જ્યોતિગ્રામ'ના જ્યોતિર્ધર છે. તેમણે ઉમેર્યું હતું કે, આ કોઈ સામાન્ય ફોલ્ટને કારણે બે મિનિટ માટે વીજળી જાય તે કોઈ મોટો પ્રશ્ન નથી. મંત્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત જનકલ્યાણ સંમેલનમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનેક જનકલ્યાણકારી યોજનાઓ પ્રજા સુધી પહોંચી રહી છે, જે અંત્યોદયની ચિંતા કરે છે. તેમણે ઉલ્લેખ કર્યો કે, વડાપ્રધાન મોદીએ છેલ્લા 12 વર્ષમાં સર્વાધિક સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે અને તેમને વિશ્વના 33 રાષ્ટ્રો દ્વારા સર્વોચ્ચ એવોર્ડ મળ્યા છે. તેમના નેતૃત્વમાં ભારત 'વિકસિત ભારત' બનવાના સપના સાથે આગળ વધી રહ્યું છે. આ પ્રસંગે બનાસકાંઠા ખાતે 'એક વૃક્ષ મા ના નામે' વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને જનપ્રતિનિધિઓ સાથે મુલાકાત થઈ હતી. આ સંમેલન દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ પ્રજા સુધી પહોંચે તેની ચિંતા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    બેફામ સ્પીડ જતા બાઇક ચાલકે વૃદ્ધને ટક્કર મારી, CCTV:15 ફૂટ ઢસડીને મોત આપ્યું, વડોદરામાં પ્રત્યક્ષદર્શીએ કહ્યું- બાઇક ચાલક નશાની હાલતમાં હતો
    Next Article
    સગીરને નગ્ન કરી માર મારનારા 3 ઝડપાયા:જૂની અદાવતમાં ઈન્કમટેક્સ પાસે દોડાવી દોડાવીને માર્યો હતો, અગાઉ બે આરોપીઓ ઝડપાયા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment