Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાગીના જ નહીં, દવાખાનાના બિલમાં પણ ચાંદી નડશે!:આયુર્વેદિક દવાઓ અને દાંતની સારવાર મોંઘી થઇ, વેપારીઓએ કહ્યું સિલ્વરનો ભાવ 3 લાખને પાર પહોંચશે

    18 hours ago

    ચાંદી..... નામ સાંભળતા જ રોકાણકારોના ચહેરા પર ખુશી છવાઇ જાય કારણ પણ સ્વભાવિક છે....તેનો ભાવ. ચોખ્ખો હિસાબ છે જેણે 2025ના જાન્યુઆરી મહિનામાં ચાંદી લીધી હશે એ સમયે ભાવ 96 થી 97 હજાર રૂપિયા એટલે કે એક લાખની અંદર હતો. જેને હજુ તો 12 મહિના માંડ પૂરા થયા અને આ ભાવ પોણા ત્રણ લાખને પાર પહોંચી ગયો છે. આટલા સમયમાં ભાવ કેમ વધ્યા આ સવાલે ભલભલાને વિચારતા કરી દીધા છે. આવનારી દિવાળી કે 2027 સુધીમાં ચાંદીનો ભાવ કેટલે પહોંચશે અને કેટલું વળતર આપશે તે મુદ્દે પણ લોકોમાં ચર્ચા છે. આટલું તો ઠીક પણ ચાંદીના વધેલા ભાવની અસર આયુર્વેદિક દવાઓ અને દાંતની ટ્રીટમેન્ટ ઉપર પણ પડી છે. દિવ્ય ભાસ્કરે ડૉક્ટર તેમજ વર્ષોથી ચાંદીના વેપાર સાથે સંકળાયેલા અને અનુભવી લોકો સાથે વાતચીત કરીને ભાવવધારા પાછળના મુખ્ય કારણો જાણ્યા હતા. આયુર્વેદમાં સોના-ચાંદીને નોબલ મેટલ કહેવાય છે. સામાન્ય રીતે સોનામાંથી બનતી દવાઓને ઇમ્યુનિટી બૂસ્ટર સ્વરૂપે લેવાય છે. જ્યારે ચાંદીમાંથી બનતી દવાઓને બ્રેન ફંક્શનમાં સુધારો કરવા માટે લેવાય છે. 50થી વધુ દવાઓમાં સોના-ચાંદીનો ઉપયોગ એક્સપર્ટના મતે, 50થી વધુ આયુર્વેદિક દવાઓમાં સોના-ચાંદીનો ઉપયોગ થાય છે. જેમાં શરદી, ડાયાબિટીસ, નબળાઇ દૂર કરવી, શ્વાસના રોગો, યુરિનરી ઇન્ફેક્શન વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચ્યવનપ્રાશમાં પણ ચાંદીનો ઉપયોગ થાય છે. સોના-ચાંદીનો ઉપયોગ આયુર્વેદિક અને ભસ્મ આધારિત દવાઓમાં સૌથી વધુ થાય છે. આ જ કારણોસર તેમાં થયેલા ભાવવધારાના કારણે આયુર્વેદિક દવાઓની કિંમત પણ ઝડપથી વધી છે. એક અંદાજા મુજબ આયુર્વેદિક દવાઓની કિંમતમાં છેલ્લા એક વર્ષમાં 10થી 40% જેટલો વધારો થયો છે. ચાંદીમાંથી બનતી દવાઓ ચાંદી મોંઘી થતાં ડેન્ટલ ટ્રીટમેન્ટ પર અસર સામાન્ય રીતે દર વર્ષે સોના ચાંદીના ભાવમાં 10થી 20% ભાવ વધારો જોવા મળતો હોય છે પણ આ વર્ષે ચાંદીમાં ભાવ વધારો 125%થી 150% સુધી પહોંચી ગયો છે. જેની અસર ડેન્ટલ ટ્રીટમેન્ટ પર પણ પડી છે. દાંતોની કેવિટી ભરવા અને ક્રાઉન લગાવવામાં સોના-ચાંદી મિશ્રિત ધાતુઓનો ઉપયોગ થાય છે. દાંતમાં ચાંદી પુરવા માટે ઉપયોગમાં લેવાતા સિલ્વર એલોય પાઉડરની કિંમત વધી ગઇ છે. ડૉ. મનોજ પ્રજાપતિ છેલ્લા 10 વર્ષથી ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે હાલમાં લોકોના મનમાં એવો સવાલ આવે છે કે દાંતની ટ્રીટમેન્ટ આટલી મોંઘી કેમ થતી જાય છે. દાંતમાં પૂરવામાં આવતી ચાંદી, સિમેન્ટના ભાવમાં વધારો થયો છે. જેના કારણે દાંતની ટ્રીટમેન્ટ પણ પહેલા કરતાં મોંઘી થઇ છે. મયુર આડેસરા રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રેસિડન્ટ છે. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, જાન્યુઆરી, 2025ની શરૂઆતના દિવસોમાં ચાંદીનો ભાવ 95 થી 96 હજાર રૂપિયા આસપાસ હતો. આ વર્ષે ચાંદીએ લોકોને 150% થી પણ વધુનું રિટર્ન આપ્યું છે. જે લોકોએ ચાંદીમાં રોકાણ કર્યું છે તેમને ચાંદી....ચાંદી.... થઇ ગયું છે. તેમણે ચાંદીના ભાવમાં વધારો થવા પાછળના કારણો પણ જણાવ્યા. તેમના મતે, ચાંદી મેટલ છે એટલે તેના ભાવ હંમેશા વધતા જ રહેવાના છે. ચાંદીના ભાવવધારાના કારણોની વાત કરીએ તો મુખ્ય કારણ જીઓ પોલિટિકલ ટેન્શન છે. જેમાં રશિયા-યુક્રેન યુદ્ધનો પણ સમાવેશ થાય છે. ચીને પણ અમુક પ્રતિબંધો મૂક્યા છે. ચીન પોતાના એક્સપોર્ટ પર પણ પ્રતિબંધ મુકવાનો વિચાર કરી રહ્યું છે. આ બધી અસરના કારણે ચાંદીના ભાવમાં વધારો થયો છે. 2026ના વર્ષમાં અમેરિકાની ફેડરલ બેંક વ્યાજદર ઘટાડે તેવી પણ શક્યતા છે. ETFમાં ચાંદીનું બાઇંગ વધી રહ્યું છે. જેથી ચાંદીની માગ સતત વધી છે. પાંચમું ફેક્ટર ઇલેક્ટ્રિક વ્હીકલ છે. EVની બેટરીમાં અમુક ટકા ચાંદી હોય છે, સોલાર તેમજ અન્ય ઇન્ડસ્ટ્રીઝમાં પણ ચાંદીનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. આ બધા ઉપયોગ વધવાના કારણે ચાંદીની માગ પણ વધી રહી છે. ભાયાભાઇ સાહોલિયા રાજકોટ સોની બજારના પ્રમુખ છે. તેઓ ચાંદીના ભાવ વધવા પાછળ 2 કારણોને જવાબદાર ગણે છે. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, જ્યારે ચાંદીનો ભાવ 1 લાખની અંદર હતો ત્યારે તે યોગ્ય ભાવ હતો પરંતુ એકાએક ઉછાળો આવ્યો અને અઢી લાખને પાર થઇ ગઇ તે ભાવ વધુ કહેવાય. જેટલા લોકો ચાંદીના વેપાર સાથે સંકળાયેલા છે તેમના મગજમાં આ ભાવ ઉતરતા નથી. આ ભાવવધારા પાછળ 2 કારણો હોઇ શકે. પહેલું કારણ સટ્ટો અને બીજું કારણ વૈશ્વિક અસ્થિરતા. અત્યારના ભાવ ખૂબ વધારે 'લોકોને એવો એક ભય છે કે ગમે ત્યારે વિશ્વયુદ્ધ ફાટી નીકળશે. આવી સ્થિતિ હોય ત્યારે હંમેશા સોનુ ચાંદી પોતાના ભાવની મર્યાદા મૂકી દે છે અને એવો માહોલ ઊભો થઇ જાય છે કે ભાવ બેફામ વધી જાય છે. અત્યારે જે ભાવ છે એ ખૂબ વધુ ગણાય. આના કારણે સોના ચાંદીના ધંધામાં હાલ મંદી જોવા મળી રહી છે.' મયુર આડેસરાએ વધુમાં જણાવ્યું કે, સોના ચાંદી ગ્રાહકોને નિરાશ નથી કર્યા પણ ખૂબ સારું વળતર આપ્યું છે. આખા દેશમાં ચાંદીની ડિમાન્ડ એટલી વધી છે કે વેપારીઓ પહોંચી નથી શકતા. સોના-ચાંદીના ભાવ હજુ વધી શકે ભાયાભાઇના મતે સોના-ચાંદીના ભાવ હજુ પણ વધી શકે છે. તેમણે કહ્યું કે,મુખ્ય વાત એ છે કે હવે લોકો સોનુ ચાંદીને બુલિયનના સ્વરૂપમાં જોવા લાગ્યા છે. લોકો માને છે કે સોના ચાંદીમાં રોકાણ કરીએ તો આગામી દિવસોમાં સારૂં વળતર મળે. 'ચાંદીએ એક વર્ષમાં દોઢ ગણું વળતર આપ્યું છે. જો આવુંને આવું આવનારા દિવસોમાં પણ રહ્યું તો ચાંદીનો ભાવ 3 લાખને પાર જતાં વાર નહીં લાગે. વચ્ચેના સમયમાં થોડો ભાવ ઘટે છે, ફરી પાછો ઉછાળો આવી જાય છે પરંતુ એકંદરે આવનારી દિવાળી સુધીમાં ચાંદી 3 લાખને પાર હોય તો પણ નવાઇ નહીં.' મયુર આડેસરા કહે છે કે, રાજકોટને ગોલ્ડ સિલ્વર મેન્યુફેક્ચરર હબ તરીકે ગણવામાં આવે છે. રાજકોટની કલાકૃતિ અને જોબ વર્કની કારીગરી વિશ્વવિખ્યાત છે. શહેરના કારીગરોની કાસ્ટિંગ વર્કમાં કુશળતા છે. અહીંની બનેલી ચાંદીની આઇટમ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ જેવા ઘણા રાજ્યોમાં સપ્લાય થાય છે. એક અહેવાલ મુજબ જણાવું તો એપ્રિલ 2024થી માર્ચ 2025 સુધીમાં અંદાજે 470 મિલિયન આસપાસ એક્સપોર્ટ થયું છે. 2026માં આ ભાવ 3 લાખથી 3.5 લાખ ઉપર પહોંચે તો પણ નવાઇ નહીં. ચાંદીના વ્યવસાયે હરણફાળ ભરી રાજકોટમાં સોના ચાંદીનો વ્યવસાય 100થી વધુ વર્ષોનો ઇતિહાસ ધરાવે છે. વર્ષ 1990 બાદ ચાંદીના વ્યવસાયે હરણફાળ ભરી છે. અહીં ચાંદીની મૂર્તિ, શો-પીસ, સિક્કા, છડા, કંદોરા, વિંટી, કી-ચેઇન જેવી અનેક વસ્તુઓ બને છે. વર્ષ 2010થી ઇટાલિયન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વેક્યુમ કાસ્ટિંગ પ્રોસેસથી દાગીના બનાવાય છે. રાજકોટમાં દરરોજ સરેરાશ 2 હજારથી 3 હજાર કિલોગ્રામ ચાંદીમાંથી ઘરેણાંનું ઉત્પાદન થાય છે. ઇનોવેશન અને વેરાયટી ધરાવતા દાગીના બનાવવામાં રાજકોટનો ચાંદી ઉદ્યોગ દેશમાં પ્રથમ ક્રમે છે. રાજકોટમાં અંદાજે 1200 યુનિટ છે જે 2 લાખથી 2.5 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલથી નવી સિરીઝ ‘બંદીવાન’:સાબરમતી જેલમાં સજા કાપતા કેદીઓની સળગતી સત્યકથાઓ, તેમની પોતાની જુબાની
    Next Article
    ભારે ટ્રાફિકજામ સાથે લોકોની હાલાકીમાં થયો વધારો:ચીખલી માર્ગ મકાન વિભાગનું ‘અક્કલનું પ્રદર્શન’, અડધો કિમી દૂર રસ્તો બંધ કરી દેતા ભારે ટ્રાફિક જામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment