Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધી જયંતિ પર મોદી-રાહુલ બાળકોને મળ્યા:PMએ ખભા પર હાથ રાખીને વાતચીત કરી, રાહુલે બાળકીનો પોતાનો ફોન બતાવ્યો, હસતા નજરે પડ્યા

    21 hours ago

    મહાત્મા ગાંધીની 157મી જન્મજયંતિ પર સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો બંધારણ સદન (જૂનું સંસદ ભવન) પહોંચ્યા. અહીં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. આ કાર્યક્રમમાં શાળાના બાળકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પીએમ મોદી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ત્યાં શાળાના બાળકો સાથે વાતચીત કરી. પીએમ વિદ્યાર્થીઓના એક ગ્રૂપ પાસે પહોંચ્યા અને એક વિદ્યાર્થીના ખભા પર હાથ રાખીને તેના ખબર-અંતર પૂછ્યા. બીજી તરફ, રાહુલ ગાંધીએ એક બાળકી પોતાના પાસે બેસાડી અને તેને પોતાના મોબાઇલમાં કંઈક બતાવ્યું. આ દરમિયાન બાળકી અને રાહુલ બંને હસતાં જોવા મળ્યા. આ પહેલાં તમામ નેતાઓએ નવી દિલ્હીમાં મહાત્મા ગાંધીના સમાધિસ્થળ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી. મહાત્મા ગાંધી ઉપરાંત આજે લાલ બહાદુર શાસ્ત્રીની પણ 122મી જન્મજયંતિ છે. શાસ્ત્રીનો જન્મ 2 ઑક્ટોબર, 1904ના રોજ ઉત્તર પ્રદેશના મુગલસરાયમાં થયો હતો. સાંજે ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભા યોજાઈ. તેમાં વડાપ્રધાન મોદી પણ પહોંચ્યા અને પુષ્પાંજલિ અર્પણ કરી. ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભાની ત્રણ તસવીરો સંવિધાન સદનમાં મોદી, રાહુલ-પ્રિયંકાની બાળકો સાથે મુલાકાત રાજઘાટ પર શ્રદ્ધાંજલિની 6 તસવીરો… આજથી 30 દિવસ સુધી સ્વચ્છતા અભિયાન ચાલશે કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીએ 2 ઓક્ટોબર ગાંધી જયંતીથી લઈને 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી સુધી 30 દિવસના રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાનનું આહ્વાન કર્યું. તેમણે નાગરિકો, સરકારી અને ખાનગી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, NGO અને અન્ય સંગઠનોને તેમાં ભાગ લેવા અપીલ કરી.
    Click here to Read More
    Previous Article
    અભિનેતા ડીનો મોરિયાની 6 કલાક પૂછપરછ:મીઠી નદી ડીસિલ્ટિંગ કૌભાંડ સાથે જોડાયેલો મામલો; 65 કરોડના ગોટાળાનો આરોપ
    Next Article
    PMAY-2.0 ના ફોર્મ શરૂ થયા તે પહેલાં ઠગ ટોળકીઓ સક્રિય:'ડ્રોમાં ફ્લેટ અપાવી દઈશું' કહી રોકડ ખંખેરતી ગેંગથી ચેતજો, સુરત મનપાની ખુલ્લી ચેતવણી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment