Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભિનેતા ડીનો મોરિયાની 6 કલાક પૂછપરછ:મીઠી નદી ડીસિલ્ટિંગ કૌભાંડ સાથે જોડાયેલો મામલો; 65 કરોડના ગોટાળાનો આરોપ

    13 hours ago

    મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) એ શુક્રવારે બોલિવૂડ એક્ટર ડિનો મોરિયા સાથે મીઠી નદી સફાઈ કૌભાંડના સંદર્ભમાં છ કલાક સુધી પૂછપરછ કરી. EOWના એક અધિકારી અનુસાર, પૂછપરછ બાદ અભિનેતાને જવા દેવામાં આવ્યા. જરૂર પડ્યે તેમને ફરીથી બોલાવવામાં આવી શકે છે. આ તપાસમાં મોરિયાનું નામ એટલા માટે સામે આવ્યું છે કારણ કે તેમના પર એવા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સાથે જોડાયેલા હોવાનો આરોપ છે, જેમણે મુંબઈમાં પૂરથી બચાવ અને ડ્રેનેજ સિસ્ટમની જાળવણી માટે ફાળવવામાં આવેલા સરકારી ભંડોળમાં ગેરરીતિ કરી હતી. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે ડીનો દિશા સાલિયાનના મૃત્યુના મામલે પણ તપાસનો સામનો કરી રહ્યા છે. ગયા વર્ષે EDએ ડીનોના ઘરે દરોડો પાડ્યો હતો 2025માં પણ EDએ મુંબઈ અને કોચીમાં 15 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં મોરિયાનું ઘર પણ સામેલ હતું. આ દરોડામાં તપાસના દાયરામાં આવેલા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સાથે જોડાયેલા લોકો અને સંગઠનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે આરોપી કેતન કદમ અને જય જોશીએ મેટપ્રોપ કંપનીના અધિકારીઓ તથા BMCના સ્ટોર્મ વોટર ડ્રેન્સ વિભાગના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને કૌભાંડ કર્યું હતું. જ્યારે કૌભાંડના મુખ્ય આરોપી કેતન કદમના કોલ રેકોર્ડ્સની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં એક્ટર ડિનો મોરિયા અને તેમના ભાઈનું નામ સામે આવ્યું. બંનેએ અનેક પ્રસંગોએ કેતન કદમ સાથે વાત કરી હતી. તપાસ અધિકારીઓનું માનવું છે કે ડિનો મોરિયા અને કેતન માત્ર મિત્રો નથી, પરંતુ તેમની વચ્ચે પૈસાની લેવડદેવડ પણ થઈ શકે છે. આ જ કારણસર ડિનોને તપાસના દાયરામાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. શું હતો મીઠી નદી ડીસિલ્ટિંગ પ્રોજેક્ટ મીઠી નદી ડીસિલ્ટિંગ પ્રોજેક્ટની શરૂઆત 2005માં મુંબઈમાં આવેલા પૂર બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને અન્ય નાગરિક એજન્સીઓએ કરી હતી. આ પ્રોજેક્ટનો હેતુ કાટમાળ દૂર કરીને અને નદીના પટની જાળવણી કરીને પૂર વ્યવસ્થાપનને વધુ સારું બનાવવાનો હતો. બાદમાં થયેલી તપાસમાં ડીસિલ્ટિંગ માટે જણાવવામાં આવેલા કામ અને વાસ્તવમાં કરવામાં આવેલા કામ વચ્ચે તફાવત જોવા મળ્યો, જેના કારણે પ્રોજેક્ટના ભંડોળના ઉપયોગ અંગે શંકા ઊભી થઈ.
    Click here to Read More
    Previous Article
    Anita Dinesh Bisnoi: Live Video में ज़हर, Kadpe Ho Gaye Chhote Trolling से परेशानी का सच |Social List
    Next Article
    ગાંધી જયંતિ પર મોદી-રાહુલ બાળકોને મળ્યા:PMએ ખભા પર હાથ રાખીને વાતચીત કરી, રાહુલે બાળકીનો પોતાનો ફોન બતાવ્યો, હસતા નજરે પડ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment