Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PMAY-2.0 ના ફોર્મ શરૂ થયા તે પહેલાં ઠગ ટોળકીઓ સક્રિય:'ડ્રોમાં ફ્લેટ અપાવી દઈશું' કહી રોકડ ખંખેરતી ગેંગથી ચેતજો, સુરત મનપાની ખુલ્લી ચેતવણી

    7 hours ago

    સુરત શહેરમાં ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ (PMAY 2.0) હેઠળ ઘરનું ઘર મેળવવા ઇચ્છુક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને નિશાન બનાવી કેટલાક અસામાજિક અને લેભાગુ તત્વો સક્રિય થયા હોવાની વિગતો સામે આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા યોજના હેઠળ ફોર્મ ભરવાની સત્તાવાર પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી નથી, તે પહેલાં જ વચેટિયાઓ અને એજન્ટો દ્વારા ડ્રોમાં ચોક્કસ મકાન લગાવી આપવાની ખોટી લાલચ આપી નાણાં પડાવવાનો ખેલ શરૂ કરી દેવામાં આવ્યો છે. અધિકારી, દલાલ કે વચેટિયા વ્યક્તિગત રીતે મકાન ફાળવી શકતા નથી આ ગંભીર મામલો ધ્યાને આવતાં સુરત મનપા તંત્ર દ્વારા નાગરિકોના હિતમાં જાહેર અપીલ અને સૂચના જારી કરવામાં આવી છે. પાલિકાએ સ્પષ્ટતા કરી છે કે આવાસ યોજના સંપૂર્ણપણે કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો પદ્ધતિ પર આધારિત અને પારદર્શક છે. તેમાં કોઈ પણ અધિકારી, દલાલ કે વચેટિયા વ્યક્તિગત રીતે મકાન ફાળવી શકતા નથી. મનપા તંત્ર દ્વારા જારી કરાયેલી મુખ્ય સૂચનાઓ લેભાગુ તત્વો જણાતાં પાલિકા તંત્રને જાણ કરો સુરત મહાનગરપાલિકાએ નાગરિકોને ચેતવણી આપતાં જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા મકાન અપાવવાના નામે રોકડ રકમની માગણી કરે તો તેના બહેકાવામાં ન આવવું. આવી શંકાસ્પદ હિલચાલ કે લેભાગુ તત્વો જણાતાં તાત્કાલિક સંબંધિત સત્તાધીશો કે પાલિકા તંત્રને જાણ કરવા અનુરોધ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધી જયંતિ પર મોદી-રાહુલ બાળકોને મળ્યા:PMએ ખભા પર હાથ રાખીને વાતચીત કરી, રાહુલે બાળકીનો પોતાનો ફોન બતાવ્યો, હસતા નજરે પડ્યા
    Next Article
    દોઢ કરોડની મોર્ગેજ લોન અપાવવાના નામે ઠગાઈ:બોગસ ડી.ડી. અને લોનના દસ્તાવેજો વોટ્સએપ પર મોકલી વેપારીને વિશ્વાસમાં લીધો, 7 લાખ પરત આપી બાકીના 15.57 લાખ નહીં ચૂકવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment