Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દોઢ કરોડની મોર્ગેજ લોન અપાવવાના નામે ઠગાઈ:બોગસ ડી.ડી. અને લોનના દસ્તાવેજો વોટ્સએપ પર મોકલી વેપારીને વિશ્વાસમાં લીધો, 7 લાખ પરત આપી બાકીના 15.57 લાખ નહીં ચૂકવ્યા

    6 hours ago

    કોરોનાકાળ બાદ ધંધા માટે નાણાંની જરૂરિયાત ઉભી થતાં દોઢ કરોડ રૂપિયાની મોર્ગેજ લોન અપાવવાનું કહી ફેબ્રિકેશનના વેપારી પાસેથી રૂ.22.57 લાખ પડાવી લેવાયા હોવાની ફરિયાદ છાણી પોલીસ મથકે નોંધાઈ છે. આરોપીએ લોન મંજૂર થયાના દસ્તાવેજો તેમજ લાખો રૂપિયાના ડી.ડી. વોટ્સએપ અને ઈ-મેઈલ મારફતે મોકલ્યા હતા. જોકે તપાસ કરતાં ડી.ડી. બોગસ હોવાનું સામે આવ્યું હતું. નિઝામપુરામાં રહેતા 50 વર્ષીય દિવ્યાંગભાઈ લાલભાઈ પટેલ છાણી જકાતનાકા વિસ્તારમાં ફેબ્રિકેશનનું કારખાનું ચલાવે છે. ફરિયાદ મુજબ, જાન્યુઆરી-2025માં મિત્ર મારફતે કલ્પેશ વણકરનો સંપર્ક થયો હતો. કલ્પેશે પોતે બેંકના ડીએસએ તરીકે ઓળખ આપી હિતેન્દ્રસિંહ ચૌહાણ લોનનું કામ કરાવી આપશે તેમ જણાવ્યું હતું. બાદમાં હિતેન્દ્રસિંહે બંને મિલકતો સામે રૂ.1.40 કરોડની મોર્ગેજ લોન મંજૂર કરાવવાનો વિશ્વાસ આપી દસ્તાવેજો મેળવ્યા હતા. લોનની પ્રક્રિયા અને ફી પેટે વેપારી પાસેથી ગૂગલ-પે તથા અન્ય રીતે કુલ રૂ.4,34,861 લેવાયા હતા. ત્યારબાદ ત્રણ એડવાન્સ ઈએમઆઈના નામે રૂ.4,22,297 રોકડા લેવાયા હતા. 31 માર્ચે લોનના ડી.ડી. આપવા માટે 10 ટકા એટલે કે રૂ.14 લાખની માંગણી કરવામાં આવી હતી. વેપારીએ આ રકમ સામે સિક્યુરિટી તરીકે ચેક માંગતા હિતેન્દ્રસિંહે રૂ.14 લાખનો ચેક આપ્યો હતો. ત્યારબાદ અલગ-અલગ સમયે રૂ.14 લાખ રોકડા લેવામાં આવ્યા હતા, પરંતુ લોનની રકમના ડી.ડી. આપવામાં આવ્યા નહોતા. સપ્ટેમ્બર-2025માં રૂ.58.51 લાખનો AU સ્મોલ ફાઇનાન્સ બેંકનો ડી.ડી. વોટ્સએપ પર મોકલાયો હતો. બેંકમાં તપાસ કરતાં ડી.ડી. બોગસ હોવાનું જણાયું હતું. ત્યારબાદ પણ અન્ય ડી.ડી.ની પીડીએફ મોકલવામાં આવી હતી. આ દરમિયાન રૂ.14 લાખનો સિક્યુરિટી ચેક બેંકમાં જમા કરાવતા હિતેન્દ્રસિંહની સહી અલગ હોવાના શેરા સાથે પરત ફર્યો હતો. વેપારી પાસે લેવાયેલી રૂ.22,57,158માંથી આરોપીએ અલગ-અલગ સમયે રૂ.7 લાખ પરત કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બાકીના રૂ.15,57,158 નહીં ચૂકવી બોગસ દસ્તાવેજો દ્વારા છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાનો આક્ષેપ કરી દિવ્યાંગભાઈ પટેલે હિતેન્દ્રસિંહ રણજીતસિંહ ચૌહાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બોગસ ડી.ડી., વોટ્સએપ અને ઈ-મેઈલ સહિતના પુરાવા આધારે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    PMAY-2.0 ના ફોર્મ શરૂ થયા તે પહેલાં ઠગ ટોળકીઓ સક્રિય:'ડ્રોમાં ફ્લેટ અપાવી દઈશું' કહી રોકડ ખંખેરતી ગેંગથી ચેતજો, સુરત મનપાની ખુલ્લી ચેતવણી
    Next Article
    AMCમાં વિવાદાસ્પદ દરખાસ્ત:નારણપુરામાં ગાર્ડન ડેવલોપમેન્ટ કરવા એક જ કોન્ટ્રાક્ટરે 22 ટકા વધુ ભાવ ભર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment