Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMCમાં વિવાદાસ્પદ દરખાસ્ત:નારણપુરામાં ગાર્ડન ડેવલોપમેન્ટ કરવા એક જ કોન્ટ્રાક્ટરે 22 ટકા વધુ ભાવ ભર્યો

    6 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની રિક્રિએશન એન્ડ કલ્ચરલ કમિટીમાં નારણપુરા સ્થિત મહર્ષિ અરવિંદ ઘોષ ગાર્ડનના રિડેવલપમેન્ટ માટે સિંગલ બિડરને વધુ ભાવે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. રૂ. 6.51 કરોડના સુધારેલા અંદાજ સામે 22.50 ટકા વધુ ભાવ એટલે કે રૂ. 7.97 કરોડની સિંગલ બિડ ભરનાર 'નિલકંઠ લેન્ડસ્કેપ એસોસિએટ્સ'ને જ કામ સોંપવાની તજવીજ હાથ ધરાતાં કમિટીની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. એજન્સીએ ભાવમાં માત્ર 1.95 ટકાનો જ ઘટાડો કર્યો નારણપુરાના આ ગાર્ડનના રિડેવલપમેન્ટ માટે વર્ષ 2025ના અંતમાં પ્રથમ વખત ટેન્ડર મંગાવવામાં આવ્યું હતું, પરંતુ કોઈ એજન્સી આગળ આવી નહોતી. બીજી વખતની ટેન્ડર પ્રક્રિયામાં માત્ર આ એક જ એજન્સીએ ભાગ લીધો હતો. શરૂઆતમાં સિવિલ, ઇલેક્ટ્રિકલ, લેન્ડસ્કેપિંગ અને 3 વર્ષના ઓપરેશન-મેન્ટેનન્સ સાથે ટેન્ડરનો મૂળ અંદાજ રૂ.11.88 કરોડ રાખવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટરે 24.5 ટકા વધુ ભાવ ભરતાં બિડ રકમ રૂ.14.80 કરોડ પહોંચી હતી. બે વખત નેગોશિએશન કરવા છતાં એજન્સીએ ભાવમાં માત્ર 1.95 ટકાનો જ ઘટાડો કર્યો હતો. સિવિલ કામમાં રૂ.3.37 કરોડનો ઘટાડો કરાયો મૂળ ટેન્ડરમાં સિવિલ વર્ક માટે રૂ.5.10 કરોડનો મોટો ખર્ચ રખાયો હતો. પરંતુ ગાર્ડનમાં સિવિલ કામ વધવાથી ગ્રીનરી અને લેન્ડસ્કેપિંગની જગ્યા ઘટવાની ભીતિ હોવાથી મ્યુનિસિપલ કમિશનરની સૂચના બાદ સિવિલ કામ ઘટાડીને રૂ.1.73 કરોડ કરાયું હતું. જ્યારે લેન્ડસ્કેપિંગનો અંદાજ રૂ.3.40 કરોડથી વધારીને રૂ.3.45 કરોડ કરાયો હતો. આમ, કામગીરીમાં ફેરફાર કરીને ટેન્ડરનો સુધારેલો અંદાજ રૂ.6.51 કરોડ નક્કી કરાયો હતો. ટેન્ડર રી-ઓપન કરવાને બદલે સિંગલ બિડ મંજૂર કરવાની તૈયારી સુધારેલા અંદાજ સામે એજન્સીએ 22.50 ટકા વધુ ભાવથી રૂ.7.97 કરોડની બિડ મૂકી છે. સામાન્ય રીતે મ્યુનિસિપલ નીતિ-નિયમો મુજબ સિંગલ બિડ આવે ત્યારે વધુ સ્પર્ધાત્મક અને વ્યાજબી ભાવ મેળવવા ટેન્ડર પ્રક્રિયા ફરી હાથ ધરવામાં આવતી હોય છે. તેમ છતાં, ગાર્ડન વિભાગમાં પૂરતા કોન્ટ્રાક્ટરો ઉપલબ્ધ હોવા છતાં રી-ટેન્ડરિંગ કરવાના બદલે આ જ સિંગલ બિડને મંજૂરી આપવાની દરખાસ્ત કમિટી સમક્ષ મૂકાતાં ચોક્કસ કોન્ટ્રાક્ટરને જ કામ આપવાની ગોઠવણ ચાલી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
    Click here to Read More
    Previous Article
    દોઢ કરોડની મોર્ગેજ લોન અપાવવાના નામે ઠગાઈ:બોગસ ડી.ડી. અને લોનના દસ્તાવેજો વોટ્સએપ પર મોકલી વેપારીને વિશ્વાસમાં લીધો, 7 લાખ પરત આપી બાકીના 15.57 લાખ નહીં ચૂકવ્યા
    Next Article
    CJP Protest 2.0: Mumbai के Shivaji Park से Abhijeet Dipke का ऐलान, अगली मंज़िल Jantar Mantar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment