Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં જુગારના અડ્ડા પર પોલીસનો સપાટો:તરાઈ ફળિયામાંથી પાંચ ઝડપાયા, ₹22,350 રોકડ જપ્ત

    2 days ago

    ભુજ બી ડિવિઝન પોલીસે શહેરમાં જુગારના એક અડ્ડા પર દરોડો પાડી પાંચ વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. શેખ ફળિયા નજીક આવેલા તરાઈ ફળિયામાંથી પોલીસે ₹22,350 રોકડા જપ્ત કર્યા હતા. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસની ટીમે તરાઈ ફળિયામાં દરોડો પાડ્યો હતો. સ્થળ પર તપાસ કરતા જુગારની પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે પોલીસે તાત્કાલિક પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ભુજના જેષ્ઠાનગર કેમ્પ એરિયાની સારુબેન અબ્દુલ ખલીફા (ઉંમર 35), મટન માર્કેટ પાસે રહેતી રશીદાબેન ઓસમાણ લોહાર (ઉંમર 40), મટન માર્કેટ પાસેની મેમુના અલીમામદ સમા (ઉંમર 50), તરાઈ ફળિયાનો ફૈઝલ ગગડા (ઉંમર 24) અને જૂની પાંજરાપોળ પાસે રહેતો વહાબ અબ્દુલ મમણ (ઉંમર 35)નો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન પોલીસે જુગારના દાવ પરથી કુલ ₹22,350 રોકડા જપ્ત કર્યા હતા. જોકે, અન્ય કોઈ જુગાર સાહિત્ય મળી આવ્યું ન હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મામલે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી ચાલુ છે. ભુજ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી સતત ચાલુ છે. આગામી દિવસોમાં પણ આવી પ્રવૃત્તિઓ પર નજર રાખી કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વ્યારામાં તહેવારો પહેલાં શાંતિ સમિતિની બેઠક:DySPના અધ્યક્ષસ્થાને કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ-આગેવાનો વચ્ચે ચર્ચા
    Next Article
    બોટાદ પોલીસે ગંભીર ગુનાના આરોપીને હદપાર કર્યો:સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના આદેશ બાદ કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment