Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ પોલીસે ગંભીર ગુનાના આરોપીને હદપાર કર્યો:સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના આદેશ બાદ કાર્યવાહી

    2 days ago

    બોટાદ ટાઉન પોલીસે શરીર સંબંધિત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા એક આરોપીને જિલ્લામાંથી હદપાર કર્યો છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીનું નામ ચિરાગભાઈ ચાવડા છે, જે બોટાદનો રહેવાસી છે. ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ બોટાદ જિલ્લામાં ગંભીર ગુનાઓના આરોપીઓ વિરુદ્ધ પાસા/તડીપાર કરવા સૂચના આપી હતી. આ સૂચનાના અનુસંધાને બોટાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના PI એન.વી. વસાવા અને PSI વી.સી. ભરવાડની સૂચના મુજબ, બોટાદ ટાઉન પોલીસે શરીર સંબંધિત ગુનામાં સંડોવાયેલા આરોપી વિરુદ્ધ હદપારીનો પ્રપોઝલ તૈયાર કર્યો હતો. આ પ્રપોઝલ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, બોટાદને મોકલવામાં આવ્યો હતો. જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે આરોપી વિરુદ્ધ હદપારીનો આદેશ કર્યો હતો. આ આદેશના આધારે સર્વેલન્સ સ્ટાફના અ.પો.કો કિશોરભાઈ ચૌહાણ અને અ.પો.કો લાલજીભાઈ રાઠોડે આરોપી ચિરાગભાઈ ચાવડાને આદેશની બજવણી કરી હતી. તેને બોટાદ જિલ્લાની હદમાંથી હદપાર કરીને અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં જુગારના અડ્ડા પર પોલીસનો સપાટો:તરાઈ ફળિયામાંથી પાંચ ઝડપાયા, ₹22,350 રોકડ જપ્ત
    Next Article
    Vivo X500 Pro Max Reportedly Surfaces on Geekbench With Unannounced MediaTek Chip, 12GB RAM

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment