Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરને ₹21.70 કરોડના PET SCAN, MRI મશીન મળશે:PFC અને C.U. શાહ મેડિકલ કોલેજ વચ્ચે MOU થયા

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાની આરોગ્ય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (PFC) અને સી. યુ. શાહ મેડિકલ કોલેજ તેમજ શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ વચ્ચે ₹21.70 કરોડના સમજૂતી કરાર (MOU) સંપન્ન થયા છે. આ કરાર અંતર્ગત કેન્સર વિભાગ માટે PET SCAN અને MRI મશીન જેવા અત્યાધુનિક સાધનો ફાળવવામાં આવશે. આ કરાર PFCની દિલ્હી ઓફિસ ખાતે થયા હતા. આ પ્રસંગે PFCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પરમિંદર ચોપરા, PFCના ડિરેક્ટર અને CSR કમિટીના ચેરમેન નરેશભાઈ ધનરાજભાઈ કેલા તેમજ સી. યુ. શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડિરેક્ટર અને CEO ડૉ. શ્યામભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટ અંતર્ગત, PFC તેના CSR ફંડમાંથી આશરે ₹21.70 કરોડના ખર્ચે સી.યુ. શાહ મેડિકલ કોલેજ અને શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલના કેન્સર વિભાગ માટે PET SCAN અને MRI મશીન જેવા અત્યંત આધુનિક સાધનો પૂરા પાડશે. આ સુવિધાઓ સુરેન્દ્રનગર જિલ્લાના દર્દીઓ માટે અત્યંત લાભદાયી સાબિત થશે. PFCના CSR કમિટીના ચેરમેન નરેશભાઈ કેલાએ જણાવ્યું હતું કે, તેમનો હંમેશા સુરેન્દ્રનગર જિલ્લા અને શહેર માટે શ્રેષ્ઠ કાર્ય કરવાનો પ્રયાસ રહ્યો છે. CSR કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી મળતા જ તેમણે ડૉ. શ્યામ શાહ સાથે પરામર્શ કરીને જિલ્લામાં મેડિકલ સુવિધાઓના અભાવને પ્રાથમિકતા આપી હતી. PFCની ટીમ અને મેડિકલ કોલેજના સતત પ્રયત્નો તથા તમામ ટેકનિકલ પૂર્તતાઓ બાદ આ પ્રોજેક્ટ માટે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સુવિધા ઉપલબ્ધ થવાથી હવે સ્થાનિક દર્દીઓને ગંભીર બીમારીઓના નિદાન માટે અન્ય મોટા શહેરો સુધી જવાની જરૂર પડશે નહીં. તેમને ઘરઆંગણે જ વિશ્વસ્તરીય નિદાન સુવિધા મળી રહેશે. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશભાઈની પ્રેરણાથી અમલમાં આવનાર આ મહત્વપૂર્ણ CSR પ્રોજેક્ટ સ્વ. સી. યુ. શાહ સાહેબને સાચી શ્રદ્ધાંજલિરૂપ બની રહેશે. PFC અને સી. યુ. શાહ મેડિકલ કોલેજ તેમજ શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ વચ્ચેનો આ સમન્વય સુરેન્દ્રનગરના તબીબી ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ પ્રસંગ છે.
    Click here to Read More
    Previous Article
    ઘરના તાળા તૂટ્યા નહીં, છતાં કેવી રીતે ચોરી થઈ?:વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા ઘરના મંદિરમાંથી 800 ગ્રામ વજનની મૂર્તિઓની ચોરી, ઘરના દરવાજાના તાળા તૂટેલા ન હોવાથી ચોરીનું રહસ્ય ઘેરાયું
    Next Article
    ક્રિકેટ રમવા બાબતે બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો:બે ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા, આડોડિયામાં તંગદિલી ભર્યો માહોલ ને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment