Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રિકેટ રમવા બાબતે બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો:બે ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા, આડોડિયામાં તંગદિલી ભર્યો માહોલ ને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

    2 days ago

    ભાવનગર શહેરના આડોડીયા વિસ્તારમાં ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે બેજૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું બન્ને પક્ષે સામસામે પથ્થરમારો સર્જાતા બે લોકોને ઇજાઓ પહોંચી હતી, ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા એલસીબી ઘોઘારોડ પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યારે સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. ક્રિકેટ રમવા બાબતે બે જૂથ વચ્ચે ઘર્ષણ ભાવનગર શહેરના આડોડિયા વિસ્તારમા આજરોજ સાંજના સમયે બે જૂથ વચ્ચે સામસામે પથ્થરો મારો કરવામાં આવ્યો હતો. જેમાં ક્રિકેટ રમવા બાબતે બે જૂથના લોકો એ સામસામી પથ્થરમારો થતા વિસ્તારમાં તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો. સામસામે પથ્થર મારો થતા યુવતી અને મહિલાને ઈજા રોડ પર લોકોના ટોળા ઊમટતા સમગ્ર બનાવની જાણ થતા ઘોઘારોડ પોલીસ, એલસીબી સહિતનો મસમોટો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો. જેમાં સામસામે પથ્થર મારો થતા એક યુવતી અને એક મહિલાને ઈજાઓ પહોંચતા સારવાર માટે સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પોલીસ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથકના PI દેસાઈ સાથે દિવ્યભાસ્કરની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું કે, સમગ્ર ઘટના ક્રિકેટ રમવા બાબતે સર્જાઈ હતી જેમાં બે લોકોને ઈજાઓ પહોંચી છે. હાલ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને બનાવના પગલે પોલીસ તે વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી ગુનાહિત પ્રવૃત્તિ આચરનાર વિરુદ્ધ ગુનો નોંધાવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરને ₹21.70 કરોડના PET SCAN, MRI મશીન મળશે:PFC અને C.U. શાહ મેડિકલ કોલેજ વચ્ચે MOU થયા
    Next Article
    19 માર્ચ મુખ્યમંત્રી પોરબંદરની મુલાકાતે:રૂ. 241 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment