Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    19 માર્ચ મુખ્યમંત્રી પોરબંદરની મુલાકાતે:રૂ. 241 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે

    2 days ago

    પોરબંદરના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 19 માર્ચના રોજ પોરબંદરની મુલાકાત લેશે. આ પ્રસંગે તાજાવાલા હોલ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં અંદાજે ₹241 કરોડથી વધુના ખર્ચના 23 વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. આ કુલ ₹241.47 કરોડના પ્રોજેક્ટ્સમાં ₹229.33 કરોડના 16 નવા કામોનું ખાતમુહૂર્ત અને ₹12.14 કરોડના 7 પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ સામેલ છે. આ પ્રોજેક્ટ્સ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા પર કેન્દ્રિત છે. ખાતમુહૂર્ત થનારા મુખ્ય કામોમાં અમૃત 2.0 અને 'નલ સે જલ' યોજના હેઠળના પાણી પુરવઠા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જાવર, દિગ્વિજયગઢ, વનાણા અને રતનપર જેવા નવા ભળેલા વિસ્તારોમાં નવી પાઇપલાઇન અને પાણીની ટાંકીઓનું નિર્માણ કરાશે. શહેરના મુખ્ય માર્ગો પર આઇકોનિક રોડ ડેવલોપમેન્ટ, સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ અને ખાપટ-જનકપુરી વિસ્તારમાં નવા રસ્તાઓ પણ બનશે. શહેરના સૌંદર્યીકરણ માટે અસ્માવતી રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ ફાઉન્ટેન, હેરીટેજ સ્ટેટ લાઇબ્રેરીનું નવીનીકરણ, કમલાબાગ ગાર્ડન અને પેરેડાઈઝ સર્કલનો વિકાસ પણ આ કામોનો ભાગ છે. અન્ય સુવિધાઓમાં એમ.ઈ.એમ. સ્કૂલનું નિર્માણ, નરસંગ ટેકરી પાસે વેજીટેબલ માર્કેટ અને વિવિધ વિસ્તારોમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થનારા ₹12.14 કરોડના કામોમાં ગોઢાણીયા પમ્પિંગ સ્ટેશન, મહાનગરપાલિકા બિલ્ડિંગ અપગ્રેડેશન, ગધાઈવાડા ખાતે કોમ્યુનિટી હોલ, કનકાઈ મંદિર ગાર્ડન અને બંદર રોડ પર નવી સ્ટ્રીટ લાઇટની સુવિધાનો સમાવેશ થાય છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટો પૂર્ણ થવાથી પોરબંદરના નાગરિકોના જીવનધોરણમાં સુધારો થશે અને શહેર સ્વચ્છ, સુવ્યવસ્થિત તથા 'સ્માર્ટ સિટી' તરફ આગળ વધશે. જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા 19 માર્ચે યોજાનારા આ કાર્યક્રમને સફળ બનાવવા વ્યાપક આયોજન કરાયું છે.
    Click here to Read More
    Previous Article
    ક્રિકેટ રમવા બાબતે બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો:બે ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા, આડોડિયામાં તંગદિલી ભર્યો માહોલ ને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
    Next Article
    પોરબંદરમાં કોંગ્રેસનો મોંઘવારી મુદ્દે ઉગ્ર વિરોધ:રાંધણ ગેસના ભાવવધારા સામે પ્રદર્શન, ભાજપ સરકાર પર આકરા પ્રહારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment