Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં કોંગ્રેસનો મોંઘવારી મુદ્દે ઉગ્ર વિરોધ:રાંધણ ગેસના ભાવવધારા સામે પ્રદર્શન, ભાજપ સરકાર પર આકરા પ્રહારો

    2 days ago

    પોરબંદરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને રાંધણ ગેસના ભાવોમાં અસહ્ય વધારાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાણીબાગ ખાતે એકઠા થયેલા કોંગ્રેસના કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. વિરોધ પ્રદર્શનને પગલે પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના સ્થાનિક નેતાએ ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી નરેન્દ્ર મોદીના નીતિવિષયક નિર્ણયોને કારણે દેશમાં બેહાલીનો માહોલ છે અને મોંઘવારીએ માજા મૂકી છે. નેતાએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાને બહેનોને ધુમાડો નહીં લાગવા દેવાનું વચન આપ્યું હતું, પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે બહેનોને ધુમાડો તો ઠીક, પૈસા ખર્ચવા છતાં ગેસનો બાટલો મળતો નથી. તેમણે ગેસના બાટલા માટે 24-25 દિવસના ગાળા અને ઓનલાઇન બુકિંગમાં પડતી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના કારણે ગૃહિણીઓની હાલત કફોડી બની છે. કોંગ્રેસ નેતાએ એક ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યું કે, નરેન્દ્ર મોદી અમેરિકા સામે સરેન્ડર થઈ ગયા હોય તેવું લાગે છે. તેઓ કયા દબાણમાં નિર્ણયો લઈ રહ્યા છે તે સમજાતું નથી. તેમણે જનતાને જાગૃત કરવા પર ભાર મૂક્યો કે આ સરકાર સામાન્ય લોકોના હિતમાં નથી. આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. રાણીબાગ અને આસપાસના ચાર રસ્તાઓ પર થયેલા આ વિરોધ પ્રદર્શનને શાંત પાડવા પોલીસે સમયસર દરમિયાનગીરી કરી કાર્યકરોની અટકાયત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    19 માર્ચ મુખ્યમંત્રી પોરબંદરની મુલાકાતે:રૂ. 241 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે
    Next Article
    પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ મનપાની લાલ આંખ:ગંગાજળિયા તળાવ માર્કેટમાંથી 35 કિલો પ્લાસ્ટિક જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment