Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુકરમુંડામાં વરલી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો:પોલીસે ₹210 નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

    14 hours ago

    તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉટાવદ ગામની સીમમાંથી પોલીસે ગેરકાયદેસર રીતે વરલી મટકાનો જુગાર રમાડતા એક ઈસમની ધરપકડ કરી છે. ગઈકાલે, 10 જૂન, 2026ના રોજ કુકરમુંડા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ઉટાવદ ગામની સીમમાં એક ખુલ્લી જગ્યામાં એક ઈસમ મુંબઈથી નીકળતા 'મિલન' વરલી મટકાના આંકડા પર હાર-જીતનો જુગાર રમાડી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કોર્ડન કરીને શંકાસ્પદ ઈસમને પકડી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ મોહમદ ઈરફાન મોહમદ સઇદ મકરાણી (રહે. છોટી રાજમોવી, તા. અક્કલકુવા, જી. નંદુરબાર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીની અંગઝડતી કરતા તેની પાસેથી વરલી મટકાના આંકડા લખેલી એક કાપલી, એક બોલપેન અને રોકડ રકમ મળી આવી હતી. પોલીસે જુગારના સાહિત્ય અને રોકડા ₹210 સહિત કુલ મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ જુગારધારાની કલમ 12(અ) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર અમિતકુમાર સનમુખભાઈ ચૌધરી ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં બોર્ડની પૂરક પરીક્ષા શરૂ:ગરમીને ધ્યાનમાં રાખી તમામ કેન્દ્રોના સંચાલકોને વિશેષ સૂચનાઓ અપાઈ, પરીક્ષા ખંડમાં પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરાઈ
    Next Article
    રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયાએ મોડલ રોડ કામગીરીની સમીક્ષા કરી:ગુણવત્તાસભર અને સમયસર કામ પૂર્ણ કરવા સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment