Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં બોર્ડની પૂરક પરીક્ષા શરૂ:ગરમીને ધ્યાનમાં રાખી તમામ કેન્દ્રોના સંચાલકોને વિશેષ સૂચનાઓ અપાઈ, પરીક્ષા ખંડમાં પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરાઈ

    12 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની પૂરક પરીક્ષાનો વલસાડ જિલ્લામાં શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. જિલ્લાના 15 પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ગરમીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વલસાડના ઝોનલ અધિકારી બિપિન પટેલના જણાવ્યા અનુસાર, ધોરણ-10ની પૂરક પરીક્ષામાં કુલ 4,770 વિદ્યાર્થીઓ નોંધાયા છે. પ્રથમ દિવસે ધોરણ-10માં ગણિત વિષયની પરીક્ષા લેવાઈ હતી. બેઝિક મેથ્સમાં 4,345 વિદ્યાર્થીઓમાંથી 3,055 હાજર રહ્યા હતા, જ્યારે 1290 ગેરહાજર હતા. સ્ટાન્ડર્ડ મેથ્સમાં 106 વિદ્યાર્થીઓમાંથી 76 હાજર અને 30 ગેરહાજર નોંધાયા છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર (સ્ટેટિસ્ટિક્સ) વિષયમાં કુલ 693 વિદ્યાર્થીઓમાંથી 554 હાજર રહ્યા હતા, જ્યારે 139 ગેરહાજર હતા. બપોરના સત્રમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન (ફિઝિક્સ)ની પરીક્ષા માટે 1,710 વિદ્યાર્થીઓ નોંધાયા છે. વર્તમાન ગરમીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ 15 પરીક્ષા કેન્દ્રોના સંચાલકોને વિશેષ સૂચનાઓ અપાઈ છે. વિદ્યાર્થીઓને કેન્દ્ર પર ઝડપથી તપાસી વર્ગખંડમાં પ્રવેશ આપવા જણાવાયું છે, જેથી તેમને ગરમીમાં રાહ ન જોવી પડે. પરીક્ષા ખંડમાં પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બોર્ડની માર્ગદર્શિકા મુજબ, વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન પોતાની સાથે પીવાના પાણીની પારદર્શક બોટલ રાખી શકશે. આ વ્યવસ્થા ગરમીના કારણે કોઈ વિદ્યાર્થીની તબિયત ન બગડે તે સુનિશ્ચિત કરવા માટે કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના સામાજિક કાર્યકરના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર:​રાકેશ મહેરિયા વિરૂદ્ધ તડીપારની નોટિસના વિરોધમાં જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજે કલેક્ટરને આવેદન પાઠવ્યું, કાર્યવાહી નહીં અટકે તો આંદોલનની ચીમકી.
    Next Article
    કુકરમુંડામાં વરલી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો:પોલીસે ₹210 નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment