Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના સામાજિક કાર્યકરના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર:​રાકેશ મહેરિયા વિરૂદ્ધ તડીપારની નોટિસના વિરોધમાં જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજે કલેક્ટરને આવેદન પાઠવ્યું, કાર્યવાહી નહીં અટકે તો આંદોલનની ચીમકી.

    11 hours ago

    ​જૂનાગઢ જિલ્લાના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા જુનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં અમદાવાદ શહેરમાં ગરીબો, પીડિતો, શ્રમિકો અને લારીગલ્લા-પાથરણાવાળાઓના હકો માટે લાંબા સમયથી લડત ચલાવતા સામાજિક કાર્યકર રાકેશ ભીખાભાઈ મહેરિયા વિરૂદ્ધ શરૂ કરાયેલી તડીપારની કાર્યવાહીનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. સમાજના અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે આ કાનૂનની પ્રક્રિયા રાજકીય ઈશારે અને વહીવટી તંત્રના કેટલાક અમલદારો દ્વારા બદનિયતપૂર્વક શરૂ કરવામાં આવી છે, જેને તાત્કાલિક અસરથી રોકવી જરૂરી છે. ​સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી દેવદાનભાઈ મુછડીયાએ જણાવ્યું હતું કે આજે સમગ્ર જૂનાગઢ સમાજ વતી અમે કલેક્ટરને રજૂઆત કરી છે. અમદાવાદ એસ.ડી.એમ. દ્વારા લારી-ગલ્લા પાથરણા એસોસિએશનના ગુજરાતના પ્રમુખ રાકેશભાઈ મહેરિયાને જે તડીપારની નોટિસ આપવામાં આવી છે તે તદ્દન ખોટી છે. રાકેશભાઈ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી પરંતુ તેઓ એક સામાજિક આગેવાન છે જેઓ વર્ષોથી વંચિત અને નાના વર્ગના લોકો માટે જમીની સ્તરે બંધારણીય માર્ગે કામ કરી રહ્યા છે. ​તેમણે વધુમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા એક સામાજિક કાર્યકરની કારકિર્દી ખતમ કરવાના બદઇરાદાથી જ આ નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે. પોલીસ તંત્ર પાસે રાકેશભાઈ વિરૂદ્ધ કોઈ મજબૂત કે વિશ્વસનીય પુરાવા નથી અને નોટિસમાં જે લોકોના નિવેદનો લેવાયા છે તેઓ પોતે પણ કોઈ ફરિયાદ કરવા માંગતા નથી. આથી ડર અને દબાણ હેઠળ ઊભા કરાયેલા આ ખોટા કેસની નોટિસ એસ.ડી.એમ. તાત્કાલિક વિથડ્રો કરે તેવી અમારી સ્પષ્ટ માંગણી છે અને આ જ લાગણી સરકાર સુધી પહોંચાડવા અમે કલેક્ટરના દ્વાર ખખડાવ્યા છે. ​દેવદાનભાઈ મુછડીયાએ સરકારને ચીમકી આપતા જણાવ્યું હતું કે આ અન્યાયી કાર્યવાહી સામે આજે માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ આખા ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા એકસાથે આવેદનપત્રો આપવામાં આવ્યા છે. જો વહીવટી તંત્ર દ્વારા આ તડીપારની પ્રક્રિયાને તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં નહીં આવે અને આ મામલે કોઈ ઉચ્ચસ્તરીય નિષ્પક્ષ તપાસ સમિતિની રચના નહીં થાય તો આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએથી જે પણ વ્યૂહરચના નક્કી થશે તે મુજબ સમગ્ર ગુજરાતમાં ઉગ્ર જનઆંદોલનો કરવામાં આવશે. ​અનુ.જાતિ સમાજ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં એ વાત પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે કે તડીપાર જેવી ગંભીર કાર્યવાહી કોઈપણ નાગરિકના મૂળભૂત બંધારણીય અધિકારો પર તરાપ મારે છે. ભારતના બંધારણે દરેક વ્યક્તિને વાણી સ્વાતંત્ર્ય, અભિવ્યક્તિની આઝાદી અને લોકશાહી ઢબે પોતાની વાત રજૂ કરવાનો અધિકાર આપ્યો છે. વ્યક્તિગત રાગ-દ્વેષ રાખીને કરવામાં આવતી આવી એકતરફી કાર્યવાહી લોકશાહીના મૂલ્યોને નુકસાન પહોંચાડતી હોવાથી કલેક્ટર આ બાબતમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને બંધારણીય હકોનું રક્ષણ કરે તે અનિવાર્ય છે.
    Click here to Read More
    Previous Article
    માથાભારે મહાવીરસિંહ ચોથા માળેથી પટકાયાના CCTV:GFના નંબર મામલે ઝઘડો થતા પોલીસ પહોંચી ને ભાગ્યો, પગ લપસતા ફ્લેટમાંથી ખાબક્યો ને મોત મળ્યું
    Next Article
    વલસાડમાં બોર્ડની પૂરક પરીક્ષા શરૂ:ગરમીને ધ્યાનમાં રાખી તમામ કેન્દ્રોના સંચાલકોને વિશેષ સૂચનાઓ અપાઈ, પરીક્ષા ખંડમાં પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment